Suratમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં રહેલો આરોપી અબ્દુલ પીરઅલી પકડાયો

સુરતમાં રીઢો આરોપી અબ્દુલ પીરઅલી પકડાયો છારા ગેંગનો પણ સૂત્રધાર છે અબ્દુલ પીરઅલી અબ્દુલ ચોરી સહિત અનેક ગુનાનો આરોપી જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઈન સ્નેચીંગના ચાર ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો.છારા ગેંગનો સૂત્રધાર તેના ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો. અનેક ગુનાને આપ્યા છે અંજામ નાનપુરા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામેની ગલીમાંથી અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમદ સાકીર શેખને ઝડપી લીધો હતો.વર્ષોથી કપડાનો વેપાર કરતો અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ સુરતમાં વીઆર મોલ વાય જંકશન પાસે વેપારીના ડ્રાઈવર પાસેથી રૂ.4.40 લાખની થેલીની લૂંટ અને ડીંડોલી રોડ પર ભંગારના વેપારી પાસેથી બાઈકને કારની ટક્કર લાગ્યાનો ત્રાગડો કરીને રૂ.5.49 લાખની બેગ સેરવવાના ગુનામાં તેમજ વડોદરાના ફતેહગંજમાં બે મહિલાઓને ટાર્ગેટ કરી પીછો કરી સોનાની ચેઈન અને મંગળસૂત્ર તોડવાના ગુનામાં ફરાર હતો. કોમી રમખાણોમાં પણ હતો સામિલ વર્ષ 2002 માં અમદાવાદમાં કોમી રમખાણોમાં ઝડપાયેલા અને ત્યાર બાદ જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા એટીએસના હાથે ઝડપાયેલા અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેના ત્રણ સાગરીતો શરીફખાન ફરીદખાન, કનુભાઈ ઉર્ફે કનૈયો રામાભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પુનમભાઈ ગારંગે સાથે મળી અમદાવાદથી બે બાઈક ઉપર સુરત અને વડોદરા આવતો હતો અને ગુનાનો અંજામ આપતો હતો.ચીલઝડપ કરવામાં પણ માહીર છે આરોપીજેલમાં છારા ગેંગના પપ્પુ સાથે મુલાકાત બાદ તેણે ચીલઝડપના ગુનાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું અને તે ગેંગનો સૂત્રધાર પણ બન્યો હતો.ઉલ્લેખનીય છે કે તેના ત્રણ સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિના અગાઉ ઝડપી લીધા હતા.  

Suratમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં રહેલો આરોપી અબ્દુલ પીરઅલી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં રીઢો આરોપી અબ્દુલ પીરઅલી પકડાયો
  • છારા ગેંગનો પણ સૂત્રધાર છે અબ્દુલ પીરઅલી
  • અબ્દુલ ચોરી સહિત અનેક ગુનાનો આરોપી

જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઈન સ્નેચીંગના ચાર ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઈમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો.છારા ગેંગનો સૂત્રધાર તેના ત્રણ સાગરીતો સાથે બે બાઈક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો.

અનેક ગુનાને આપ્યા છે અંજામ

નાનપુરા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સામેની ગલીમાંથી અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમદ સાકીર શેખને ઝડપી લીધો હતો.વર્ષોથી કપડાનો વેપાર કરતો અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખ સુરતમાં વીઆર મોલ વાય જંકશન પાસે વેપારીના ડ્રાઈવર પાસેથી રૂ.4.40 લાખની થેલીની લૂંટ અને ડીંડોલી રોડ પર ભંગારના વેપારી પાસેથી બાઈકને કારની ટક્કર લાગ્યાનો ત્રાગડો કરીને રૂ.5.49 લાખની બેગ સેરવવાના ગુનામાં તેમજ વડોદરાના ફતેહગંજમાં બે મહિલાઓને ટાર્ગેટ કરી પીછો કરી સોનાની ચેઈન અને મંગળસૂત્ર તોડવાના ગુનામાં ફરાર હતો.

કોમી રમખાણોમાં પણ હતો સામિલ

વર્ષ 2002 માં અમદાવાદમાં કોમી રમખાણોમાં ઝડપાયેલા અને ત્યાર બાદ જૈશ એ મોહમદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા એટીએસના હાથે ઝડપાયેલા અબ્દુલ ઉર્ફે પીરઅલી શેખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેના ત્રણ સાગરીતો શરીફખાન ફરીદખાન, કનુભાઈ ઉર્ફે કનૈયો રામાભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પુનમભાઈ ગારંગે સાથે મળી અમદાવાદથી બે બાઈક ઉપર સુરત અને વડોદરા આવતો હતો અને ગુનાનો અંજામ આપતો હતો.

ચીલઝડપ કરવામાં પણ માહીર છે આરોપી

જેલમાં છારા ગેંગના પપ્પુ સાથે મુલાકાત બાદ તેણે ચીલઝડપના ગુનાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું અને તે ગેંગનો સૂત્રધાર પણ બન્યો હતો.ઉલ્લેખનીય છે કે તેના ત્રણ સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિના અગાઉ ઝડપી લીધા હતા.