સુરેન્દ્રનગરમાં ટ્રકમાંથી LED અને STની વોલ્વો બસમાંથી બે મુસાફરના બે લેપટોપની ચોરી

અમદાવાદથી રાજકોટની STની વોલ્વો બસમાંથી રૂ. 50 હજારની મતાની તસ્કરીકચ્છથી મુંબઇ જતી ટ્રકમાંથી રૂ. 1.27 લાખની કિંમતના છ એલઇડી કોઇ ઉઠાવી ગયું  ફુલગ્રામ નજીક હોટલમાં બે મુસાફરોના લેપટોપ સહિતનો રૂ. 50 હજારનો સામાન ચોરાયો   સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં કચ્છથી મુંબઇ ટ્રકમાં એલઇડી ટ્રક લઇને જતા સમયે ટ્રકમાંથી 6 એલઇડી કિંમત રૂ. 1,27,620ના ચોરાયા છે. જયારે અમદાવાદથી રાજકોટ જતી એસ.ટી.ની વોલ્વો બસ ફુલગ્રામ નજીક હોટલમાં ચા-પાણી કરવા રોકાતા બે મુસાફરોના લેપટોપ સહિતનો રૂ. 50 હજારનો સામાન ચોરાયો છે.   ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના ગૌરાબાદશાહ તાલુકાના શેખવલીયા ગામના 29 વર્ષીય મીન્ટોસ રવિન્દ્ર યાદવ હાલ કચ્છના અંજારમાં રહે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી મુસ્કાન ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઇવીંગ કરે છે. તા. 9મી મેના રોજ તેઓ અંજારના મેઘપર ગામે આવેલી જીગ્નેશ કંપનીમાંથી એલઇડી ટીવીનો સામાન લઇને મુંબઇ જવા નીકળ્યા હતા. જેમાં તા. 10મીના રોજ સવારે તેઓ ધ્રાંગધ્રા હાઇવે પર જયોતી હોટેલના પાર્કીંગમાં ગાડી પાર્ક કરી સુઇ ગયા હતા. જયારે ત્યાંથી સવારે 5 કલાકે નીકળી માલવણ હાઇવે પાસે ટ્રક પાર્ક કરી કુદરતી હાજતે ગયા હતા. જયાં પાછડ કંપનીની બીજી ટ્રક આવતા બન્ને આગળ વધ્યા હતા. અને 15 કિમી દુર જતા સાથેની ટ્રકના ચાલક મનોજે ફોન કરી મીન્ટોસભાઇની ટ્રકનો પાછડનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યુ હતુ. આથી કોઇ શખ્સ 6 એલઇડી ટીવી કિંમત રૂપીયા 1,27,620ની કિંમતના ચોરી કરીને લઇ ગયાની જાણ થઇ હતી. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ આર.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના નીકોલમાં આવેલ દક્ષ રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય નીરજભાઇ શાંતીલાલ ધકાણ ડેલ્ટા કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તા. 2જી મેના રોજ તેઓ અમદાવાદના ગીતા મંદિરથી એસ.ટી.ની વોલ્વો બસમાં રાજકોટ જતા હતા. ત્યારે સાડા અગીયાર કલાકે બસ અમદાવાદ-રાજકોટ હાઇવે પર વઢવાણના ફુલગ્રામ પાસે દર્શન હોટલે ચા-પાણી કરવા રોકાઇ હતી. જેમાં નીરજભાઇ પોતાનો સામાન લગેજ ટ્રેમાં રાખી ચા-પાણી કરવા ઉતર્યા હતા. ચા-પાણી કરીને પરત આવીને જોયુ તો તેમનો સામાન નજરે પડયો ન હતો. જયારે તેમની બાજુની સીટમાં બેસેલા હાર્દિકભાઇ વિનોદભાઇ મિસ્ત્રીનો પણ સામાન ચોરાયો હતો. આથી આ અંગે જોરાવનરગર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે 2 લેપટોપ, ચાર્જર, સ્માર્ટવોચ સહિત રૂ. 50 હજારનો સામાન ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર કે.બી.ખેર ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં ટ્રકમાંથી LED અને STની વોલ્વો બસમાંથી બે મુસાફરના બે લેપટોપની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદથી રાજકોટની STની વોલ્વો બસમાંથી રૂ. 50 હજારની મતાની તસ્કરી
  • કચ્છથી મુંબઇ જતી ટ્રકમાંથી રૂ. 1.27 લાખની કિંમતના છ એલઇડી કોઇ ઉઠાવી ગયું
  •  ફુલગ્રામ નજીક હોટલમાં બે મુસાફરોના લેપટોપ સહિતનો રૂ. 50 હજારનો સામાન ચોરાયો

  સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં કચ્છથી મુંબઇ ટ્રકમાં એલઇડી ટ્રક લઇને જતા સમયે ટ્રકમાંથી 6 એલઇડી કિંમત રૂ. 1,27,620ના ચોરાયા છે. જયારે અમદાવાદથી રાજકોટ જતી એસ.ટી.ની વોલ્વો બસ ફુલગ્રામ નજીક હોટલમાં ચા-પાણી કરવા રોકાતા બે મુસાફરોના લેપટોપ સહિતનો રૂ. 50 હજારનો સામાન ચોરાયો છે.

  ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના ગૌરાબાદશાહ તાલુકાના શેખવલીયા ગામના 29 વર્ષીય મીન્ટોસ રવિન્દ્ર યાદવ હાલ કચ્છના અંજારમાં રહે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી મુસ્કાન ટ્રાન્સપોર્ટની ગાડીમાં ડ્રાઇવીંગ કરે છે. તા. 9મી મેના રોજ તેઓ અંજારના મેઘપર ગામે આવેલી જીગ્નેશ કંપનીમાંથી એલઇડી ટીવીનો સામાન લઇને મુંબઇ જવા નીકળ્યા હતા. જેમાં તા. 10મીના રોજ સવારે તેઓ ધ્રાંગધ્રા હાઇવે પર જયોતી હોટેલના પાર્કીંગમાં ગાડી પાર્ક કરી સુઇ ગયા હતા. જયારે ત્યાંથી સવારે 5 કલાકે નીકળી માલવણ હાઇવે પાસે ટ્રક પાર્ક કરી કુદરતી હાજતે ગયા હતા. જયાં પાછડ કંપનીની બીજી ટ્રક આવતા બન્ને આગળ વધ્યા હતા. અને 15 કિમી દુર જતા સાથેની ટ્રકના ચાલક મનોજે ફોન કરી મીન્ટોસભાઇની ટ્રકનો પાછડનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યુ હતુ. આથી કોઇ શખ્સ 6 એલઇડી ટીવી કિંમત રૂપીયા 1,27,620ની કિંમતના ચોરી કરીને લઇ ગયાની જાણ થઇ હતી. બનાવની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ આર.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના નીકોલમાં આવેલ દક્ષ રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય નીરજભાઇ શાંતીલાલ ધકાણ ડેલ્ટા કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તા. 2જી મેના રોજ તેઓ અમદાવાદના ગીતા મંદિરથી એસ.ટી.ની વોલ્વો બસમાં રાજકોટ જતા હતા. ત્યારે સાડા અગીયાર કલાકે બસ અમદાવાદ-રાજકોટ હાઇવે પર વઢવાણના ફુલગ્રામ પાસે દર્શન હોટલે ચા-પાણી કરવા રોકાઇ હતી. જેમાં નીરજભાઇ પોતાનો સામાન લગેજ ટ્રેમાં રાખી ચા-પાણી કરવા ઉતર્યા હતા. ચા-પાણી કરીને પરત આવીને જોયુ તો તેમનો સામાન નજરે પડયો ન હતો. જયારે તેમની બાજુની સીટમાં બેસેલા હાર્દિકભાઇ વિનોદભાઇ મિસ્ત્રીનો પણ સામાન ચોરાયો હતો. આથી આ અંગે જોરાવનરગર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે 2 લેપટોપ, ચાર્જર, સ્માર્ટવોચ સહિત રૂ. 50 હજારનો સામાન ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. બનાવની વધુ તપાસ બીટ જમાદાર કે.બી.ખેર ચલાવી રહ્યા છે.