Gujarat News: ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ

શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ લખતર વિરમગામ હાઇવે ઉપર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું વિઠ્ઠલગઢ, ગેથળા હનુમાન, લખતર, જાંગડાસર મેલડી મંદિર સહિતના સ્થળે પર કેમ્પ લાગ્યા ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા લખતર હાઇવે ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા છે. જેમાં લખતર વિરમગામ હાઇવે ઉપર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. ચોટીલા પગપાળા યાત્રાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. તેમાં વિઠ્ઠલગઢ, ગેથળા હનુમાન, લખતર, જાંગડાસર મેલડી મંદિર સહિતના સ્થળો પર કેમ્પો ધમધમી ઉઠ્યા છે.માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે. ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં ચામુંડાના ધામ ચોટીલા જઇને ધજા ચડાવવાનું ભારે મહત્વ છે. ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ,કડી, કલોલ, મહેસાણા સહિત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ચૈત્રી પૂનમને લઇને ભક્તો પગપાળા નીકળી પડ્યા છે. માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. હાલ વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર ઠેરઠેર સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા પૂરી પાડવા માટે વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, ઓળક, છારદ, કડુ, લખતર, જાગડાસર મેલડી મંદિર, સહિતની જગ્યાઓમાં સેવાકેમ્પો ધમધમી ઉઠ્યા છે. જેમાં ચોવિસ કલાક વ્યવસ્થા કરીને સેવા કેમ્પ શરૂ કરીને પગપાળા ચાલીને આવતા દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે. સાથોસાથ અનેક સેવા કેમ્પોમાં રાત્રીના સમયે પદયાત્રીઓ માટે ગરબાનું પણ આયોજન થકી પદયાત્રીઓ મન મૂકીને ડીજેના તાલ સાથે ગરબે ઘુમતા પણ નજરે પડી રહ્યાં છે.

Gujarat News: ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ
  • લખતર વિરમગામ હાઇવે ઉપર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું
  • વિઠ્ઠલગઢ, ગેથળા હનુમાન, લખતર, જાંગડાસર મેલડી મંદિર સહિતના સ્થળે પર કેમ્પ લાગ્યા

ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા લખતર હાઇવે ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા છે. જેમાં લખતર વિરમગામ હાઇવે ઉપર ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. ચોટીલા પગપાળા યાત્રાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. તેમાં વિઠ્ઠલગઢ, ગેથળા હનુમાન, લખતર, જાંગડાસર મેલડી મંદિર સહિતના સ્થળો પર કેમ્પો ધમધમી ઉઠ્યા છે.


માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે. ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં ચામુંડાના ધામ ચોટીલા જઇને ધજા ચડાવવાનું ભારે મહત્વ છે. ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ,કડી, કલોલ, મહેસાણા સહિત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ચૈત્રી પૂનમને લઇને ભક્તો પગપાળા નીકળી પડ્યા છે. માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ

શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. હાલ વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર ઠેરઠેર સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા પૂરી પાડવા માટે વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, ઓળક, છારદ, કડુ, લખતર, જાગડાસર મેલડી મંદિર, સહિતની જગ્યાઓમાં સેવાકેમ્પો ધમધમી ઉઠ્યા છે. જેમાં ચોવિસ કલાક વ્યવસ્થા કરીને સેવા કેમ્પ શરૂ કરીને પગપાળા ચાલીને આવતા દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે. સાથોસાથ અનેક સેવા કેમ્પોમાં રાત્રીના સમયે પદયાત્રીઓ માટે ગરબાનું પણ આયોજન થકી પદયાત્રીઓ મન મૂકીને ડીજેના તાલ સાથે ગરબે ઘુમતા પણ નજરે પડી રહ્યાં છે.