દિલ્હી મોન્યુમેન્ટની નકલી NOCથી બિલ્ડરે મસ્જિદ પાસે બિલ્ડિંગ બનાવી વેચી મારી

ગાયકવાડ હવેલીની ઘટના : અગાઉ બિલ્ડરે મોન્યુમેન્ટમાંથી NOC મેળવી હતીવધુ બાંધકામ કરવા કારસ્તાન કર્યું, RTIમાં એનઓસી માગતા બિલ્ડરનો ભાંડો ફૂટયો નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસ પાસેથી એનઓસી મેળવીને બાંધકામ કર્યું ગાયકવાડમાં એક મસ્જિદ પાસે રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું હોવાથી બિલ્ડરે દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસ પાસેથી એનઓસી મેળવીને બાંધકામ કર્યું હતું, પરંતુ વધુ બાંધકામ કરવું હોવાથી બિલ્ડરે ફરીથી દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસથી એનઓસી માગીને બાંધકામ કરીને વેચાણ કર્યું હતું. એક આરટીઆઇમાં એનઓસી અંગે માહિતી માગતા ખોટી હોવાનો ભાંડો ફૂટયો હતો. આ અંગે બિલ્ડરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના કર્મી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. કાલુપુરમાં રહેતા મોઇનુદ્દીન શેખ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2012માં આસ્ટોડિયા છીપા કોમ્યુનિટી હોલની પાસે જુદા જુદા સરવે નંબરની 905 મીટર જમીન તેઓ, મોહમદયુસુફ મોઇનદ્દીન, શાહીનબાનુ, જહાંગીર હકિમ, નાદીરખાન બલોચ અને યાસિન દેવડીવાલાની સંયુક્ત છે. તેઓને તેમના અન્ય ભાગીદારોએ જમીન બાબતે પાવર ઓફ એર્ટની કરી આપી હતી. આ જમીન પર કોમર્શિયલ - રહેણાક બાંધકામ કરવાનું મોઇનદ્દીન શેખે વિચાર્યું હતું, પરંતુ જમીનને અડીને મસ્જિદ આવેલી હોવાથી તેની ઇમારત સંરક્ષિતમાં સમાવેશ થાય છે. આથી જમીન પર બાંધકામ મામલે દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીમાંથી એનઓસી મેળવીને સલમાન એવન્યૂ નામથી ફ્લેટ અને દુકાનોની સ્કીમ બનાવવા માટે છસ્ઝ્રમાંથી પ્લાન પાસ કરાવ્યો હતો. જોકે, વધુ બાંધકામ કરવુ હોવાથી ફરીથી દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીમાં એનઓસી મેળવવા મોઇનુદ્દીએ આશિફ રિયાવાલાને ત્રણ લાખમાં કામ સોંપ્યું હતું. જે મંજૂરી મળી જતા કોર્પોરેશનમાંથી સાત માળનો રિવાઇઝડ પ્લાન પાસ કરાવીને ફ્લેટો અને દુકાનો બનાવીને વેચાણ કરી હતી. થોડા મહિનાઓ પહેલા એક એક્ટિવિસ્ટે આરટીઆઇ કરીને એનઓસી બાબતે માહિતી માગતા સામે આવ્યું કે, દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીના કર્મી કોમલ તનવરે ખોટા સ્ટેમ્પ લગાવીને એનઓસી આપી હોવાનો પર્દાફાશ થયો હતો. આ અંગે બિલ્ડર મોઇનુદ્દીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દિલ્હીના કોમલ તનવરે વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હી મોન્યુમેન્ટની નકલી NOCથી બિલ્ડરે મસ્જિદ પાસે બિલ્ડિંગ બનાવી વેચી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાયકવાડ હવેલીની ઘટના : અગાઉ બિલ્ડરે મોન્યુમેન્ટમાંથી NOC મેળવી હતી
  • વધુ બાંધકામ કરવા કારસ્તાન કર્યું, RTIમાં એનઓસી માગતા બિલ્ડરનો ભાંડો ફૂટયો
  • નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસ પાસેથી એનઓસી મેળવીને બાંધકામ કર્યું

ગાયકવાડમાં એક મસ્જિદ પાસે રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવાનું હોવાથી બિલ્ડરે દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસ પાસેથી એનઓસી મેળવીને બાંધકામ કર્યું હતું, પરંતુ વધુ બાંધકામ કરવું હોવાથી બિલ્ડરે ફરીથી દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીની ઓફિસથી એનઓસી માગીને બાંધકામ કરીને વેચાણ કર્યું હતું. એક આરટીઆઇમાં એનઓસી અંગે માહિતી માગતા ખોટી હોવાનો ભાંડો ફૂટયો હતો. આ અંગે બિલ્ડરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દિલ્હી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના કર્મી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કાલુપુરમાં રહેતા મોઇનુદ્દીન શેખ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2012માં આસ્ટોડિયા છીપા કોમ્યુનિટી હોલની પાસે જુદા જુદા સરવે નંબરની 905 મીટર જમીન તેઓ, મોહમદયુસુફ મોઇનદ્દીન, શાહીનબાનુ, જહાંગીર હકિમ, નાદીરખાન બલોચ અને યાસિન દેવડીવાલાની સંયુક્ત છે. તેઓને તેમના અન્ય ભાગીદારોએ જમીન બાબતે પાવર ઓફ એર્ટની કરી આપી હતી. આ જમીન પર કોમર્શિયલ - રહેણાક બાંધકામ કરવાનું મોઇનદ્દીન શેખે વિચાર્યું હતું, પરંતુ જમીનને અડીને મસ્જિદ આવેલી હોવાથી તેની ઇમારત સંરક્ષિતમાં સમાવેશ થાય છે. આથી જમીન પર બાંધકામ મામલે દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીમાંથી એનઓસી મેળવીને સલમાન એવન્યૂ નામથી ફ્લેટ અને દુકાનોની સ્કીમ બનાવવા માટે છસ્ઝ્રમાંથી પ્લાન પાસ કરાવ્યો હતો. જોકે, વધુ બાંધકામ કરવુ હોવાથી ફરીથી દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીમાં એનઓસી મેળવવા મોઇનુદ્દીએ આશિફ રિયાવાલાને ત્રણ લાખમાં કામ સોંપ્યું હતું. જે મંજૂરી મળી જતા કોર્પોરેશનમાંથી સાત માળનો રિવાઇઝડ પ્લાન પાસ કરાવીને ફ્લેટો અને દુકાનો બનાવીને વેચાણ કરી હતી. થોડા મહિનાઓ પહેલા એક એક્ટિવિસ્ટે આરટીઆઇ કરીને એનઓસી બાબતે માહિતી માગતા સામે આવ્યું કે, દિલ્હી મોન્યુમેન્ટ ઓથોરિટીના કર્મી કોમલ તનવરે ખોટા સ્ટેમ્પ લગાવીને એનઓસી આપી હોવાનો પર્દાફાશ થયો હતો. આ અંગે બિલ્ડર મોઇનુદ્દીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દિલ્હીના કોમલ તનવરે વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.