Shahrukh khan Breaking News: બોલીવુડના કિંગ ખાનને ગુજરાતની ગરમી માફક ના આવી

એકટર શાહરૂખખાનને લૂ લાગવાથી K.D હોસ્પિટલમાં કરાયા દાખલK.D હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયોKKR અને SRHની મેચ માટે ખાન આવ્યા હતા અમદાવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL2024ની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતો. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓ પ્રાથમિક સારવાર લઈ રવાના થયા હતા.સામાન્ય ચક્કર આવતા તેમને સારવાર લેવાની જરૂર પડી હતી.સોમવારે આવ્યા શાહરૂખ અમદાવાદમાંઅમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટછેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ત્યારે આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચી જશે.ગુજરાતમાં ગરમીનું સૌથી વધુ તાપમાનછેલ્લા ચાર દિવસથી અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં તથા ખાસ કરીને સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. પરંતુ આજે ગરમી માઝા મૂકી હતી. કારણ કે, રાજ્યના પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયું હતું. આ પાંચ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છના કંડલાનો સમાવેશ થાય છે.

Shahrukh khan Breaking News: બોલીવુડના કિંગ ખાનને ગુજરાતની ગરમી માફક ના આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એકટર શાહરૂખખાનને લૂ લાગવાથી K.D હોસ્પિટલમાં કરાયા દાખલ
  • K.D હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • KKR અને SRHની મેચ માટે ખાન આવ્યા હતા અમદાવાદ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL2024ની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ ખાતે પરત ફર્યા હતો. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓ પ્રાથમિક સારવાર લઈ રવાના થયા હતા.સામાન્ય ચક્કર આવતા તેમને સારવાર લેવાની જરૂર પડી હતી.

સોમવારે આવ્યા શાહરૂખ અમદાવાદમાં

અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.


અમદાવાદમાં બે દિવસ રેડ એલર્ટ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. ત્યારે આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચી જશે.


ગુજરાતમાં ગરમીનું સૌથી વધુ તાપમાન

છેલ્લા ચાર દિવસથી અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં તથા ખાસ કરીને સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. પરંતુ આજે ગરમી માઝા મૂકી હતી. કારણ કે, રાજ્યના પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરી ગયું હતું. આ પાંચ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છના કંડલાનો સમાવેશ થાય છે.