Arvalli News : માલપુરના ચોરીવાડ ખાતેથી 13.93 લાખની રદ થયેલી નોટો કરાઈ

માલપુરના ચોરીવાડ ખાતેથી ઝડપાઈ રદ થયેલી ચલણી નોટો જિજ્ઞેશ પટેલ નામના શખ્સ પાસેથી નોટો કરાઈ જપ્ત જૂની રદ થયેલી 500ના દરની 2292 નોટો જપ્ત અરવલ્લીના માલપુરના ચોરીવાડ ખાતેથી રદ થયેલી જુની ચલણી નોટો સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે,1000ના દરની 198 નોટો પોલીસે કરી છે, જપ્ત 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટો ઝડપાઇ છે,શહેરા તાલુકાના પાલિખંડા ગામનો જીગ્નેશ પટેલ બાઇક પર સવાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.17 એપ્રિલ 2024ના રોજ જૂનાગઢમાંથી ઝડપાઈ હતી ચલણી નોટસોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આજે મોટી સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના ભવનાથમાં રહેતા હરેશ સોલંકી પાસેથી ઉના શહેરમાંથી નકલી ચલણી નોટો બરામદ થઈ છે. સમગ્ર મામલામાં પોલીસે આરોપી હરેશ સોલંકીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી હતી.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી પૂર્વ બાતમીને આધારે આજે ઉના શહેરમાંથી આરોપીની શંકાસ્પદ હિલચાલને આધારે પોલીસે પુછપરછ કરી હતી. તેની પાસેથી 16 હજાર રૂપિયાની 500ના દરની બનાવટી કે નકલી નોટ પકડી પાડવામાં આવી હતી. હાલ આરોપી પોલીસની પકડમાં છે. નકલી નોટને લઈ અમદાવાદ SOGમાં ફરિયાદ અમદાવાદ શહેરની રિઝર્વ બેંક ઉપરાંત ખાનગી તેમજ અલગ-અલગ સહકારી બેંકોમાં 2 હજાર, 500 અને 100 રૂપિયાની 6.70 લાખની નકલી નોટો જમા કરાવવામાં આવી છે. જે પૈકી કેટલાક ગઠીયાઓ નાના બાળકોને રમવા માટે વપરાતી ચિલ્ડ્રન બેંકની નોટો પણ જમા કરાવી ગયા છે. આ મામલે SOGમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હાથધરી છે તપાસ વિવિધ બેંકો દ્વારા SOGમાં આપેલી ફરિયાદના જણાવ્યા અનુસાર, 10 રૂપિયાથી લઈને 2000 સુધીના દરની કુલ 1523 નકલી નોટ પકડાઈ છે. ખાસ વાત એ છે કે, ચિલ્ડ્રન બેંકની નોટો પણ બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી 2000ની 88 નોટ પણ જમા કરાવવામાં આવી છે. જણાવી દઈએ કે, જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં પૈસા જમા કરાવવા જાય, ત્યારે જો કોઈ નકલી નોટ પકડાય તો તેને કેશિયર અલગ મૂકી દે છે. આવી તમામ નકલીન ચલણી નોટો એકઠી કરવામાં આવે છે અને વર્ષના અંતે SOGને સોંપી દેવામાં આવે છે. હાલ તો SOGએ આવી નકલી નોટોને અલગ-અલગ બેંકોમાં જમા કરાવીને બજારમાં ગેરકાયદેસર ફરતી કરવાનું નેટવર્ક ચાલે છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Arvalli News : માલપુરના ચોરીવાડ ખાતેથી 13.93 લાખની રદ થયેલી નોટો કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલપુરના ચોરીવાડ ખાતેથી ઝડપાઈ રદ થયેલી ચલણી નોટો
  • જિજ્ઞેશ પટેલ નામના શખ્સ પાસેથી નોટો કરાઈ જપ્ત
  • જૂની રદ થયેલી 500ના દરની 2292 નોટો જપ્ત

અરવલ્લીના માલપુરના ચોરીવાડ ખાતેથી રદ થયેલી જુની ચલણી નોટો સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે,1000ના દરની 198 નોટો પોલીસે કરી છે, જપ્ત 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટો ઝડપાઇ છે,શહેરા તાલુકાના પાલિખંડા ગામનો જીગ્નેશ પટેલ બાઇક પર સવાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.

17 એપ્રિલ 2024ના રોજ જૂનાગઢમાંથી ઝડપાઈ હતી ચલણી નોટ

સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આજે મોટી સફળતા મળી છે. પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના ભવનાથમાં રહેતા હરેશ સોલંકી પાસેથી ઉના શહેરમાંથી નકલી ચલણી નોટો બરામદ થઈ છે. સમગ્ર મામલામાં પોલીસે આરોપી હરેશ સોલંકીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી હતી.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી પૂર્વ બાતમીને આધારે આજે ઉના શહેરમાંથી આરોપીની શંકાસ્પદ હિલચાલને આધારે પોલીસે પુછપરછ કરી હતી. તેની પાસેથી 16 હજાર રૂપિયાની 500ના દરની બનાવટી કે નકલી નોટ પકડી પાડવામાં આવી હતી. હાલ આરોપી પોલીસની પકડમાં છે.

નકલી નોટને લઈ અમદાવાદ SOGમાં ફરિયાદ

અમદાવાદ શહેરની રિઝર્વ બેંક ઉપરાંત ખાનગી તેમજ અલગ-અલગ સહકારી બેંકોમાં 2 હજાર, 500 અને 100 રૂપિયાની 6.70 લાખની નકલી નોટો જમા કરાવવામાં આવી છે. જે પૈકી કેટલાક ગઠીયાઓ નાના બાળકોને રમવા માટે વપરાતી ચિલ્ડ્રન બેંકની નોટો પણ જમા કરાવી ગયા છે. આ મામલે SOGમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે હાથધરી છે તપાસ

વિવિધ બેંકો દ્વારા SOGમાં આપેલી ફરિયાદના જણાવ્યા અનુસાર, 10 રૂપિયાથી લઈને 2000 સુધીના દરની કુલ 1523 નકલી નોટ પકડાઈ છે. ખાસ વાત એ છે કે, ચિલ્ડ્રન બેંકની નોટો પણ બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે. આ સિવાય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી 2000ની 88 નોટ પણ જમા કરાવવામાં આવી છે. જણાવી દઈએ કે, જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં પૈસા જમા કરાવવા જાય, ત્યારે જો કોઈ નકલી નોટ પકડાય તો તેને કેશિયર અલગ મૂકી દે છે. આવી તમામ નકલીન ચલણી નોટો એકઠી કરવામાં આવે છે અને વર્ષના અંતે SOGને સોંપી દેવામાં આવે છે. હાલ તો SOGએ આવી નકલી નોટોને અલગ-અલગ બેંકોમાં જમા કરાવીને બજારમાં ગેરકાયદેસર ફરતી કરવાનું નેટવર્ક ચાલે છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.