Gujarat ACB News:Suratમાં 1 લાખનો પગારદાર અધિકારી 45 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત ફૂડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો ફૂડ લાયસન્સ આપવા 45 હજારની માંગી લાંચ મનપા અધિકારી સાથે કલાર્ક પણ ઝડપાયો ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી,પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે.ત્યારે સુરતના ફૂડ ઈન્સ્પેકટર હેમેન ગોહિલ અને તેમના કલાર્ક ગુલામ શેખ રૂપિયા 45 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.શાકભાજીના વેપારી પાસે લાંચ માંગી હતી.વેપારીએ લાયસન્સ મેળવવા SMCમાં ઓનલાઈન અરજી કરી હતી. ઓફીસમાં સ્વીકારી લાંચ શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા રૂ.45 હજાર લાંચ લેનાર 1.05 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી. શુક્રવારે લાંચ સ્વીકારી શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડયા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી.30 એપ્રિલ 2024ના રોજ મહિલા PSI લાંચ લેતા ઝડપાયાસુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા PSIને સુરત ACBએ ઝડપી પાડી હતી. 2 દિવસ પહેલા કરજણમાં લાંચ લેતા ઝડપાયો અધિકારી કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે ઝડપાયો હતો. આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી. ACBએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અધિકારી કોઇપણ કામ લાંચ લીધા વગર કામ કરતો ન હતો.

Gujarat ACB News:Suratમાં 1 લાખનો પગારદાર અધિકારી 45 હજારની લાંચ લેતા ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ફૂડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો
  • ફૂડ લાયસન્સ આપવા 45 હજારની માંગી લાંચ
  • મનપા અધિકારી સાથે કલાર્ક પણ ઝડપાયો

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી,પગાર તો આવે છે પણ સાથે સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળી છે અને તેમના મોંઘાદાટ મોજશોખ પણ પૂરા થાય છે.ત્યારે સુરતના ફૂડ ઈન્સ્પેકટર હેમેન ગોહિલ અને તેમના કલાર્ક ગુલામ શેખ રૂપિયા 45 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.શાકભાજીના વેપારી પાસે લાંચ માંગી હતી.વેપારીએ લાયસન્સ મેળવવા SMCમાં ઓનલાઈન અરજી કરી હતી.

ઓફીસમાં સ્વીકારી લાંચ

શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા રૂ.45 હજાર લાંચ લેનાર 1.05 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી.


શુક્રવારે લાંચ સ્વીકારી

શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડયા હતા. તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી.

30 એપ્રિલ 2024ના રોજ મહિલા PSI લાંચ લેતા ઝડપાયા

સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા PSI સહિત તેના પુત્રની રૂપિયા 8,000 ની લાંચ કેસમાં સુરત ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા PSI દ્વારા રૂપિયા 10,000 ની લાંચ માંગવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 8000 માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા PSIને સુરત ACBએ ઝડપી પાડી હતી.

2 દિવસ પહેલા કરજણમાં લાંચ લેતા ઝડપાયો અધિકારી

કરજણ તાલુકા સેવાસદનના સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા રંગે ઝડપાયો હતો. આ લાંચિયા નાયબ મામલતદારે વારસાઈમાં એન્ટ્રી મંજૂર કરવા લાંચ માગી હતી. ACBએ ભ્રષ્ટ અધિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ અધિકારી કોઇપણ કામ લાંચ લીધા વગર કામ કરતો ન હતો.