Vadodara MS યુનિવર્સિટીમાં પ્રવેશ કવોટાને લઈ બે ફાંટા પડયા,એક જૂથે આંદોલન સમેટયું

કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક પ્રવેશ કવોટા વધારવા માગ એક જૂથે આંદોલન સમેટયુ તો અન્ય જૂથ લડી લેવા તૈયાર 1400 બેઠકો વધારવાના નિર્ણય બાદ આંદોલન સમેટયું વડોદરા એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ આંદોલનમાં બે ફાંટા પડયા છે,એક ગ્રુપે આંદોલન સમેટયુ તો અન્ય એક ગ્રુપે આંદોલન ચાલુ રાખ્યું છે.હવે 25 જૂને વિધાર્થીઓ ફી ભરે તેના પર નિર્ણય થશે.જી-કાસ પોર્ટલ પર 5638 વિધાર્થીઓની યાદી બતાવાઈ છે.5638માંથી 1758 વિધાર્થીઓ વડોદરા શહેર બહારના છે.એક ગ્રુપનું આંદોલન સમેટાયું એમએસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કવોટા વધારવાને લઈ મામલો ઉગ્ર બન્યો છે.1400 બેઠકો વધારવાના નિર્ણય બાદ આંદોલન સમેટાયુ હતું,ફાઈટ ફોર એમ.એસ.યુ. ગ્રુપમાં બે ફાંટા પડયા છે.હવે 25 જૂને વિધાર્થીઓ ફી ભરે તેના પર બેઠક નક્કી થશે,વહીવટી તંત્ર જિલ્લા તેમજ બહારનાં વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરી મુજબ પ્રવેશ આપવામાં આવશે. 95% સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અપાશે. હાલ 4100 વિદ્યાર્થીઓનું એડમિશન પૂર્ણ MS યુનિવર્સિટીના વીસીએ જણાવ્યું હતું કે આ મામલે સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાનાં વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ? વડોદરાના વિદ્યાર્થીઓને કઈ રીતે ઉમેરો કરી સમાધાન આપી શકીએ? આ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રજૂઆત આવ્યા બાદ ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અમે જિલ્લા તેમજ બહારના વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. જેમાં 4100 વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે. ત્રણ રાઉન્ડમાં એડમિશન કરવામાં આવશે હવે, નવા વિદ્યાર્થીઓ કઈ રીતે એડ થાય તે વિચારવાનું છે. કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે. રાઉન્ડ 1 પૂરો થશે ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે એ ખબર પડશે. GCAS પોર્ટલ પર ફરીથી પ્રક્રિયા કરાશે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓનાં એડમિશન થઈ જશે. તેમણે કહ્યું કે, 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાશે. 95 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે. ધારાધોરણ મુજબ એડમિશન અપાશે રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને પ્રવેશ પ્રક્રિયાનો નિર્યણ કર્યો છે. ગત વર્ષે 50 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળ્યો હતો તો આ વર્ષે કેમ નહિ? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, આ વર્ષે પરિસ્થિતિ અલગ છે, આ વર્ષે ધો. 12માં રીઝલ્ટ ઊંચું આવ્યું છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને નિર્યણ કર્યો છે. અમે બધા વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન આપી શકીએ.

Vadodara MS યુનિવર્સિટીમાં પ્રવેશ કવોટાને લઈ બે ફાંટા પડયા,એક જૂથે આંદોલન સમેટયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક પ્રવેશ કવોટા વધારવા માગ
  • એક જૂથે આંદોલન સમેટયુ તો અન્ય જૂથ લડી લેવા તૈયાર
  • 1400 બેઠકો વધારવાના નિર્ણય બાદ આંદોલન સમેટયું

વડોદરા એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ આંદોલનમાં બે ફાંટા પડયા છે,એક ગ્રુપે આંદોલન સમેટયુ તો અન્ય એક ગ્રુપે આંદોલન ચાલુ રાખ્યું છે.હવે 25 જૂને વિધાર્થીઓ ફી ભરે તેના પર નિર્ણય થશે.જી-કાસ પોર્ટલ પર 5638 વિધાર્થીઓની યાદી બતાવાઈ છે.5638માંથી 1758 વિધાર્થીઓ વડોદરા શહેર બહારના છે.

એક ગ્રુપનું આંદોલન સમેટાયું

એમએસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કવોટા વધારવાને લઈ મામલો ઉગ્ર બન્યો છે.1400 બેઠકો વધારવાના નિર્ણય બાદ આંદોલન સમેટાયુ હતું,ફાઈટ ફોર એમ.એસ.યુ. ગ્રુપમાં બે ફાંટા પડયા છે.હવે 25 જૂને વિધાર્થીઓ ફી ભરે તેના પર બેઠક નક્કી થશે,વહીવટી તંત્ર જિલ્લા તેમજ બહારનાં વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરી મુજબ પ્રવેશ આપવામાં આવશે. 95% સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અપાશે.

હાલ 4100 વિદ્યાર્થીઓનું એડમિશન પૂર્ણ

MS યુનિવર્સિટીના વીસીએ જણાવ્યું હતું કે આ મામલે સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાનાં વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ? વડોદરાના વિદ્યાર્થીઓને કઈ રીતે ઉમેરો કરી સમાધાન આપી શકીએ? આ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રજૂઆત આવ્યા બાદ ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અમે જિલ્લા તેમજ બહારના વિદ્યાર્થીઓનું GCAS પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. જેમાં 4100 વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે.

ત્રણ રાઉન્ડમાં એડમિશન કરવામાં આવશે

હવે, નવા વિદ્યાર્થીઓ કઈ રીતે એડ થાય તે વિચારવાનું છે. કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે. રાઉન્ડ 1 પૂરો થશે ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે એ ખબર પડશે. GCAS પોર્ટલ પર ફરીથી પ્રક્રિયા કરાશે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓનાં એડમિશન થઈ જશે. તેમણે કહ્યું કે, 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાશે. 95 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે.

ધારાધોરણ મુજબ એડમિશન અપાશે

રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને પ્રવેશ પ્રક્રિયાનો નિર્યણ કર્યો છે. ગત વર્ષે 50 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળ્યો હતો તો આ વર્ષે કેમ નહિ? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, આ વર્ષે પરિસ્થિતિ અલગ છે, આ વર્ષે ધો. 12માં રીઝલ્ટ ઊંચું આવ્યું છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને નિર્યણ કર્યો છે. અમે બધા વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન આપી શકીએ.