ભાવનગર-અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, હવામન વિભાગનું એલર્ટ જાહેર

Gujarat Rain Update: ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આજે (22 જૂન) વલસાડ જિલ્લામાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં સતત બીજા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના વલ્લભીપુર, નવાગામ, હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ પાટણા, પાણવી, તોતણીયાળા ,દત્રેટિયા, કાનપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. આ દરમિયાન હવામન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. ભાનગર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટોહવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું હતું. નોંધનીય છે કે, આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો બકો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. 23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ,  સુરતમાં  રસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. વલસાડમાં એનડીઆરએફની ટીમ તહેનાતહવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત  20થી 25 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આ તમામ શક્યતાઓને જોતા NDRFની એક ટીમ વલસાડમાં તહેનાત કરવામાં આવી છે.

ભાવનગર-અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, હવામન વિભાગનું એલર્ટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Monsoon

Gujarat Rain Update: ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આજે (22 જૂન) વલસાડ જિલ્લામાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં સતત બીજા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના વલ્લભીપુર, નવાગામ, હળીયાદ, દુદાધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ પાટણા, પાણવી, તોતણીયાળા ,દત્રેટિયા, કાનપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. આ દરમિયાન હવામન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 

ભાનગર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું હતું. નોંધનીય છે કે, આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો બકો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. 23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ,  સુરતમાં  રસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

વલસાડમાં એનડીઆરએફની ટીમ તહેનાત

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત  20થી 25 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આ તમામ શક્યતાઓને જોતા NDRFની એક ટીમ વલસાડમાં તહેનાત કરવામાં આવી છે.