Banaskantha Rain : અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી,મુખ્ય બજારમાં ભરાયા પાણી

અંબાજીમાં ભારે વરસાદના કારણે બજારમાં નદીની જેમ પાણી વહેતું થયુ અંબાજીમાં દિવસે અંધારપટ છવાયો દાંતા અને અંબાજીના પંથકમાં વરસાદ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે,બપોરના સમયે અંબાજી અને દાંતાના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો,વરસાદ પડતા બજારમાં નદીની જે પાણી વહી રહ્યું હતુ.તો દિવસે અંધારપટ છવાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતુ.દાંતા અને અંબાજીમાં વરસાદ થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું. ઉત્તર ગુજરાતમાં વરસાદી ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. કારણ કે, હાલમાં મધ્ય ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામશે. જો કે, છેલ્લા ચારથી પાંચ દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠામાં બે દિવસથી વરસાદ ચોમાસા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ભયંકર ઉકળાટ અને બફારાથી લોકો હેરાન પરેશાન હતા. હાલ બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પાલનપુર, દાંતીવાડા, દાંતા, ડીસા, સહિત અન્ય તાલુકામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા કાગડોળે રાહ જોઈ બેઠા હતા. બનાસકાંઠામાં ખેતી લાયક વરસાદ બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને જિલ્લામાં મોટાભાગના અનેક એવા વિસ્તારો છે, જ્યાં ચોમાસા આધારિત જ ખેતી થાય છે. ત્યારે જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતો ખુશ થાય છે.ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું. આવામાં ચોમાસુ સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેની રાહ જોવામાં આવી રહી હતી, તેવામાં ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે એવી સંભાવના છે.

Banaskantha Rain : અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી,મુખ્ય બજારમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજીમાં ભારે વરસાદના કારણે બજારમાં નદીની જેમ પાણી વહેતું થયુ
  • અંબાજીમાં દિવસે અંધારપટ છવાયો
  • દાંતા અને અંબાજીના પંથકમાં વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે,બપોરના સમયે અંબાજી અને દાંતાના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો,વરસાદ પડતા બજારમાં નદીની જે પાણી વહી રહ્યું હતુ.તો દિવસે અંધારપટ છવાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતુ.દાંતા અને અંબાજીમાં વરસાદ થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વરસાદી ભારે આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. કારણ કે, હાલમાં મધ્ય ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની છે. જેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામશે. જો કે, છેલ્લા ચારથી પાંચ દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.


બનાસકાંઠામાં બે દિવસથી વરસાદ

ચોમાસા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ભયંકર ઉકળાટ અને બફારાથી લોકો હેરાન પરેશાન હતા. હાલ બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પાલનપુર, દાંતીવાડા, દાંતા, ડીસા, સહિત અન્ય તાલુકામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા કાગડોળે રાહ જોઈ બેઠા હતા.


બનાસકાંઠામાં ખેતી લાયક વરસાદ

બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને જિલ્લામાં મોટાભાગના અનેક એવા વિસ્તારો છે, જ્યાં ચોમાસા આધારિત જ ખેતી થાય છે. ત્યારે જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતો ખુશ થાય છે.ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું. આવામાં ચોમાસુ સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેની રાહ જોવામાં આવી રહી હતી, તેવામાં ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે એવી સંભાવના છે.