Gandhinagar: શ્રમિકોને ગરમીમાં વિશ્રામ આપવા કરાઈ અપીલ, મનપાએ ક્રેડાઈને લખ્યો પત્ર

1 થી 4 કલાક દરમિયાન શ્રમિકોને વિશ્રામ આપવા સૂચનો શ્રમિકોને બપોરના સમયે કામ ન આપવા અપીલ બાંધકામ સ્થળ પર પાણી, છાશ, ORSની વ્યવસ્થા કરવી રાજ્યમાં સતત વધી રહેલ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે ગાંધીનગરમાં વોર્મ નાઈટની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તીવ્ર ગરમીને લીધે વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. સામાન્ય રીતે મે અને જુન મહિનામાં રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતી જ રહે છે. મનપાએ ક્રેડાઈને પત્ર લખી સૂચનાઓ આપી ગાંધીનગરમાં ભારે ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો હીટવેવની અસરથી બચી શકે તેવા હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્રેડાઈને એક પત્ર લખવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા-ઉલ્ટી સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિ જોખમોથી રક્ષા મળી રહે તેવા હેતુથી ગરમીમાં શ્રમિકોને 1 થી 4 કલાક દરમિયાન વિશ્રામ આપવા પત્રના માઘ્યમથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો પર શ્રમિકો માટે જરૂરી પાણી, છાશ અને ORSની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. સૂચનાનું પાલન ન કરનાર સાથે ફરિયાદ નોંધવા હેલ્પલાઈન નંબર જાહેરશહેરમાં બાંધકામ સાઈટો પર કામ કરી રહેલ શ્રમિકોને બપોરના સમયે ન કરવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.જો સૂચનાઓનું પાલન ન આવતું હોય તો હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને ખાસ કિસ્સામાં વિશ્રામ માટે સમય ફાળવવામાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સફાય સાથે જોડાયેલા સફાઈ કામદારો માટે પણ પત્ર લખવામાં આવ્યો છે અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ગરમીથી લોકો પર થતી અસરો ગુજરાતમાં પડી રહેલી તીવ્ર ગરમીની લોકો પર વિપરિત અસર પડી રહી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની મોટી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. જેને કારણે ઝાડા ઉલ્ટી, ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, સ્કીન ડીસીઝ, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં વધારો થઈ રહ્યો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા હવે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

Gandhinagar: શ્રમિકોને ગરમીમાં વિશ્રામ આપવા કરાઈ અપીલ, મનપાએ ક્રેડાઈને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1 થી 4 કલાક દરમિયાન શ્રમિકોને વિશ્રામ આપવા સૂચનો
  • શ્રમિકોને બપોરના સમયે કામ ન આપવા અપીલ
  • બાંધકામ સ્થળ પર પાણી, છાશ, ORSની વ્યવસ્થા કરવી

રાજ્યમાં સતત વધી રહેલ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે ગાંધીનગરમાં વોર્મ નાઈટની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તીવ્ર ગરમીને લીધે વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. સામાન્ય રીતે મે અને જુન મહિનામાં રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતી જ રહે છે.


મનપાએ ક્રેડાઈને પત્ર લખી સૂચનાઓ આપી

ગાંધીનગરમાં ભારે ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો હીટવેવની અસરથી બચી શકે તેવા હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્રેડાઈને એક પત્ર લખવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા-ઉલ્ટી સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિ જોખમોથી રક્ષા મળી રહે તેવા હેતુથી ગરમીમાં શ્રમિકોને 1 થી 4 કલાક દરમિયાન વિશ્રામ આપવા પત્રના માઘ્યમથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો પર શ્રમિકો માટે જરૂરી પાણી, છાશ અને ORSની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

સૂચનાનું પાલન ન કરનાર સાથે ફરિયાદ નોંધવા હેલ્પલાઈન નંબર જાહેર

શહેરમાં બાંધકામ સાઈટો પર કામ કરી રહેલ શ્રમિકોને બપોરના સમયે ન કરવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.જો સૂચનાઓનું પાલન ન આવતું હોય તો હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને ખાસ કિસ્સામાં વિશ્રામ માટે સમય ફાળવવામાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સફાય સાથે જોડાયેલા સફાઈ કામદારો માટે પણ પત્ર લખવામાં આવ્યો છે અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

ગરમીથી લોકો પર થતી અસરો

ગુજરાતમાં પડી રહેલી તીવ્ર ગરમીની લોકો પર વિપરિત અસર પડી રહી છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની મોટી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. જેને કારણે ઝાડા ઉલ્ટી, ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, સ્કીન ડીસીઝ, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં વધારો થઈ રહ્યો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા હવે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થઈ રહ્યો છે.