Kadiમાં ચાલુ વરસાદે વીજ થાંભલામાં થયા ધડાકા,લોકો ગભરાયા,જુઓ Video

કડી અને આસપાસના ગામમાં વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી કડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી જ પાણી કડીના કોયડા ગામે ચાલુ વરસાદમાં વીજ થાંભલા પર ધડાકા થતા સ્થાનિકો ગભરાયા હતા,અચાનક વિજળીની ડીપીમાં ધડાકા થતા ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાય હતો.બીજી તરફ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે.કડીમાં મુશળધાર વરસાદ કડી શહેરમાં સતત બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયેલા હતા. કડીના કરણ નગર રોડ ઉપર આવેલી કેટલીક સોસાયટીઓના રહેણાક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.લોકોના ઘરમાં ઘુસ્યા પાણી કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રવિવારે જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રી થતાં જ લોકો રોડ રસ્તાઓ ઉપર વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 148 MM, બારડોલીમાં 130 MM, સુરત શહેરમાં 119 MM, વાપીમાં 117 MM, સુરતના મહુવામાં 116 MM, કામરેજમાં 115 MM, ઓલપાડમાં 111 MM, વલસાડમાં 102 MM, કપરાડામાં 89 MM અને ભરૂચ અને ખેરગામમાં 86 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.

Kadiમાં ચાલુ વરસાદે વીજ થાંભલામાં થયા ધડાકા,લોકો ગભરાયા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કડી અને આસપાસના ગામમાં વરસાદ
  • નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
  • કડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી જ પાણી

કડીના કોયડા ગામે ચાલુ વરસાદમાં વીજ થાંભલા પર ધડાકા થતા સ્થાનિકો ગભરાયા હતા,અચાનક વિજળીની ડીપીમાં ધડાકા થતા ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાય હતો.બીજી તરફ અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

કડીમાં મુશળધાર વરસાદ

કડી શહેરમાં સતત બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયેલા હતા. કડીના કરણ નગર રોડ ઉપર આવેલી કેટલીક સોસાયટીઓના રહેણાક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


લોકોના ઘરમાં ઘુસ્યા પાણી

કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રવિવારે જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની એન્ટ્રી થતાં જ લોકો રોડ રસ્તાઓ ઉપર વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 148 MM, બારડોલીમાં 130 MM, સુરત શહેરમાં 119 MM, વાપીમાં 117 MM, સુરતના મહુવામાં 116 MM, કામરેજમાં 115 MM, ઓલપાડમાં 111 MM, વલસાડમાં 102 MM, કપરાડામાં 89 MM અને ભરૂચ અને ખેરગામમાં 86 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો હતો.