Viramgam: વિરમગામમાં શોભાયાત્રાની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ

મહારાણા પ્રતાપ જન્મજયંતી નિમિત્તે આયોજન કરાયું હતુંતાલુકા સેવા સદનથી ભોજવા સુધીની શોભાયાત્રા યોજાનાર હતી એક ફાર્મમાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહારવિધિ સભા કાર્યક્રમનું આયોજન    વિરમગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગુરુવારે સાંજે કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહ, આગેવાન ઝીંઝુવાડાના રહેવાસી ઉદુભા ઝાલા સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે શહેરના તાલુકા સેવા સદનથી સરદાર પટેલની પ્રતિમા સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, પોપટ ચોકડીથી ભોજવા સુધીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભોજવા પાસેના એક ફાર્મમાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહારવિધિ સભા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.    શોભાયાત્રા માટે ગુરુવારે નમતી બપોરે 4 કલાકથી સાંજના 7 કલાક માટે લાઉડ સ્પીકર સાથે મંજુરી માંગવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા મંજુરી પણ આપવામાં આવી હતી. પરંતુ શોભાયાત્રાની છેલ્લી ઘડીએ પોલીસ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાનું તેમજ વિરમગામમાં વર્ષોથી શોભાયાત્રા કાઢવામાં આવતી ન હોવાથી સરકારી નીતિનિયમો અનુસાર નકારત્મક અભિપ્રાય હોવાનુ મામલતદાર કચેરી દ્વારા જણાવી શોભાયાત્રા મંજૂરી રદ કરી દેવામાં આવી હતી અને સેવા સદન કચેરી પાસે પોલીસ કાફ્લો ખડકાઈ જતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. છેલ્લી ઘડીએ શોભાયાત્રા મંજુરી રદ કરાતા ભોજવા પવન ફાર્મમાં સભા યોજાઈ હતી. જ્યાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહાર કરાયા હતા અને બાદમાં આગેવાને તંત્રએ આપેલી મંજૂરી કોના દબાણથી રદ કરવામા આવી પ્રશ્નો ઉઠાવ્યા હતા સાથે બનાવને વખોડયો હતો.

Viramgam: વિરમગામમાં શોભાયાત્રાની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહારાણા પ્રતાપ જન્મજયંતી નિમિત્તે આયોજન કરાયું હતું
  • તાલુકા સેવા સદનથી ભોજવા સુધીની શોભાયાત્રા યોજાનાર હતી
  • એક ફાર્મમાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહારવિધિ સભા કાર્યક્રમનું આયોજન

   વિરમગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગુરુવારે સાંજે કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહ, આગેવાન ઝીંઝુવાડાના રહેવાસી ઉદુભા ઝાલા સહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે શહેરના તાલુકા સેવા સદનથી સરદાર પટેલની પ્રતિમા સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, પોપટ ચોકડીથી ભોજવા સુધીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભોજવા પાસેના એક ફાર્મમાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહારવિધિ સભા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

   શોભાયાત્રા માટે ગુરુવારે નમતી બપોરે 4 કલાકથી સાંજના 7 કલાક માટે લાઉડ સ્પીકર સાથે મંજુરી માંગવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા મંજુરી પણ આપવામાં આવી હતી. પરંતુ શોભાયાત્રાની છેલ્લી ઘડીએ પોલીસ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાનું તેમજ વિરમગામમાં વર્ષોથી શોભાયાત્રા કાઢવામાં આવતી ન હોવાથી સરકારી નીતિનિયમો અનુસાર નકારત્મક અભિપ્રાય હોવાનુ મામલતદાર કચેરી દ્વારા જણાવી શોભાયાત્રા મંજૂરી રદ કરી દેવામાં આવી હતી અને સેવા સદન કચેરી પાસે પોલીસ કાફ્લો ખડકાઈ જતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. છેલ્લી ઘડીએ શોભાયાત્રા મંજુરી રદ કરાતા ભોજવા પવન ફાર્મમાં સભા યોજાઈ હતી. જ્યાં મહારાણા પ્રતાપની તસવીરને ફૂલહાર કરાયા હતા અને બાદમાં આગેવાને તંત્રએ આપેલી મંજૂરી કોના દબાણથી રદ કરવામા આવી પ્રશ્નો ઉઠાવ્યા હતા સાથે બનાવને વખોડયો હતો.