Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત

તાપમાનમાં સરેરાશ 2થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ પવનની ગતિ વધુ રહેતા ગરમીથી મળી શકે રાહત દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં તાપમાનમાં સરેરાશ 2થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ છે. પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત મળી શકે છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચન છે. તેમજ ભારે પવનની શક્યતાને લઈ દરિયો ન ખેડવા સૂચન છે. ત્યારે અમદાવાદમાં 40થી 41 ડિગ્રી તાપમાનની સંભાવના છે. તથા દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે છે. દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે. તથા અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 44.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, કચ્છમાં 41.5, ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ નથી અમદાવાદમાં ગઇકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે.

Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાપમાનમાં સરેરાશ 2થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ
  • પવનની ગતિ વધુ રહેતા ગરમીથી મળી શકે રાહત
  • દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે

રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. જેમાં તાપમાનમાં સરેરાશ 2થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ છે. પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત મળી શકે છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા સૂચન છે. તેમજ ભારે પવનની શક્યતાને લઈ દરિયો ન ખેડવા સૂચન છે. ત્યારે અમદાવાદમાં 40થી 41 ડિગ્રી તાપમાનની સંભાવના છે. તથા દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે છે.

દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે

દરિયાકાંઠે 25થી 30 કિમીની ઝડપનો પવન રહેશે. તથા અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 44.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, કચ્છમાં 41.5, ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. બીજી તરફ ભાવનગરમાં 43.6, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ નથી

અમદાવાદમાં ગઇકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયુ છે. ચામડી દઝાડતી ગરમીની સાથેસાથે અસહ્ય ઉકળાટ રહેતા લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા. આગામી એક સપ્તાહ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની કોઈ જ શક્યતાઓ ન હોવાના સંકેતો પણ હવામાન ખાતા દ્વારા અપાયા છે.