દુષ્કર્મના ઇરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરનાર યુવકને ઝડપી લેવાયો

અમદાવાદ, રવિવારશહેરના બોડકદેવ  વિસ્તારમાંથી  ત્રણ દિવસ પહેલા  રાતના સમયે ફુટપાથ પર સુઇ રહેલા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.  જે બાળકીને મોડી રાત્રે સલામત રીતે મળી આવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાળકીનું અપહરણ કરનારને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. જેમાં સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથીસતત ૩૬ કલાકની મહેનત બાદ બાળકીનું અપહરણ કરનારને ઝડપી લેવામાં સફળતા મળી હતી.  પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કરીને વસ્ત્રાપુર તળાવના બગીચામાં લાવ્યો હતો. પરંતુ, ત્યાં કુતરા ભસતા તે બાળકીને મુકીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે તેના વિરૂદ્વ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એસ જી હાઇવે ગુરૂદ્વારા સામે આવેલા એક મંદિર પાસે શ્રમજીવી દંપતિ તેમની બે વર્ષની પુત્રી સાથે રહે છે. ગત ગુરૂવારે રાતના સમયે કોઇ વ્યક્તિ બાળકીનું અપહરણ કરી ગયું હતું. જે અંગે  વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં રાતના દોઢ વાગ્યાના સુમારે બાળકી સલામત રીતે મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાળકીનું અપહરણ કરનારની ભાળ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી. જેમાં અપહરણથી માંડીને વસ્ત્રાપુર તળાવ સુધીના સીસીટીવી ફુટેજ તપાસતા બાળકીને લઇ જતો એક વ્યક્તિ દેખાઇ આવ્યો હતો. પરંતુ, યુવકનો ચહેરો સરખો જણાય આવતો નહોતો. જેથી હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વિજય મહંતો નામના યુવકને ઝડપી લીધો હતો. આ અંગે  એસીપી ભરત પટેલે જણાવ્યું કે વિજય મહંતો બિહારના મોતીહારી જિલ્લાનો વતીન છે.   જે હયાત અને કોર્ટયાર્ડ મેરિયોટમાં કિચન સાફસફાઇનું છુટક કામ કરે છે. ગત ૨૨મી તારીખે તે રાતના સમયે જતો ત્યારે બાળકી પરિવાર સાથે સુતી હોવાથી તેનું અપહરણ કરીને તે દુષ્કર્મ કરવાના બદઇરાદે વસ્ત્રાપુર તળાવના ગાર્ડનમાં લઇ ગયો હતો. પરંતુ, ત્યાં  કુતરા ભસતા બાળકી ગભરાઇને રડવા લાગતા તે ડરીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

દુષ્કર્મના ઇરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરનાર યુવકને ઝડપી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

શહેરના બોડકદેવ  વિસ્તારમાંથી  ત્રણ દિવસ પહેલા  રાતના સમયે ફુટપાથ પર સુઇ રહેલા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.  જે બાળકીને મોડી રાત્રે સલામત રીતે મળી આવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાળકીનું અપહરણ કરનારને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. જેમાં સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથીસતત ૩૬ કલાકની મહેનત બાદ બાળકીનું અપહરણ કરનારને ઝડપી લેવામાં સફળતા મળી હતી.  પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીનું અપહરણ કરીને વસ્ત્રાપુર તળાવના બગીચામાં લાવ્યો હતો. પરંતુ, ત્યાં કુતરા ભસતા તે બાળકીને મુકીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે તેના વિરૂદ્વ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એસ જી હાઇવે ગુરૂદ્વારા સામે આવેલા એક મંદિર પાસે શ્રમજીવી દંપતિ તેમની બે વર્ષની પુત્રી સાથે રહે છે. ગત ગુરૂવારે રાતના સમયે કોઇ વ્યક્તિ બાળકીનું અપહરણ કરી ગયું હતું. જે અંગે  વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં રાતના દોઢ વાગ્યાના સુમારે બાળકી સલામત રીતે મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાળકીનું અપહરણ કરનારની ભાળ મેળવવા માટે તપાસ શરૂ કરી હતી. જેમાં અપહરણથી માંડીને વસ્ત્રાપુર તળાવ સુધીના સીસીટીવી ફુટેજ તપાસતા બાળકીને લઇ જતો એક વ્યક્તિ દેખાઇ આવ્યો હતો. પરંતુ, યુવકનો ચહેરો સરખો જણાય આવતો નહોતો. જેથી હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી વિજય મહંતો નામના યુવકને ઝડપી લીધો હતો. આ અંગે  એસીપી ભરત પટેલે જણાવ્યું કે વિજય મહંતો બિહારના મોતીહારી જિલ્લાનો વતીન છે.   જે હયાત અને કોર્ટયાર્ડ મેરિયોટમાં કિચન સાફસફાઇનું છુટક કામ કરે છે. ગત ૨૨મી તારીખે તે રાતના સમયે જતો ત્યારે બાળકી પરિવાર સાથે સુતી હોવાથી તેનું અપહરણ કરીને તે દુષ્કર્મ કરવાના બદઇરાદે વસ્ત્રાપુર તળાવના ગાર્ડનમાં લઇ ગયો હતો. પરંતુ, ત્યાં  કુતરા ભસતા બાળકી ગભરાઇને રડવા લાગતા તે ડરીને ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.