ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા : વડોદરામાં હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું

વડોદરા : વડતાલ તાબાના વડોદરા તથા રાજકોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાધારી સાધુઓ દ્વારા જ યુવતીઓને ફસાવીને દુષ્કૃત્યની ફરિયાદો નોંધાતા સંપ્રદાયના હરિભક્તોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ મામલે આજે વડોદરાના હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય તથા સનાતન ધર્મને બદનામ કરતા આવા તત્વો સામે કડક પગલા લેવા માગ કરી છે.બાવાઓ સંપ્રદાયના બંધારણ વિરૃધ્ધ વર્તી રહ્યા છે, હવસ સંતોષવા માટે સગીર બાળકોને દીક્ષા આપવામાં આવે છેઆજે સવારે મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા એ હતા કે સ્વામિનારાયણ ગુરૃકુળો શિક્ષણના કેન્દ્રના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે. સગીર બાળકો જે કોઇ પણ કરાર કરવા માટેની પણ સમજ નથી ધરાવતા તેમને દીક્ષા આપીને સાધુ બનાવવામાં આવે છે અને પોતાની હવસ સંતોષવા માટે આવા નિર્દોષ સગીર બાળકો સાથે સૃષ્ટીવિરૃધ્ધનું કૃત્ય કરવામા આવે છે. સગીર સાથે સૃષ્ટીવિરૃધ્ધનું કૃત્ય એક ગંભીર ગુનો છે. આવુ કૃત્ય કરનાર બાવાઓ શરમ સંકોચ અનુભવવાને બદલે જાણે મોટુ કૃત્ય કર્યુ હોય તેવુ વર્તન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે અને તેમાં સાધુઓ માટે અને ગૃહસ્થો માટે ચોક્કસ નિયમો નક્કી કરેલા છે પણ કેટલાક સાધુઓ બંધારણની વિરૃધ્ધ કામ કરી રહ્યા છે. ખાનગી સંસ્થાઓ, ગુરુકુળો બનાવીને સંપત્તિ એકઠી કરી રહ્યા છે.બની બેઠેલા ધર્મના વડા આવા સાધુઓના કરતુતોને છાવરે છે. હરિભક્તો પણ ક્યા સુધી સંયમ રાખે. રોષ હવે ફાટી નીકળ્યો છે અને સરકારે આ બાબતે સખત પગલા લેવા જોઇએ તેવી માગ છે. ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા : વડોદરામાં હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : વડતાલ તાબાના વડોદરા તથા રાજકોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાધારી સાધુઓ દ્વારા જ યુવતીઓને ફસાવીને દુષ્કૃત્યની ફરિયાદો નોંધાતા સંપ્રદાયના હરિભક્તોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આ મામલે આજે વડોદરાના હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆતો કરી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય તથા સનાતન ધર્મને બદનામ કરતા આવા તત્વો સામે કડક પગલા લેવા માગ કરી છે.

બાવાઓ સંપ્રદાયના બંધારણ વિરૃધ્ધ વર્તી રહ્યા છે, હવસ સંતોષવા માટે સગીર બાળકોને દીક્ષા આપવામાં આવે છે


આજે સવારે મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા એ હતા કે સ્વામિનારાયણ ગુરૃકુળો શિક્ષણના કેન્દ્રના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે. સગીર બાળકો જે કોઇ પણ કરાર કરવા માટેની પણ સમજ નથી ધરાવતા તેમને દીક્ષા આપીને સાધુ બનાવવામાં આવે છે અને પોતાની હવસ સંતોષવા માટે આવા નિર્દોષ સગીર બાળકો સાથે સૃષ્ટીવિરૃધ્ધનું કૃત્ય કરવામા આવે છે. સગીર સાથે સૃષ્ટીવિરૃધ્ધનું કૃત્ય એક ગંભીર ગુનો છે. આવુ કૃત્ય કરનાર બાવાઓ શરમ સંકોચ અનુભવવાને બદલે જાણે મોટુ કૃત્ય કર્યુ હોય તેવુ વર્તન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું પોતાનું બંધારણ છે અને તેમાં સાધુઓ માટે અને ગૃહસ્થો માટે ચોક્કસ નિયમો નક્કી કરેલા છે પણ કેટલાક સાધુઓ બંધારણની વિરૃધ્ધ કામ કરી રહ્યા છે. ખાનગી સંસ્થાઓ, ગુરુકુળો બનાવીને સંપત્તિ એકઠી કરી રહ્યા છે.

બની બેઠેલા ધર્મના વડા આવા સાધુઓના કરતુતોને છાવરે છે. હરિભક્તો પણ ક્યા સુધી સંયમ રાખે. રોષ હવે ફાટી નીકળ્યો છે અને સરકારે આ બાબતે સખત પગલા લેવા જોઇએ તેવી માગ છે. ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.