ખંભાળિયામાં સી.આર.પાટીલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ, ખુરશીઓ કરી દીધી ઊંધી

કાયદો વ્યવ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈ આપી છે ચીમકી ખંભાળિયામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચુક્યા છે. પરંતુ આ વિવાદ શમવાનું નામ નથી લેતો. આજે ખંભાળિયામાં સી.આર.પાટીલ આજે સી.આર.પાટીલ ખંભાળિયામાં છે અને અહીં ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિરોધ થવાના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને ચીમકી આપી છે. તેઓએ અહીં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ સમાજના લોકો આકરા પાણીએ આવી ગયા છે. તેઓએ કાર્યક્રમમાં રાખવામાં આવેલી ખુરશીઓને પણ ઊંધી કરી દીધી હતી. મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિય સમાજ ભેગો થયો હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. પોલીસે ખાસ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ છે. જેમાં આજે નિર્ણય નહીં તો જવાબ નહિ મહા આંદોલન થશે. તેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આકરાપાણીએ થઇ છે. તેમજ જણાવ્યું છે કે સત્તાના નશામાં ભાન ભુલે એવા વ્યક્તિની જરૂર નથી. ત્યારે આ વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ સંબોધન આપતા જણાવ્યું છે કે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચીશું.

ખંભાળિયામાં સી.આર.પાટીલનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ, ખુરશીઓ કરી દીધી ઊંધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાયદો વ્યવ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈ આપી છે ચીમકી
  • ખંભાળિયામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચુક્યા છે. પરંતુ આ વિવાદ શમવાનું નામ નથી લેતો.


આજે ખંભાળિયામાં સી.આર.પાટીલ

આજે સી.આર.પાટીલ ખંભાળિયામાં છે અને અહીં ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિરોધ થવાના કારણે અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને ચીમકી આપી છે. તેઓએ અહીં કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ સમાજના લોકો આકરા પાણીએ આવી ગયા છે. તેઓએ કાર્યક્રમમાં રાખવામાં આવેલી ખુરશીઓને પણ ઊંધી કરી દીધી હતી. મોટી સંખ્યામાં અહીં ક્ષત્રિય સમાજ ભેગો થયો હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. પોલીસે ખાસ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને બ્લોક કરી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ

ક્ષત્રાણીઓનું એક દિવસનું અલ્ટીમેટમ છે. જેમાં આજે નિર્ણય નહીં તો જવાબ નહિ મહા આંદોલન થશે. તેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આકરાપાણીએ થઇ છે. તેમજ જણાવ્યું છે કે સત્તાના નશામાં ભાન ભુલે એવા વ્યક્તિની જરૂર નથી. ત્યારે આ વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે. જેમાં રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ સંબોધન આપતા જણાવ્યું છે કે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચીશું.