Junagadh News: માણાવદર ભાજપનો વિવાદ વકર્યો,કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા પર કર્યા કટાક્ષ

લોકસભા ચૂંટણી સમયે સર્જાયેલો ભાજપનો વિવાદ વધુ વકર્યો કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા ઉપર નિશાન સાધ્યું આસુરી શક્તિઓએ હવનમાં હાડકાં નાખ્યા: સાવજ ડેરીના ચેરમેન જુનાગઢના માણાવદરમાં ભાજપનો વિવાદ વધુ વકર્યો છે. માણાવદર ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપથી નારાજ થયા છે અને ઘણા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે. ત્યારે કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં જવાહર ચાવડા પર કર્યા પ્રહાર હાલ આ વિવાદ વધુ વકર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરમાં જવાહર ચાવડા ઉપર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકરોએ ભાજપનું કામ કરવું જોઈએ. ચૂંટણી સમયે ઘણા લોકોએ રિસાયેલા લોકો માટે પૂછ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી સમયે આગેવાનોએ કીધું કે શું કરી છું ત્યારે કાર્યકરોએ કીધું કે લડી લેશું અને તમે બધાએ લડી લીધું. ભાજપના જ નેતા આમને સામને સાવજ ડેરીના ચેરમેને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આસુરી શક્તિઓએ હવનમાં હાડકાં નાખ્યા છે. ચૂંટણીમાં ભાજપ ન જીતે તે માટે લોભ લાલચ પણ આપવામાં આવી હતી. છતાં કાર્યકરો ભાજપને જીતાડવા સફળ રહ્યા છે. જવાહર ચાવડાને પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતા સર્જાયો હતો વિવાદ 2019માં જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી આમને સામને હતા. ત્યાર બાદ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા પેટાચૂંટણી વખતે ભાજપે લાડાણીને ટિકિટ આપવા વચન આપ્યું હોવાથી તેમની માણાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવતા જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ભાજપમાં જુથવાદને લઈ રાજકારણ ગરમાયું ઉલ્લખેનીય છેકે, માણાવદર વિધાનસભા પેટાચૂંટણી અને લોકસભા ચૂંટણીના ઉમેદવારને હરાવવા માટે સમયે ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્રએ ખુલ્લેઆમ પોતાની ફેક્ટરીમાં અને અન્ય સ્થળો પર મિટિંગો બોલાવી કોંગ્રેસ તરફથી મતદાન કરવા માટે કામ કરીને પક્ષ વિરોધી પ્રવૃતિ આચર્યાનો પત્ર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખને મોકલતા રાજકારણ ગરમાયું હતું.

Junagadh News: માણાવદર ભાજપનો વિવાદ વકર્યો,કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા પર કર્યા કટાક્ષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણી સમયે સર્જાયેલો ભાજપનો વિવાદ વધુ વકર્યો
  • કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા ઉપર નિશાન સાધ્યું
  • આસુરી શક્તિઓએ હવનમાં હાડકાં નાખ્યા: સાવજ ડેરીના ચેરમેન

જુનાગઢના માણાવદરમાં ભાજપનો વિવાદ વધુ વકર્યો છે. માણાવદર ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપથી નારાજ થયા છે અને ઘણા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે. ત્યારે કેન્દ્રીય મંત્રીએ જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે.

કેન્દ્રીય મંત્રીએ જાહેરમાં જવાહર ચાવડા પર કર્યા પ્રહાર

હાલ આ વિવાદ વધુ વકર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરમાં જવાહર ચાવડા ઉપર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકરોએ ભાજપનું કામ કરવું જોઈએ. ચૂંટણી સમયે ઘણા લોકોએ રિસાયેલા લોકો માટે પૂછ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી સમયે આગેવાનોએ કીધું કે શું કરી છું ત્યારે કાર્યકરોએ કીધું કે લડી લેશું અને તમે બધાએ લડી લીધું.

ભાજપના જ નેતા આમને સામને

સાવજ ડેરીના ચેરમેને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આસુરી શક્તિઓએ હવનમાં હાડકાં નાખ્યા છે. ચૂંટણીમાં ભાજપ ન જીતે તે માટે લોભ લાલચ પણ આપવામાં આવી હતી. છતાં કાર્યકરો ભાજપને જીતાડવા સફળ રહ્યા છે.

જવાહર ચાવડાને પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતા સર્જાયો હતો વિવાદ

2019માં જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી આમને સામને હતા. ત્યાર બાદ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા પેટાચૂંટણી વખતે ભાજપે લાડાણીને ટિકિટ આપવા વચન આપ્યું હોવાથી તેમની માણાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવતા જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે.

ભાજપમાં જુથવાદને લઈ રાજકારણ ગરમાયું

ઉલ્લખેનીય છેકે, માણાવદર વિધાનસભા પેટાચૂંટણી અને લોકસભા ચૂંટણીના ઉમેદવારને હરાવવા માટે સમયે ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્રએ ખુલ્લેઆમ પોતાની ફેક્ટરીમાં અને અન્ય સ્થળો પર મિટિંગો બોલાવી કોંગ્રેસ તરફથી મતદાન કરવા માટે કામ કરીને પક્ષ વિરોધી પ્રવૃતિ આચર્યાનો પત્ર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખને મોકલતા રાજકારણ ગરમાયું હતું.