Porbander News : ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની પોરબંદરમાં મોટાપાયે બેઠક

લોકસભા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ સાથે પાટીલની બેઠક બેઠકમાં બાબુ બોખીરિયા, અર્જુન મોઢવાડિયા રહ્યા હાજર આગામી વિધાનસભા અને લોકસભાને લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ગુજરાતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્યકર્તાઓની બેઠકને લઈ ધમધમાટનો દોર ચાલે છે.આજે પાટીલ પોરબંદર ખાતે પહોચ્યાં હતા,જયાં તેમણે કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી તો સાથે સાથે પોરબંદર સીટ પર ધારાસભ્યની પેટાચૂંટણી પર અર્જુન મોઢવાડીયાને કેટલી લીડથી જીતાડવા તેને લઈ જીતનો મંત્ર આપ્યો હતો.આ મિટીંગમાં બાબુ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડીયા હાજર રહ્યાં હતા.અર્જુનભાઈ મોઢવાડિયાએ શું કહ્યુંપોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે હજુ પણ સતત ત્રીજી વખત ભાજપ 400થી પણ વધુ બેઠકો મેળવશે. પોરબંદરને મનસુખ માંડવીયા જેવા કેન્દ્રીય મંત્રી ઉમેદવાર તરીકે આપ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપને પાંચ લાખથી પણ વધુની લીડ મળશે. અર્જુન મોઢવાડિયા સામે કૉંગ્રેસ દ્વારા રાજુ ઓડેદરાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

Porbander News : ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની પોરબંદરમાં મોટાપાયે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ સાથે પાટીલની બેઠક
  • બેઠકમાં બાબુ બોખીરિયા, અર્જુન મોઢવાડિયા રહ્યા હાજર
  • આગામી વિધાનસભા અને લોકસભાને લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક

ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ગુજરાતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્યકર્તાઓની બેઠકને લઈ ધમધમાટનો દોર ચાલે છે.આજે પાટીલ પોરબંદર ખાતે પહોચ્યાં હતા,જયાં તેમણે કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી તો સાથે સાથે પોરબંદર સીટ પર ધારાસભ્યની પેટાચૂંટણી પર અર્જુન મોઢવાડીયાને કેટલી લીડથી જીતાડવા તેને લઈ જીતનો મંત્ર આપ્યો હતો.આ મિટીંગમાં બાબુ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડીયા હાજર રહ્યાં હતા.


અર્જુનભાઈ મોઢવાડિયાએ શું કહ્યું

પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે હજુ પણ સતત ત્રીજી વખત ભાજપ 400થી પણ વધુ બેઠકો મેળવશે. પોરબંદરને મનસુખ માંડવીયા જેવા કેન્દ્રીય મંત્રી ઉમેદવાર તરીકે આપ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપને પાંચ લાખથી પણ વધુની લીડ મળશે. અર્જુન મોઢવાડિયા સામે કૉંગ્રેસ દ્વારા રાજુ ઓડેદરાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.