Navsariના બીલીમોરામાં 5 વર્ષીય બાળકી ગટરમાં ડૂબી,ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ

જીવનજયોત એપાર્ટમેન્ટની પાછળ બની ઘટના બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયુ નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 5 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડયો હતો. ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ કરાઈ બીલીમોરા શહેરમાં પાંચ વર્ષીય માસુમ બાળકી ગટરમાં ગરકાવ થઈ છે.વખારિયા બંદર રોડ પર આવેલ જીવનજયોત એપાર્ટમેન્ટની પાછળ આ ઘટના બની હતી જેમાં બીલીમોરા નગરપાલિકાની ગટર ખુલ્લી હતી અને બાળકી તેમાં પડી હતી.બપોરના સમયે રમવા ગયેલી બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી હતી.નજીકમાં લગાવેલ સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયુ હતું.નગરપાલિકા ની ફાયરની ટિમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ છે. સીસીટીવીના આધારે ખબર પડી બાળકીની બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 5 વર્ષીય બાળકી શાહીન બપોરે અઢી વાગ્યાના અરસામાં લાપતા બનતા તેના માતાપિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, શાહીનનો પતો ન લાગતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતા જોવા મળી હતી. અંબિકા નદીમાં નીકળે છે ગટર લાઈન બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અંબિકા નદીના પટમાં જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ત્યાં પણ પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતી. ચાર પાંચ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરાયા બાદ વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.

Navsariના બીલીમોરામાં 5 વર્ષીય બાળકી ગટરમાં ડૂબી,ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જીવનજયોત એપાર્ટમેન્ટની પાછળ બની ઘટના
  • બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી
  • સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયુ

નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 5 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડયો હતો.

ફાયરની ટીમ દ્વારા બાળકીની શોધખોળ કરાઈ

બીલીમોરા શહેરમાં પાંચ વર્ષીય માસુમ બાળકી ગટરમાં ગરકાવ થઈ છે.વખારિયા બંદર રોડ પર આવેલ જીવનજયોત એપાર્ટમેન્ટની પાછળ આ ઘટના બની હતી જેમાં બીલીમોરા નગરપાલિકાની ગટર ખુલ્લી હતી અને બાળકી તેમાં પડી હતી.બપોરના સમયે રમવા ગયેલી બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી હતી.નજીકમાં લગાવેલ સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું જણાયુ હતું.નગરપાલિકા ની ફાયરની ટિમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ છે.


સીસીટીવીના આધારે ખબર પડી બાળકીની

બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 5 વર્ષીય બાળકી શાહીન બપોરે અઢી વાગ્યાના અરસામાં લાપતા બનતા તેના માતાપિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, શાહીનનો પતો ન લાગતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતા જોવા મળી હતી.


અંબિકા નદીમાં નીકળે છે ગટર લાઈન

બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અંબિકા નદીના પટમાં જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ત્યાં પણ પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતી. ચાર પાંચ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરાયા બાદ વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.