Godhra નીટ કૌભાંડ કેસ,ખેડા જિલ્લાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBI દ્વારા તપાસ

સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈએ તપાસ હાથધરી ગોધરા અને થર્મલ કેન્દ્રમાં યોજાઈ હતી નીટની પરીક્ષા નીટની પરીક્ષાની તપાસ નો રેલો પહોંચ્યો ગોધરા બાદ ખેડા જિલ્લાના થર્મલમાં ગોધરામાં નીટ કૌભાંડનો રેલો ખેડા સુધી પહોંચ્યો છે.થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ પહોચી છે થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલમાં.ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી તો સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી રહી છે. નીટ કૌભાંડમાં અનેક ખુલાસા ગોધરા નીટ કૌભાંડમાં પંચમહાલ પોલીસે જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષના સિટી કો-કોઓર્ડિનેટર અને સ્કૂલના આચાર્ય પરષોત્તમ શર્માની ધરપકડ કરી હતી. પરષોત્તમ શર્માના ધરે પરીક્ષાના આગલા દિવસે તુષાર ભટ્ટ સાથે મીટિંગ કરીને પરીક્ષાર્થીઓનું લિસ્ટ બનાવ્યું હતું. તેમજ કૌંભાડ બહાર આવતાં પરષોત્તમ શર્માના ધરના સીસીટીવી કૂટેજ ડીલીટ કરી દીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીની જામીન અરજી નામંજૂર થઈ છે ગોધરાના નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડના મુખ્ય આરોપી મનાતા સેન્ટરના સુપ્રિન્ટેન્ડેન્ટ પુરુષોત્તમ શર્માની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે. મહત્ત્વનું છે કે, કોર્ટમાં સુનાવણી દરમિયાન તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, નીટની પરીક્ષાનું દેશભરમાં આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તપાસમાં કોઈ પ્રકારનો સહયોગ આપી રહી નથી. જે વિદ્યાર્થીઓ તેમજ શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ પણ આપતાં નથી. જેથી કોર્ટે પણ એનટીએની આવી વર્તણૂંક દુર્ભાગ્યપૂર્ણ હોવાનું નોંધ્યું છે. ઝારખંડમાં મળી ગયુ હતુ પેપર નીટ-યૂજી પેપરલીક કેસમાં બિહાર પોલીસના આર્થિક અપરાધ યુનિટ (ઇઓયુ)એ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રો મુજબ તેમાં કહેવામાં આવ્યું છે કે 5 મેએ પરીક્ષા પહેલાં જ બિહાર અને ઝારખંડના 100 પરીક્ષાર્થીને નીટ-યુજીનું પેપર મળી ગયું હતું. પરીક્ષા માફિયાએ પટનામાં ખેનીચક સ્થિત લર્ન એન્ડ પ્લે સ્કૂલમાં, બાઇપાસની પાસે એક હોટલમાં અને ઝારખંડનાં કેટલાંક શહેરોમાં સવાલ-જવાબ ગોખાવી દીધા હતા. ત્યાર બાદ માફિયાએ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી મોકલ્યા હતા. રાજ્ય સરકારે CBIને કેસ ટ્રાન્સફર કર્યો છે પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરા પોલીસ સ્ટેશનમાં 8 મે 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે વિસ્તૃત તપાસ થાય તેવા હેતુથી રાજ્ય સરકારે સમગ્ર કેસ CBIને ટ્રાન્સફર કર્યો હતો. આ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું. 10 લાખ રૂપિયાને લઈને પરીક્ષામાં કરાઈ હતી ગેરરીતિ NEET UG 2024ની પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવાઈ હતી. પરીક્ષા બાદ ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. ગોધરાની જય જલારામ સ્કૂલમાં પરીક્ષાના આયોજનમાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. 10 લાખ રૂપિયા લઈને પરીક્ષામાં પાસ કરાવાનો પર્દાફાશ થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ જ શાળાના શિક્ષક, સેન્ટરના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કેસની તપાસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. 

Godhra નીટ કૌભાંડ કેસ,ખેડા જિલ્લાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBI દ્વારા તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈએ તપાસ હાથધરી
  • ગોધરા અને થર્મલ કેન્દ્રમાં યોજાઈ હતી નીટની પરીક્ષા
  • નીટની પરીક્ષાની તપાસ નો રેલો પહોંચ્યો ગોધરા બાદ ખેડા જિલ્લાના થર્મલમાં

ગોધરામાં નીટ કૌભાંડનો રેલો ખેડા સુધી પહોંચ્યો છે.થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ પહોચી છે થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલમાં.ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીટની પરીક્ષા યોજવામાં આવી હતી તો સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી રહી છે.

નીટ કૌભાંડમાં અનેક ખુલાસા

ગોધરા નીટ કૌભાંડમાં પંચમહાલ પોલીસે જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષના સિટી કો-કોઓર્ડિનેટર અને સ્કૂલના આચાર્ય પરષોત્તમ શર્માની ધરપકડ કરી હતી. પરષોત્તમ શર્માના ધરે પરીક્ષાના આગલા દિવસે તુષાર ભટ્ટ સાથે મીટિંગ કરીને પરીક્ષાર્થીઓનું લિસ્ટ બનાવ્યું હતું. તેમજ કૌંભાડ બહાર આવતાં પરષોત્તમ શર્માના ધરના સીસીટીવી કૂટેજ ડીલીટ કરી દીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આરોપીની જામીન અરજી નામંજૂર થઈ છે

ગોધરાના નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડના મુખ્ય આરોપી મનાતા સેન્ટરના સુપ્રિન્ટેન્ડેન્ટ પુરુષોત્તમ શર્માની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે. મહત્ત્વનું છે કે, કોર્ટમાં સુનાવણી દરમિયાન તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, નીટની પરીક્ષાનું દેશભરમાં આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તપાસમાં કોઈ પ્રકારનો સહયોગ આપી રહી નથી. જે વિદ્યાર્થીઓ તેમજ શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓની ઓએમઆર શીટ પણ આપતાં નથી. જેથી કોર્ટે પણ એનટીએની આવી વર્તણૂંક દુર્ભાગ્યપૂર્ણ હોવાનું નોંધ્યું છે.

ઝારખંડમાં મળી ગયુ હતુ પેપર

નીટ-યૂજી પેપરલીક કેસમાં બિહાર પોલીસના આર્થિક અપરાધ યુનિટ (ઇઓયુ)એ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રો મુજબ તેમાં કહેવામાં આવ્યું છે કે 5 મેએ પરીક્ષા પહેલાં જ બિહાર અને ઝારખંડના 100 પરીક્ષાર્થીને નીટ-યુજીનું પેપર મળી ગયું હતું. પરીક્ષા માફિયાએ પટનામાં ખેનીચક સ્થિત લર્ન એન્ડ પ્લે સ્કૂલમાં, બાઇપાસની પાસે એક હોટલમાં અને ઝારખંડનાં કેટલાંક શહેરોમાં સવાલ-જવાબ ગોખાવી દીધા હતા. ત્યાર બાદ માફિયાએ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી મોકલ્યા હતા.

રાજ્ય સરકારે CBIને કેસ ટ્રાન્સફર કર્યો છે

પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરા પોલીસ સ્ટેશનમાં 8 મે 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે વિસ્તૃત તપાસ થાય તેવા હેતુથી રાજ્ય સરકારે સમગ્ર કેસ CBIને ટ્રાન્સફર કર્યો હતો. આ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું.

10 લાખ રૂપિયાને લઈને પરીક્ષામાં કરાઈ હતી ગેરરીતિ

NEET UG 2024ની પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવાઈ હતી. પરીક્ષા બાદ ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. ગોધરાની જય જલારામ સ્કૂલમાં પરીક્ષાના આયોજનમાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. 10 લાખ રૂપિયા લઈને પરીક્ષામાં પાસ કરાવાનો પર્દાફાશ થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ જ શાળાના શિક્ષક, સેન્ટરના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કેસની તપાસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી.