Baroda News: રાજકોટ અગ્નિકાંડ મામલે હરણી બોટકાંડના એક્ટિવિસ્ટનું મોટું નિવેદન

‘સરકાર એક જ શબ્દ બોલે છે કે ચમરબંધીને છોડવામાં નહીં’‘સસ્પેન્ડ અધિકારિઓને અમુક સમય બાદ પ્રમોશન મળે છે’ રાજકોટના કિસ્સામાં પણ આવું જ થવાનું છે: મહેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં એક બાદ એક મોટી કરુણાંતિકાઓ સામે આવી રહી છે. પહેલા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, બાદમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ત્યારબાદ હરણી બોટ દુર્ઘટના અને હવે રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ. આ તમામ કરુણાંતિકાઓમાં 20થી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગની ઘટનાઓ એવી હતી જેમાં મોટાભાગે બાળકોના ભોગ લેવાયા છે. પછી તે સુરત તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ દુર્ઘટના હોય કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ હોય. આ તમામ દુર્ઘટનાઓમાં અનેક બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. તો આ પ્રકારની દુર્ઘટનાઓ બાદ સરકાર મોટાભાગે નિવેદન આપતી હોય છે કે જવાબદાર કોઈપણ કેમ ન હોય કોઈપણ ચમરબંધીને છોડવામાં નહિ આવે. ત્યારે હવે સરકારના આવા દાવાઓ સામે હરણી બોટકાંડમાં લડત ચલાવનાર એક્ટિવિસ્ટ મહેન્દ્ર સિંહ રાઠોડ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું છે કે ‘સરકાર દરેક વખતે એક જ શબ્દ બોલે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ સવાલ એ છે કે હાલ કયો ચમરબંધી જેલમાં છે? હરણી બોટકાંડમાં લડત ચલાવનાર મહેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું છે કે સ્થાનિક નહીં તો હાઈકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી જ જાય છે. કોઈ પણ અધિકારી સામે કડક કાર્યવાહી થઈ નથી. સસ્પેન્ડ કરવામાં આવેલ અધિકારિઓને અમુક સમય બાદ પ્રમોશન મળે છે. મહેન્દ્રસિંહ રાઠોડે આરોપ લગાવતા કહ્યું છે કે રાજકોટના કિસ્સામાં પણ આવું જ થવાનું છે. પ્રજાએ જ જાગૃત થવાની જરૂરિયાત છે કારણ કે બિલાડીને આપણે જ દૂધ સાચવવા આપ્યું છે.

Baroda News: રાજકોટ અગ્નિકાંડ મામલે હરણી બોટકાંડના એક્ટિવિસ્ટનું મોટું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘સરકાર એક જ શબ્દ બોલે છે કે ચમરબંધીને છોડવામાં નહીં’
  • ‘સસ્પેન્ડ અધિકારિઓને અમુક સમય બાદ પ્રમોશન મળે છે’
  • રાજકોટના કિસ્સામાં પણ આવું જ થવાનું છે: મહેન્દ્રસિંહ રાઠોડ

છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં એક બાદ એક મોટી કરુણાંતિકાઓ સામે આવી રહી છે. પહેલા સુરત તક્ષશિલા અગ્નિકાંડ, બાદમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ત્યારબાદ હરણી બોટ દુર્ઘટના અને હવે રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ. આ તમામ કરુણાંતિકાઓમાં 20થી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગની ઘટનાઓ એવી હતી જેમાં મોટાભાગે બાળકોના ભોગ લેવાયા છે. પછી તે સુરત તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ દુર્ઘટના હોય કે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ હોય. આ તમામ દુર્ઘટનાઓમાં અનેક બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.

તો આ પ્રકારની દુર્ઘટનાઓ બાદ સરકાર મોટાભાગે નિવેદન આપતી હોય છે કે જવાબદાર કોઈપણ કેમ ન હોય કોઈપણ ચમરબંધીને છોડવામાં નહિ આવે. ત્યારે હવે સરકારના આવા દાવાઓ સામે હરણી બોટકાંડમાં લડત ચલાવનાર એક્ટિવિસ્ટ મહેન્દ્ર સિંહ રાઠોડ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું છે કે ‘સરકાર દરેક વખતે એક જ શબ્દ બોલે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ સવાલ એ છે કે હાલ કયો ચમરબંધી જેલમાં છે?

હરણી બોટકાંડમાં લડત ચલાવનાર મહેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું છે કે સ્થાનિક નહીં તો હાઈકોર્ટમાંથી આરોપીઓને જામીન મળી જ જાય છે. કોઈ પણ અધિકારી સામે કડક કાર્યવાહી થઈ નથી. સસ્પેન્ડ કરવામાં આવેલ અધિકારિઓને અમુક સમય બાદ પ્રમોશન મળે છે. મહેન્દ્રસિંહ રાઠોડે આરોપ લગાવતા કહ્યું છે કે રાજકોટના કિસ્સામાં પણ આવું જ થવાનું છે. પ્રજાએ જ જાગૃત થવાની જરૂરિયાત છે કારણ કે બિલાડીને આપણે જ દૂધ સાચવવા આપ્યું છે.