Rajkotમાં હિરાસરા એરપોર્ટના સ્થળાંતર બાદ ગગનચુંબી ઇમારતો આકાર પામશે

જૂના એરપોર્ટનું હિરાસરા સ્થળાંતર બાદ હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC પ્રક્રિયા હટાવાઈ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં 40 માળની ગગનચુંબી ઇમારતો થશે કેન્દ્રીયમંત્રી નાયડુને ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ શહેર વચ્ચે આવેલા જૂના એરપોર્ટનું અમદાવાદ હાઈવે ઉપર સ્થળાંતર થઈ ગયા બાદ હવે શહેરમાં બહુમાળી બિલ્ડીંગો માટે એરપોર્ટ ઓથોરીટીનું એનઓસી લેવાની પ્રથા નાબુદ થઈ જતાં શહેરમાં ગગનચુંબી ઈમારતો બાંધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. શહેર વચ્ચે આવેલા એરપોર્ટના કારણે શહેરમાં બહુમાળી બિલ્ડીંગોની ઉંચાઈની મર્યાદા 50થી 55 મીટર એટલે કે, 14 માળ સુધીની હતી. જૂના એરપોર્ટને અન્ય જગ્યાએ લઈ ગયા હવે જૂનું એરપોર્ટ બંધ થઈ જતાં આ ઉંચાઈ મર્યાદા ખતમ થઈ ગઈ છે. અને બિલ્ડરો 50 કે, 100 માળ ઉંચા બિલ્ડીંગ માટે પણ મંજુરી મેળવી શકશે. જો કે, આ માટે ટીપીના ધારા-ધોરણ મુજબ જમીનનું ક્ષેત્રફળ હોવું જરૂરી છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ધ્રુવીક તળાવિયા સહિતના હોદેદારોએ કેન્દ્રીય ઉડયનનમંત્રીને તાજેતરમાં રજૂઆત કરી હતી જેનો સાનુકુળ પડઘો પડયો છે. અને શહેરમાં નવા બિલ્ડીંગોના બાંધકામ માટે એરપોર્ટ ઓથોરીટીના એનઓસી માંગવાની પ્રથા બંધ કરતું જાહેરનામું આજે પ્રસિધ્ધ થઈ જતાં બિલ્ડરોમાં રાહતની લાગણી અનુભવી છે. બિલ્ડરોમાં ખુશીનો માહોલ એરપોર્ટ ઓથોરીટીના એનઓસીની પ્રથા નાબુદ થઈ જતાં હવે શહેરમાંથી બહુમાળી બિલ્ડીંગ બનાવવા માટે 50થી 55 મીટરની ઉંચાઈની મર્યાદા નાબુદ થઈ ગઈ છે. અને બિલ્ડરો હવે અમદાવાદ અને સુરતની માફક પોતાની કેપેસીટી મુજબ ઉંચાઈ માગી શકશે તેમ ક્રેડાઈના ધ્રુવીક તળાવિયાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાદ કેન્દ્રીય ઉડયન મંત્રીએ તાબડતોબ નિર્ણય લીધો છે. જેના કારણે બિલ્ડરોમાં રાહતની લાગણી જન્મી છે. હવે શહેરમાં ગગનચુંબી ઈમારતોના નિર્માણ માટેનો માર્ગ ખુલી ગયો છે. પહેલા 14થી 15 માળની પરમિશન હતી રાજકોટમાં કોઈપણ વિસ્તારમાં વધુમાં વધુ 14થી 15 માળના બાંધકામની જ પરમીશન મળતી હતી. એરપોર્ટ ઓથોરીટીના નિયમો મુજબ અને નિયત કરેલી ઉંચાઈ મુજબ જ બાંધકામો કરી શકાતા હતાં પરંતુ હવે એરપોર્ટ ઓથોરીટીની મંજુરીની પ્રથા નાબુદ થઈ જતાં શહેરમાં બહુમાળી બિલ્ડીંગોની ઉંચાઈની મર્યાદા પણ નાબુદ થઈ ગઈ છે. હવે શહેરના ગમે તે વિસ્તારમાં ગમે તેટલી ઉંચાઈની બિલ્ડીંગ માટે મંજુરી માંગી શકાશે. ટાઉન પ્લાનીંગ મુજબ પરમિશન જરૂરી જો કે, આ માટે ટાઉન પ્લાનીંગ એક્ટના નિયમ મુજબ જમીન હોવી જરૂરી છે. દા.ત. સામાન્ય 9થી 11 માળના હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવા માટે ઓછામાં ઓછી 1500 ચો.મી. જમીન હોવી જરૂરી છે. જેમ જેમ ઉંચાઈ વધતી જાય તેમ તેમ જમીનની જરૂરીયાત વધારે રહેતી હોય ટાઉન પ્લાનીંગ એક્ટમાં કેટલી ઉંચાઈ માટે કેટલા ચોરસ મીટર જમીન જોઈએ તેની પણ સ્પષ્ટ જોગવાઈ છે. રાજકોટમાં એરપોર્ટ શહેર વચ્ચે હોવાથી બહુમાળી બિલ્ડીંગોના ઉંચાઈની એક મર્યાદા હતીં પરંતુ હવે આ મર્યાદા નાબુદ થઈ ગઈ છે.

Rajkotમાં હિરાસરા એરપોર્ટના સ્થળાંતર બાદ ગગનચુંબી ઇમારતો આકાર પામશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂના એરપોર્ટનું હિરાસરા સ્થળાંતર બાદ હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા NOC પ્રક્રિયા હટાવાઈ
  • એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં 40 માળની ગગનચુંબી ઇમારતો થશે
  • કેન્દ્રીયમંત્રી નાયડુને ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

રાજકોટ શહેર વચ્ચે આવેલા જૂના એરપોર્ટનું અમદાવાદ હાઈવે ઉપર સ્થળાંતર થઈ ગયા બાદ હવે શહેરમાં બહુમાળી બિલ્ડીંગો માટે એરપોર્ટ ઓથોરીટીનું એનઓસી લેવાની પ્રથા નાબુદ થઈ જતાં શહેરમાં ગગનચુંબી ઈમારતો બાંધવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. શહેર વચ્ચે આવેલા એરપોર્ટના કારણે શહેરમાં બહુમાળી બિલ્ડીંગોની ઉંચાઈની મર્યાદા 50થી 55 મીટર એટલે કે, 14 માળ સુધીની હતી.

જૂના એરપોર્ટને અન્ય જગ્યાએ લઈ ગયા

હવે જૂનું એરપોર્ટ બંધ થઈ જતાં આ ઉંચાઈ મર્યાદા ખતમ થઈ ગઈ છે. અને બિલ્ડરો 50 કે, 100 માળ ઉંચા બિલ્ડીંગ માટે પણ મંજુરી મેળવી શકશે. જો કે, આ માટે ટીપીના ધારા-ધોરણ મુજબ જમીનનું ક્ષેત્રફળ હોવું જરૂરી છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ધ્રુવીક તળાવિયા સહિતના હોદેદારોએ કેન્દ્રીય ઉડયનનમંત્રીને તાજેતરમાં રજૂઆત કરી હતી જેનો સાનુકુળ પડઘો પડયો છે. અને શહેરમાં નવા બિલ્ડીંગોના બાંધકામ માટે એરપોર્ટ ઓથોરીટીના એનઓસી માંગવાની પ્રથા બંધ કરતું જાહેરનામું આજે પ્રસિધ્ધ થઈ જતાં બિલ્ડરોમાં રાહતની લાગણી અનુભવી છે.

બિલ્ડરોમાં ખુશીનો માહોલ

એરપોર્ટ ઓથોરીટીના એનઓસીની પ્રથા નાબુદ થઈ જતાં હવે શહેરમાંથી બહુમાળી બિલ્ડીંગ બનાવવા માટે 50થી 55 મીટરની ઉંચાઈની મર્યાદા નાબુદ થઈ ગઈ છે. અને બિલ્ડરો હવે અમદાવાદ અને સુરતની માફક પોતાની કેપેસીટી મુજબ ઉંચાઈ માગી શકશે તેમ ક્રેડાઈના ધ્રુવીક તળાવિયાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાદ કેન્દ્રીય ઉડયન મંત્રીએ તાબડતોબ નિર્ણય લીધો છે. જેના કારણે બિલ્ડરોમાં રાહતની લાગણી જન્મી છે. હવે શહેરમાં ગગનચુંબી ઈમારતોના નિર્માણ માટેનો માર્ગ ખુલી ગયો છે.

પહેલા 14થી 15 માળની પરમિશન હતી

રાજકોટમાં કોઈપણ વિસ્તારમાં વધુમાં વધુ 14થી 15 માળના બાંધકામની જ પરમીશન મળતી હતી. એરપોર્ટ ઓથોરીટીના નિયમો મુજબ અને નિયત કરેલી ઉંચાઈ મુજબ જ બાંધકામો કરી શકાતા હતાં પરંતુ હવે એરપોર્ટ ઓથોરીટીની મંજુરીની પ્રથા નાબુદ થઈ જતાં શહેરમાં બહુમાળી બિલ્ડીંગોની ઉંચાઈની મર્યાદા પણ નાબુદ થઈ ગઈ છે. હવે શહેરના ગમે તે વિસ્તારમાં ગમે તેટલી ઉંચાઈની બિલ્ડીંગ માટે મંજુરી માંગી શકાશે.

ટાઉન પ્લાનીંગ મુજબ પરમિશન જરૂરી

જો કે, આ માટે ટાઉન પ્લાનીંગ એક્ટના નિયમ મુજબ જમીન હોવી જરૂરી છે. દા.ત. સામાન્ય 9થી 11 માળના હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવા માટે ઓછામાં ઓછી 1500 ચો.મી. જમીન હોવી જરૂરી છે. જેમ જેમ ઉંચાઈ વધતી જાય તેમ તેમ જમીનની જરૂરીયાત વધારે રહેતી હોય ટાઉન પ્લાનીંગ એક્ટમાં કેટલી ઉંચાઈ માટે કેટલા ચોરસ મીટર જમીન જોઈએ તેની પણ સ્પષ્ટ જોગવાઈ છે. રાજકોટમાં એરપોર્ટ શહેર વચ્ચે હોવાથી બહુમાળી બિલ્ડીંગોના ઉંચાઈની એક મર્યાદા હતીં પરંતુ હવે આ મર્યાદા નાબુદ થઈ ગઈ છે.