Panchmahal News: NEET કૌભાંડના આરોપી પરશુરામ રોયના રિમાન્ડ મંજૂર કરાયા

પોલીસે પરશુરામના 14 દિવસના રિમાન્ડની કરી માગણી કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર આરોપી તુષાર ભટ્ટ, આરીફ વ્હોરા પોલીસ પકડથી દૂર પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના નજીક આવેલ પરવડી ગામની શાળામાં 5 તારીખના રોજ યોજાયેલી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો જિલ્લા કલેકટરએ બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં પંચમહાલના ગોધરામાં ચોરી કરાવવાના આરોપમાં પોલીસે પરશુરામ રોયના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે અન્ય 2 આરોપીઓ તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા પોલીસ પકડથી દૂર છે. NEET કૌભાંડમાં સામેલ ભાજપ નેતા સસ્પેન્ડ નીટ કૌભાંડમાં સામેલ આરીફ વ્હોરા ભાજપ સાથે સંબંધ ધરાવે છે. તેનું નામ સામે આવ્યા બાદ ભાજપે આરીફ વ્હોરાને સસ્પેન્ડ કર્યો છે. ભાજપના તમામ પદ પરથી આરીફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરીફ પંચમહાલ જિ.લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો. શું હતી ઘટના મળતી માહિતી મુજબ, પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂ.10 -10 લાખ લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા. જે મામલે જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ આવ્યું બહાર છે. જે બાદ આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ અંગે વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી છે. કુલ 3 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ પંચમહાલમાં સામે આવેલ આ મોટા કૌભાંડ બાદ તંત્ર દોડતુ થયું છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટ સામે આવી જે બાદ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ , વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.

Panchmahal News: NEET કૌભાંડના આરોપી પરશુરામ રોયના રિમાન્ડ મંજૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે પરશુરામના 14 દિવસના રિમાન્ડની કરી માગણી
  • કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
  • આરોપી તુષાર ભટ્ટ, આરીફ વ્હોરા પોલીસ પકડથી દૂર

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના નજીક આવેલ પરવડી ગામની શાળામાં 5 તારીખના રોજ યોજાયેલી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો જિલ્લા કલેકટરએ બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં પંચમહાલના ગોધરામાં ચોરી કરાવવાના આરોપમાં પોલીસે પરશુરામ રોયના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે અન્ય 2 આરોપીઓ તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા પોલીસ પકડથી દૂર છે.

NEET કૌભાંડમાં સામેલ ભાજપ નેતા સસ્પેન્ડ

નીટ કૌભાંડમાં સામેલ આરીફ વ્હોરા ભાજપ સાથે સંબંધ ધરાવે છે. તેનું નામ સામે આવ્યા બાદ ભાજપે આરીફ વ્હોરાને સસ્પેન્ડ કર્યો છે. ભાજપના તમામ પદ પરથી આરીફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરીફ પંચમહાલ જિ.લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો.

શું હતી ઘટના

મળતી માહિતી મુજબ, પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂ.10 -10 લાખ લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા. જે મામલે જિલ્લા કલેક્ટરની સજાગતાથી આખું કૌભાંડ આવ્યું બહાર છે. જે બાદ આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ અંગે વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી છે.

કુલ 3 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ

પંચમહાલમાં સામે આવેલ આ મોટા કૌભાંડ બાદ તંત્ર દોડતુ થયું છે. આ સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વોટ્સએપ ચેટ સામે આવી જે બાદ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ , વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે.