Surat News : મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈને લખ્યો પત્ર

ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ બંધ રાખવા પત્ર બપોરે 12થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાનો ઉલ્લેખ શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા પત્રહાલ ગરમીને લઇને સૌ કોઇ આકુળ-વ્યાકુળ છે. ભયંકર ગરમીને કારણે તંત્ર દોડતુ થયુ છે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે.. આવી ગરમીમાં લૂ લાગવાની ઘટનાઓ વધી રહી છે.. ગરમીને કારણે ચક્કર આવવાના, બીમાર પડવાના, માથુ દુખવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જેને લઇને તંત્ર દ્વારા ઉપયોગી સૂચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમા ગરમીને લઈ સુરતના મેયરે પત્ર લખ્યો છે. દક્ષેશ માવાણી દ્વારા ક્રેડાઈને પત્ર લખ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટની આગાહી કરતા રજૂઆત કરવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઇટ પર કામ બંધ રાખો. સુરત શહેરની બાંધકામ સાઇટ પર શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા પત્ર લખ્યો છે.કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે ક્રેડાઇ-સુરત દ્વારા પણ એસોસિયેશનના સભ્ય બિલ્ડરોને રજુઆત કરવામાં આવી છે. ગરમીના દિવસોને ધ્યાને લઇ તકેદારી રાખવાની અપીલ કરાઇ છે. બપોરના સુમારે મજૂરો, કામદારોને લીંબુ શરબત, ઓઆરએસ આપવા અપીલ કરવામાં આવી છે. મિલ-કારખાનામાં કામ કરતા શ્રમિકોને પણ બ્રેક આપો તેવી પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈને પત્ર લખ્યો છે.. જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપિલ કરી છે.. સાથે જ શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ સાથે શહેરના સફાઇ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે.. અને સફાઇ કામદારો માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

Surat News : મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ બંધ રાખવા પત્ર
  • બપોરે 12થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાનો ઉલ્લેખ
  • શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા પત્ર

હાલ ગરમીને લઇને સૌ કોઇ આકુળ-વ્યાકુળ છે. ભયંકર ગરમીને કારણે તંત્ર દોડતુ થયુ છે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે.. આવી ગરમીમાં લૂ લાગવાની ઘટનાઓ વધી રહી છે.. ગરમીને કારણે ચક્કર આવવાના, બીમાર પડવાના, માથુ દુખવાના કિસ્સાઓમાં વધારો થયો છે. જેને લઇને તંત્ર દ્વારા ઉપયોગી સૂચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમા ગરમીને લઈ સુરતના મેયરે પત્ર લખ્યો છે. દક્ષેશ માવાણી દ્વારા ક્રેડાઈને પત્ર લખ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટની આગાહી કરતા રજૂઆત કરવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા સુધી બાંધકામ સાઇટ પર કામ બંધ રાખો. સુરત શહેરની બાંધકામ સાઇટ પર શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા પત્ર લખ્યો છે.


કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે

ક્રેડાઇ-સુરત દ્વારા પણ એસોસિયેશનના સભ્ય બિલ્ડરોને રજુઆત કરવામાં આવી છે. ગરમીના દિવસોને ધ્યાને લઇ તકેદારી રાખવાની અપીલ કરાઇ છે. બપોરના સુમારે મજૂરો, કામદારોને લીંબુ શરબત, ઓઆરએસ આપવા અપીલ કરવામાં આવી છે. મિલ-કારખાનામાં કામ કરતા શ્રમિકોને પણ બ્રેક આપો તેવી પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના

મેયર દક્ષેશ માવાણીએ ક્રેડાઈને પત્ર લખ્યો છે.. જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપિલ કરી છે.. સાથે જ શ્રમિકો માટે પાણી, છાશ, ORS સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ સાથે શહેરના સફાઇ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે.. અને સફાઇ કામદારો માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.