Gandhinagar News : બે થી ત્રણ દિવસમાં IPS અધિકારીઓની થશે બદલી

IPS અધિકારીઓની બદલીને લઈ મહત્વના સમાચાર સુરત કમિશનર, સુરત રેન્જ, બોર્ડર રેન્જ માટે પોસ્ટિંગ અપાશે DCP ક્રાઈમ અમદાવાદમાં પણ કાયમી પોસ્ટિંગ અપાશે લોકસભા-2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી-બદલી ટૂંક સમયમાં થશે તેમ જણાવાયુ છે. જો કે, આ બઢતી-બદલીના હુકમો બે થી ત્રણ દિવસમા થવાની શકયતા છે.ચૂંટણી નજીક હોવાથી કયા અધિકારીઓને કયા મૂકવા તેને લઈ નિર્ણય લેવાશે. કેમ ચર્ચામાં હોય છે પોલીસની બદલીઓ ગુજરાત સરકારમાં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓ રહે છે. એક ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં કયા પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે. સુરત પોલીસ કમિશનરના સ્થાનેથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક સપ્તાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ,અમદાવાદ ગ્રામ્ય SP અને DCP અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્થાને કોને નિમણૂંક આપવી તેને લઈ મોટા નિર્ણય લેવાશે. વી. ચંદ્રશેખર પ્રતિ નિયુક્ત પર CBIમાં જતાં ખાલી પડેલી સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાCBIમાં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPSની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPSઅધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ IPS અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.

Gandhinagar News : બે થી ત્રણ દિવસમાં IPS અધિકારીઓની થશે બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • IPS અધિકારીઓની બદલીને લઈ મહત્વના સમાચાર
  • સુરત કમિશનર, સુરત રેન્જ, બોર્ડર રેન્જ માટે પોસ્ટિંગ અપાશે
  • DCP ક્રાઈમ અમદાવાદમાં પણ કાયમી પોસ્ટિંગ અપાશે

લોકસભા-2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી-બદલી ટૂંક સમયમાં થશે તેમ જણાવાયુ છે. જો કે, આ બઢતી-બદલીના હુકમો બે થી ત્રણ દિવસમા થવાની શકયતા છે.ચૂંટણી નજીક હોવાથી કયા અધિકારીઓને કયા મૂકવા તેને લઈ નિર્ણય લેવાશે.

કેમ ચર્ચામાં હોય છે પોલીસની બદલીઓ

ગુજરાત સરકારમાં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓ રહે છે. એક ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં કયા પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે. સુરત પોલીસ કમિશનરના સ્થાનેથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક સપ્તાહથી પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમદાવાદ રેન્જ,અમદાવાદ ગ્રામ્ય SP અને DCP અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્થાને કોને નિમણૂંક આપવી તેને લઈ મોટા નિર્ણય લેવાશે. વી. ચંદ્રશેખર પ્રતિ નિયુક્ત પર CBIમાં જતાં ખાલી પડેલી સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાCBIમાં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

ગુજરાતમાં 8 IPSની નવી નિમણૂક

ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPSની બદલીના આદેશ અપાયા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ IPSઅધિકારીઓની તાલીમ હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી ખાતે પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વલય વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે સાવરકુંડલા ખાતે નિમણૂક કરાઈ છે. જ્યારે અંશૂલ જૈનની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મહુવા ખાતે નિમણૂક કરાઈ છે. લોકેશ યાદવની રાજપીપળા, ગૌરવ અગ્રવાલની બોડેલી, સંજયકુમાર કેશવાલાની મોડાસા, વિવેક ભેડાની સંતરામપુર, સાહિત્યા વી.ની પોરબંદર અને સુબેધ માનકરની દિયોદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વર્ષ 2020ની બેચના પાંચ IPS અધિકારીઓના પોસ્ટીંગ વેઇટીંગમાં રાખવામાં આવ્યા છે. જે નિમણૂંક ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવામાં આવશે.