વડોદરાના 28 જંકશન પર લાગશે 'નવા ટ્રાફિક સિગ્નલ' : 42 જંકશન પર સિગ્નલ અપડેટ કરાશે

image : FreepikVadodara Traffic Signal : વડોદરા શહેરમાં હયાત/નવિન ટ્રાફીક સિગ્નલની કામગીરી માટે સલાહકાર તરીકે નીમણુક કરેલને પ્રોજેક્ટ કોસ્ટના 1.75% મુજબ આપેલ હુકમની નાણાકીય મર્યાદા રૂ.10 લાખથી વધારી રૂ.25 લાખ કરવામાં આવશે.વડોદરા શહેરનાં વિસ્તારમાં નવિન ગામોનો સમાવિષ્ટ થતાં શહેરના વિસ્તારમાં વધારો થયેલ છે. શહેરનાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણમાં વધારો થયેલ છે. જેથી શહેરમાં આવેલ નવિન ત્રણ રસ્તાનાં/ચાર રસ્તાનાં જંક્શનો ખાતે નવિન ટ્રાફિક સીગ્નલ લગાડવાની જરૂરીયાત છે. શહેરનાં જુદાં-જુદાં જંક્શનો ખાતે ટ્રાફિક સીગ્નલની ટ્રાફિકની ડેન્સીટી મુજબ ડિઝાઈન થાય તે ખુબ જરૂરી છે.વડોદરા શહેરનાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણને નિયંત્રીત કરવા માટે જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક સિગ્નલ લગાડવાની જરૂરીયાત છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પેટે IT ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર નવીન સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ લગાડવાની તથા તેની હાલમાં નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.ટ્રાફિક સિગ્નલમાં વિવિધ કામગીરીનું આયોજન હાથ ધરવું જરૂરી જણાય છે. નવિન સમાવિષ્ટ વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ વડોદરા શહેરના અભીપ્રાય મુજબ નવિન સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા તથા તેનુ Comprehensive Maintenance કરવાનું રહે છે. જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપરના હયાત ટ્રાફીક સિગ્નલમાં જરૂરી અપગ્રેડેશન કરવાનું કામ તથા તેનુ કોમ્પ્રેહેન્સિવ મેન્ટેનન્સ કરવાનું કામ, જંકશનો ઉપરના સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ કાર્યરત છે. જેનું મેન્ટેનન્સનું કામ જુન-2024માં પુર્ણ થતું હોઇ આગામી સમય માટે મેન્ટેનન્સ કરવાનું કામ, ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા તથા તેની નિભાવણીની કામગીરી માટે અંદાજીત રૂ.5 લાખ પ્રોજેક્ટ કોસ્ટ થવાની શક્યતા મુજબ સલાહકારની નિમણુંક કરવાના કામે રૂ.10 લાખનો અંદાજ તૈયાર કરી કામની જાહેરાત આપી ભાવપત્રો મંગાવતા આવેલ લોએસ્ટ ઇજારદારનુ ભાવપત્રક પ્રોજેક્ટ કોસ્ટના 1.75% મુજબ આવેલ હતા.વડોદરા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક પોલીસ સાથે જરૂરી સંકલન કરી તેઓના સુચવ્યા મુજબના 28 જંકશન ખાતે નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે સલાહકાર પાસે અંદાજ તથા DPR બનાવડાવતા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે ઇલ્યુમિનેટેડ પોલ, સ્માર્ટ કંટ્રોલર મુજબ શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા (28 જંકશન), હયાત જુના ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા (42 જંકશન) તથા તેની 5 વર્ષ માટે (70 જંકશન) નિભાવણીની કામગીરી માટેનો DPR મુજબ અંદાજ રૂ.13,26,97,302 (પ્રોજેક્ટ કોસ્ટ) સલાહકાર દ્વારા રજુ કરવામાં આવેલ છે.

વડોદરાના 28 જંકશન પર લાગશે 'નવા ટ્રાફિક સિગ્નલ' : 42 જંકશન પર સિગ્નલ અપડેટ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Traffic Signalimage : Freepik

Vadodara Traffic Signal : વડોદરા શહેરમાં હયાત/નવિન ટ્રાફીક સિગ્નલની કામગીરી માટે સલાહકાર તરીકે નીમણુક કરેલને પ્રોજેક્ટ કોસ્ટના 1.75% મુજબ આપેલ હુકમની નાણાકીય મર્યાદા રૂ.10 લાખથી વધારી રૂ.25 લાખ કરવામાં આવશે.

વડોદરા શહેરનાં વિસ્તારમાં નવિન ગામોનો સમાવિષ્ટ થતાં શહેરના વિસ્તારમાં વધારો થયેલ છે. શહેરનાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણમાં વધારો થયેલ છે. જેથી શહેરમાં આવેલ નવિન ત્રણ રસ્તાનાં/ચાર રસ્તાનાં જંક્શનો ખાતે નવિન ટ્રાફિક સીગ્નલ લગાડવાની જરૂરીયાત છે. શહેરનાં જુદાં-જુદાં જંક્શનો ખાતે ટ્રાફિક સીગ્નલની ટ્રાફિકની ડેન્સીટી મુજબ ડિઝાઈન થાય તે ખુબ જરૂરી છે.

વડોદરા શહેરનાં રસ્તાઓ ઉપર ટ્રાફિકનાં ભારણને નિયંત્રીત કરવા માટે જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક સિગ્નલ લગાડવાની જરૂરીયાત છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પેટે IT ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર નવીન સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ લગાડવાની તથા તેની હાલમાં નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

ટ્રાફિક સિગ્નલમાં વિવિધ કામગીરીનું આયોજન હાથ ધરવું જરૂરી જણાય છે. નવિન સમાવિષ્ટ વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ વડોદરા શહેરના અભીપ્રાય મુજબ નવિન સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા તથા તેનુ Comprehensive Maintenance કરવાનું રહે છે. જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપરના હયાત ટ્રાફીક સિગ્નલમાં જરૂરી અપગ્રેડેશન કરવાનું કામ તથા તેનુ કોમ્પ્રેહેન્સિવ મેન્ટેનન્સ કરવાનું કામ, જંકશનો ઉપરના સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ કાર્યરત છે. જેનું મેન્ટેનન્સનું કામ જુન-2024માં પુર્ણ થતું હોઇ આગામી સમય માટે મેન્ટેનન્સ કરવાનું કામ, ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા તથા તેની નિભાવણીની કામગીરી માટે અંદાજીત રૂ.5 લાખ પ્રોજેક્ટ કોસ્ટ થવાની શક્યતા મુજબ સલાહકારની નિમણુંક કરવાના કામે રૂ.10 લાખનો અંદાજ તૈયાર કરી કામની જાહેરાત આપી ભાવપત્રો મંગાવતા આવેલ લોએસ્ટ ઇજારદારનુ ભાવપત્રક પ્રોજેક્ટ કોસ્ટના 1.75% મુજબ આવેલ હતા.

વડોદરા શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર ટ્રાફીક પોલીસ સાથે જરૂરી સંકલન કરી તેઓના સુચવ્યા મુજબના 28 જંકશન ખાતે નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે સલાહકાર પાસે અંદાજ તથા DPR બનાવડાવતા નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવાના કામે ઇલ્યુમિનેટેડ પોલ, સ્માર્ટ કંટ્રોલર મુજબ શહેરના જુદા-જુદા ત્રણ રસ્તાના જંકશનો/ચાર રસ્તાના જંકશનો ઉપર નવિન ટ્રાફીક સિગ્નલ લગાડવા (28 જંકશન), હયાત જુના ટ્રાફીક સિગ્નલમાં જરૂરી સુધારા વધારા (42 જંકશન) તથા તેની 5 વર્ષ માટે (70 જંકશન) નિભાવણીની કામગીરી માટેનો DPR મુજબ અંદાજ રૂ.13,26,97,302 (પ્રોજેક્ટ કોસ્ટ) સલાહકાર દ્વારા રજુ કરવામાં આવેલ છે.