Khedaના ગળતેશ્વરમાં અમદાવાદના 3 યુવકો ડૂબી જતા મોત,એકનો થયો બચાવ

મહીસાગર નદીમાં ચાર મિત્રો ગયા હતા સ્નાન માટે એક વ્યકિતને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો ત્રણ લોકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢયા અમદાવાદથી ખેડાના ગળતેશ્વર ખાતે 9 મિત્રો ફરવા ગયા હતા તે દરમિયાન 3 મિત્રો નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા તે દરમિયાન 3 મિત્રો ડૂબી જતા મોતને ભેટયા છે,બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્રારા એક વ્યકિતનો બચાવ કરવામાં આવ્યો છે.મરણજનાર સુનિલ કુશવાહ વટવા હિતેશ ચાવડા ખોખરા તો ત્રીજા મૃતદેહની ઓળખ કરવાની બાકી છે. સેવાલીયા પોલીસ ઘટના સ્થળે સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા તો સાથે સાથે ત્રણમાંથી બે મૃતદેહની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે,મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.પોલીસે પણ મિત્રોના નિવેદન નોંધી પરિવારને જાણ કરી છે.મહીસાગર નદીમાં ડૂબતા મિત્રને એક બાદ એક ચાર મિત્રો થયા હતા પાણીમાં ગરકાવ. વિરમગામ પાસે કેનાલમાં ડૂબી જતા 2ના મોત નર્મદા મુખ્ય કેનાલમાં 5 યુવકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા જેમાંથી 2 લોકોના ડૂબી જવાથી મોત થયા છે.યુવકો રેલવે ટ્રેક પર દોરડુ બાંધી કેનાલમાં સ્નાન કરવા પડયા હતા,તો દોરડુ તૂટી જતા 2 લોકો મોતને ભેટયા છે,તો 3 યુવકોનો બચાવા કરાયો છે. એક અઠવાડિયા અગાઉ રાજુલામાં એક યુવાન ડૂબ્યો નદીમા સ્નાન કરવા પડેલા તરૂણનુ ડૂબી જવાથી મોતની આ ઘટના રાજુલાના ખાખબાઇ નજીક ધાતરવડી નદીમા બની હતી. રાજુલામા બીડી કામદાર સોસાયટીમા રહેતો વિક્રમ વિષ્ણુભાઇ ચૌહાણ નામનો તરૂણ કેટલાક યુવકો સાથે ધાતરવડી નદીમા ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન વિક્રમ નદીના પાણીમા ગરકાવ થઇ ગયો હતો. જયારે એક યુવક બચી ગયો હતો. 21 મે 2024ના રોજ 4 દિકરીઓના ભાવનગરમા મોત ભાવનગરના બોરતળાવમાં ડૂબતા ચાર જેટલા બાળકોના મોત થયા છે. મફતનગર પાસે તળાવના કાંઠે સ્નાન કરવા ગયેલા પાંચ પૈકી ચાર દીકરીઓના ડૂબતા મોત નિપજ્યા છે.બનાવ બાદ ફાયર વિભાગ સ્થળે પોહચ્યું હતું. બનાવને પગલે સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

Khedaના ગળતેશ્વરમાં અમદાવાદના 3 યુવકો ડૂબી જતા મોત,એકનો થયો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહીસાગર નદીમાં ચાર મિત્રો ગયા હતા સ્નાન માટે
  • એક વ્યકિતને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો
  • ત્રણ લોકોના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢયા

અમદાવાદથી ખેડાના ગળતેશ્વર ખાતે 9 મિત્રો ફરવા ગયા હતા તે દરમિયાન 3 મિત્રો નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા તે દરમિયાન 3 મિત્રો ડૂબી જતા મોતને ભેટયા છે,બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્રારા એક વ્યકિતનો બચાવ કરવામાં આવ્યો છે.મરણજનાર સુનિલ કુશવાહ વટવા હિતેશ ચાવડા ખોખરા તો ત્રીજા મૃતદેહની ઓળખ કરવાની બાકી છે.

સેવાલીયા પોલીસ ઘટના સ્થળે

સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા તો સાથે સાથે ત્રણમાંથી બે મૃતદેહની ઓળખ પૂર્ણ થઈ ગઈ છે,મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.પોલીસે પણ મિત્રોના નિવેદન નોંધી પરિવારને જાણ કરી છે.મહીસાગર નદીમાં ડૂબતા મિત્રને એક બાદ એક ચાર મિત્રો થયા હતા પાણીમાં ગરકાવ.

વિરમગામ પાસે કેનાલમાં ડૂબી જતા 2ના મોત

નર્મદા મુખ્ય કેનાલમાં 5 યુવકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા જેમાંથી 2 લોકોના ડૂબી જવાથી મોત થયા છે.યુવકો રેલવે ટ્રેક પર દોરડુ બાંધી કેનાલમાં સ્નાન કરવા પડયા હતા,તો દોરડુ તૂટી જતા 2 લોકો મોતને ભેટયા છે,તો 3 યુવકોનો બચાવા કરાયો છે.

એક અઠવાડિયા અગાઉ રાજુલામાં એક યુવાન ડૂબ્યો

નદીમા સ્નાન કરવા પડેલા તરૂણનુ ડૂબી જવાથી મોતની આ ઘટના રાજુલાના ખાખબાઇ નજીક ધાતરવડી નદીમા બની હતી. રાજુલામા બીડી કામદાર સોસાયટીમા રહેતો વિક્રમ વિષ્ણુભાઇ ચૌહાણ નામનો તરૂણ કેટલાક યુવકો સાથે ધાતરવડી નદીમા ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન વિક્રમ નદીના પાણીમા ગરકાવ થઇ ગયો હતો. જયારે એક યુવક બચી ગયો હતો.

21 મે 2024ના રોજ 4 દિકરીઓના ભાવનગરમા મોત

ભાવનગરના બોરતળાવમાં ડૂબતા ચાર જેટલા બાળકોના મોત થયા છે. મફતનગર પાસે તળાવના કાંઠે સ્નાન કરવા ગયેલા પાંચ પૈકી ચાર દીકરીઓના ડૂબતા મોત નિપજ્યા છે.બનાવ બાદ ફાયર વિભાગ સ્થળે પોહચ્યું હતું. બનાવને પગલે સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.