Rajkot TRP GameZone અગ્નિકાંડ મામલે સરકારના વલણથી IAS અને IPS લોબી નારાજ

એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે બોલાવવાની વાતથી નારાજ થયા વિવિધ અધિકારીઓની બદલીના ઓર્ડરથી નારાજગી વ્યક્ત કરાઇ 7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરાઇ હતી રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના મામલે રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ થઇ છે. જેમાં એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે આઈએએસ અને આઇપીએસને બોલાવવાની વાતથી નારાજ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્નિકાંડ દરમિયાન તત્કાલીન આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડરથી નારાજગી વ્યક્ત કરાઇ છે.ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાશે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં તત્કાલીન અધિકારીઓને વેઇટિંગ પર તથા પોસ્ટિંગ પર મુકાતા આઈએએસ અને આઇપીએસ એસોસિએશન સમક્ષ પણ નારાજગી વ્યક્તિ કરી હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાબતે સરકાર કડક વલણ અપનાવી રહી છે. અગ્નિકાંડમાં બદલી પામેલા આઈએસ અને ૩ આઈપીએસ ઓફિસરની ગાંધીનગર ખાતે પૂછપરછ કરાશે. પૂછપરછ બાદ જો તથ્ય જણાશે તો ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માહિતી સીટના વડા સુભાષ ત્રિવેદીએ આપી છે. બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી હતી. આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે, તેની માહિતી બેઠક સામે રજુ કરી હતી. રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારે મંજૂરી આપવામાં બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે રચાયેલી SITની ટીમે 7 જેટલા IAS અને IPS અધિકારીની પણ કલાકો સુધી પૂછપરછ શરુ કરી છે. એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી આ અધિકારીઓ ટીઆરપી ગેમઝોનની મંજૂરી બાબતે શું જાણતા હતા અને કોની બેદરકારી હોઇ શકે છે તેવા વિવિધ મુદ્દા પર પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે ટીઆરપી ગેમઝોનને મંજૂરીને લગતી ફાઇલો આવી હતી કે કેમ તેની પણ પૂછપરછ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી હતી. 7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ શરુ કરવામાં આવી આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે, તેની માહિતી બેઠક સામે રજુ કરી હતી.ત્યાર બાદ આ મામલે 7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ શરુ કરવામાં આવી છે.

Rajkot TRP GameZone અગ્નિકાંડ મામલે સરકારના વલણથી IAS અને IPS લોબી નારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે બોલાવવાની વાતથી નારાજ થયા
  • વિવિધ અધિકારીઓની બદલીના ઓર્ડરથી નારાજગી વ્યક્ત કરાઇ
  • 7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરાઇ હતી

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના મામલે રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ થઇ છે. જેમાં એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે આઈએએસ અને આઇપીએસને બોલાવવાની વાતથી નારાજ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગ્નિકાંડ દરમિયાન તત્કાલીન આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડરથી નારાજગી વ્યક્ત કરાઇ છે.

ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાશે

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં તત્કાલીન અધિકારીઓને વેઇટિંગ પર તથા પોસ્ટિંગ પર મુકાતા આઈએએસ અને આઇપીએસ એસોસિએશન સમક્ષ પણ નારાજગી વ્યક્તિ કરી હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાબતે સરકાર કડક વલણ અપનાવી રહી છે. અગ્નિકાંડમાં બદલી પામેલા આઈએસ અને ૩ આઈપીએસ ઓફિસરની ગાંધીનગર ખાતે પૂછપરછ કરાશે. પૂછપરછ બાદ જો તથ્ય જણાશે તો ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ માહિતી સીટના વડા સુભાષ ત્રિવેદીએ આપી છે.

બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી હતી. આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે, તેની માહિતી બેઠક સામે રજુ કરી હતી. રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં રાજ્ય સરકારે મંજૂરી આપવામાં બેદરકારી દાખવનારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે રચાયેલી SITની ટીમે 7 જેટલા IAS અને IPS અધિકારીની પણ કલાકો સુધી પૂછપરછ શરુ કરી છે.

એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી

આ અધિકારીઓ ટીઆરપી ગેમઝોનની મંજૂરી બાબતે શું જાણતા હતા અને કોની બેદરકારી હોઇ શકે છે તેવા વિવિધ મુદ્દા પર પૂછપરછ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે ટીઆરપી ગેમઝોનને મંજૂરીને લગતી ફાઇલો આવી હતી કે કેમ તેની પણ પૂછપરછ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસઆઈટીના વડાએ તમામ અગત્યની માહિતી સામે મૂકી હતી.

7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ શરુ કરવામાં આવી

આ ચર્ચામાં એસઆઈટી વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે, તેની માહિતી બેઠક સામે રજુ કરી હતી.ત્યાર બાદ આ મામલે 7 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પુછપરછ શરુ કરવામાં આવી છે.