Surat News: સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં, સગીર યુવકને સાધુ બનાવ્યાનો પરિવારનો આરોપ

પિતા પ્રવીણભાઈ સોજીત્રા એ આરોપ લગાવ્યો ધ્રુવને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો ગત 14 એપ્રિલ 2024 ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી સુરતમાં સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીર યુવકને સાધુ બનાવ્યાનો આરોપ પરિજનોએ લગાવતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો પરિવાર જનોનો ગંભીર આરોપ.મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. ધ્રુવ પ્રવીણ ભાઈ સોજીત્રાને સાધુ બનાવાયો. પિતા પ્રવીણભાઈ સોજીત્રાએ આરોપ લગાવ્યો. ધ્રુવને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો. ગત 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પિતા પ્રવીણ સોજીત્રા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી. પુત્ર ધ્રુવનું બ્રેનવોશ કરી દીધા હોવાનો પિતા પ્રવીણ સોજીત્રાનો આરોપએક વર્ષ પહેલા પરિવાર સાથે ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. જો કે જ્યારે સગીરના પિતાએ આ મામલે પુત્ર ગુમ થયાની અને સાધુ બની ગયાની ફરિયાદ દાખલ કરતા મંદિર ખાતે પોલીસ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વચ્ચે પડીને મામાલાને થાળે પાડવાની તજવીજ હાથ ધરી હતી.

Surat News: સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં, સગીર યુવકને સાધુ બનાવ્યાનો પરિવારનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પિતા પ્રવીણભાઈ સોજીત્રા એ આરોપ લગાવ્યો
  • ધ્રુવને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો
  • ગત 14 એપ્રિલ 2024 ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી 

સુરતમાં સિલ્વર ચોક ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીર યુવકને સાધુ બનાવ્યાનો આરોપ પરિજનોએ લગાવતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો પરિવાર જનોનો ગંભીર આરોપ.

મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી.

ધ્રુવ પ્રવીણ ભાઈ સોજીત્રાને સાધુ બનાવાયો. પિતા પ્રવીણભાઈ સોજીત્રાએ આરોપ લગાવ્યો. ધ્રુવને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો. ગત 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પિતા પ્રવીણ સોજીત્રા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી.

પુત્ર ધ્રુવનું બ્રેનવોશ કરી દીધા હોવાનો પિતા પ્રવીણ સોજીત્રાનો આરોપ

એક વર્ષ પહેલા પરિવાર સાથે ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. જો કે જ્યારે સગીરના પિતાએ આ મામલે પુત્ર ગુમ થયાની અને સાધુ બની ગયાની ફરિયાદ દાખલ કરતા મંદિર ખાતે પોલીસ પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વચ્ચે પડીને મામાલાને થાળે પાડવાની તજવીજ હાથ ધરી હતી.