Surat News : સીકલીગર ગેંગનો આરોપી મંકી કેપ પહેરીને કરતો ચોરી

સુરતમાં ઘરફોડ ચોરી કરતો સીકલીગર પકડાયો કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર પણ પકડાયો ચોરીના રૂપિયા તથા વાહન સાથે પકડી પાડયો સુરતની રાંદેર પોલીસે સીકલીગર ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે,આરોપી સગીર વયનો છે,આરોપી ઘરના નકુચા તોડીને ચોરીને અંજામ આપતો હતો,મોટરસાયકલ લઈને આરોપી નિકળ્યો અને પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરી છે.જશપાલસીંગ ઉર્ફે સીકલીગરની પોલીસે પૂછપરછ હાથધરી છે.આરોપીએ સુરત ઉપરાંત ભરૂચમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. આરોપી કઈ રીતે કરતો ચોરી આરોપીને રાંદેર પોલીસે ઝડપ્યો છે,આરોપી મંકી કેપ પહેરીને ચોરી કરવા નિકળતો હતો એટલે કે સીસીટીવીમાં ચહેરો ના દેખાય તેને લઈને મંકી કેપ પહેરતો હતો,દિવસ દરમિયાન બાઈક લઈને આસપાસના વિસ્તારમાં રેકી કરતો અને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતો હતો.આરોપી ઉધના પ્રભુનગર BRC આવાસમા રહે છે.પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,આરોપીએ એક નહી પણ અનેકવાર આવા ગુનાઓને અંજામ આપ્યા છે. ક્રાઈમબ્રાન્ચે સ્પાઈડર ચોરને ઝડપ્યો સુરત ક્રાઈમબ્રાન્ચ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડયો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો. હાલ પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપી પાઇપથી ચડીને ઓફિસ, દુકાન અને મકાનમાં ઘૂસીને ચોરી કરતો હતો, જેથી તે સ્પાઇડર ચોર તરીકે ઓળખાતો હતો. એલસીબી પોલીસે ઘરફોડ ચોરીને ઉકેલ્યો ભેદ સુરત એલસીબી પોલીસે પરબ ગામની હદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે ગુનો નોંધી 68 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે પરબ ગામની હદમાં આવેલ લક્ષ્મી બુક એન્ડ પ્રિન્ટીંગ ફેક્ટરીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કુલ 68 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીઘો હતો.

Surat News : સીકલીગર ગેંગનો આરોપી મંકી કેપ પહેરીને કરતો ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ઘરફોડ ચોરી કરતો સીકલીગર પકડાયો
  • કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર પણ પકડાયો
  • ચોરીના રૂપિયા તથા વાહન સાથે પકડી પાડયો

સુરતની રાંદેર પોલીસે સીકલીગર ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે,આરોપી સગીર વયનો છે,આરોપી ઘરના નકુચા તોડીને ચોરીને અંજામ આપતો હતો,મોટરસાયકલ લઈને આરોપી નિકળ્યો અને પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરી છે.જશપાલસીંગ ઉર્ફે સીકલીગરની પોલીસે પૂછપરછ હાથધરી છે.આરોપીએ સુરત ઉપરાંત ભરૂચમાં પણ ચોરીને અંજામ આપ્યો છે.

આરોપી કઈ રીતે કરતો ચોરી

આરોપીને રાંદેર પોલીસે ઝડપ્યો છે,આરોપી મંકી કેપ પહેરીને ચોરી કરવા નિકળતો હતો એટલે કે સીસીટીવીમાં ચહેરો ના દેખાય તેને લઈને મંકી કેપ પહેરતો હતો,દિવસ દરમિયાન બાઈક લઈને આસપાસના વિસ્તારમાં રેકી કરતો અને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતો હતો.આરોપી ઉધના પ્રભુનગર BRC આવાસમા રહે છે.પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,આરોપીએ એક નહી પણ અનેકવાર આવા ગુનાઓને અંજામ આપ્યા છે.


ક્રાઈમબ્રાન્ચે સ્પાઈડર ચોરને ઝડપ્યો

સુરત ક્રાઈમબ્રાન્ચ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડયો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો. હાલ પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપી પાઇપથી ચડીને ઓફિસ, દુકાન અને મકાનમાં ઘૂસીને ચોરી કરતો હતો, જેથી તે સ્પાઇડર ચોર તરીકે ઓળખાતો હતો.

એલસીબી પોલીસે ઘરફોડ ચોરીને ઉકેલ્યો ભેદ

સુરત એલસીબી પોલીસે પરબ ગામની હદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે ગુનો નોંધી 68 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે પરબ ગામની હદમાં આવેલ લક્ષ્મી બુક એન્ડ પ્રિન્ટીંગ ફેક્ટરીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને કુલ 68 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીઘો હતો.