Rajkot News : ઉનાળુ વેકેશનને લઈ રાજકોટ એસટી દ્વારા દોડાવાશે વધુ બસો

રાજકોટ એસટી દ્વારા વેકેશનને લઈ વધુ બસો દોડાવશે હાલ 15 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે વેકેશન શરૂ થતાં એડવાન્સ બુકિંગમાં ઘસારો ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ એસટી ડિવિઝન દ્વારાર આજથી વેકેનશનને લઈ વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે,ઉનાળુ વેકેશનની શરૂઆત થતા એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે.રાજકોટ એસટી ડિવિઝનના તમામ નવા જેપો જેમાં રાજકોટ એસટી બસપોર્ટ,ગોંડલ,મોરબી,જસદણ,વાંકાનેર,ચોટીલા,ધ્રાંગધા અને સુરેન્દ્રનગર સહિતના ડેપોના મેનેજરોને જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવા માટે સૂચના અપાઈ છે,પ્રારંભિક તબક્કે 15 વધારાની બસો દોડાવવાનુ પ્લાનિંગ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું છે.ફરવાલાયક સ્થળોએ વધુ બસ દોડશેમુખ્યત્વે ફરવાલાય સ્થળોએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર લાઈન તરફ આ એસટી બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.રાજકોટ એસટીની દૈનિક આવક 50 લાખ કરતા વધુ છે.આ એ,સટી બસોમાં જો તમારે મુસાફરી કરવી હશે તો તમે ગ્રુપ બુકિંગ અને એડવાન્સ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. કયા રૂટો પર દોડશે બસ દ્વારકા,સોમનાથ,કચ્છ,ભુજ,સ્ટેચ્યુ ઓફ યુનિટી,અમદાવાદ,સુરત,વેરાવળ,ઉના,દીવ,ભાવનગર,જામનગર રૂટ પર વધુ બસો દોડાવવામાં આવશે. કયા રૂટ પર એડવાન્સ બુકિંગ માટે ધસારો અમદાવાદ,સુરત,સ્ટેચ્યુ ઓફ યુનિટી,નાથદ્વારા,ઉદયપુર,શિરડી,નાસિક,અંબાજી,દિવ,દમણ,જૂનાગઢ રૂટ પર એડવાન્સ બુકિંગ માટે ધસારો જોવા મળ્યો છે.રાજયના નાગરિકો લઈ શકશે લાભ નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. 

Rajkot News : ઉનાળુ વેકેશનને લઈ રાજકોટ એસટી દ્વારા દોડાવાશે વધુ બસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ એસટી દ્વારા વેકેશનને લઈ વધુ બસો દોડાવશે
  • હાલ 15 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
  • વેકેશન શરૂ થતાં એડવાન્સ બુકિંગમાં ઘસારો

ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ એસટી ડિવિઝન દ્વારાર આજથી વેકેનશનને લઈ વધુ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે,ઉનાળુ વેકેશનની શરૂઆત થતા એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે.રાજકોટ એસટી ડિવિઝનના તમામ નવા જેપો જેમાં રાજકોટ એસટી બસપોર્ટ,ગોંડલ,મોરબી,જસદણ,વાંકાનેર,ચોટીલા,ધ્રાંગધા અને સુરેન્દ્રનગર સહિતના ડેપોના મેનેજરોને જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવા માટે સૂચના અપાઈ છે,પ્રારંભિક તબક્કે 15 વધારાની બસો દોડાવવાનુ પ્લાનિંગ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું છે.

ફરવાલાયક સ્થળોએ વધુ બસ દોડશે

મુખ્યત્વે ફરવાલાય સ્થળોએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર લાઈન તરફ આ એસટી બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.રાજકોટ એસટીની દૈનિક આવક 50 લાખ કરતા વધુ છે.આ એ,સટી બસોમાં જો તમારે મુસાફરી કરવી હશે તો તમે ગ્રુપ બુકિંગ અને એડવાન્સ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો.

કયા રૂટો પર દોડશે બસ

દ્વારકા,સોમનાથ,કચ્છ,ભુજ,સ્ટેચ્યુ ઓફ યુનિટી,અમદાવાદ,સુરત,વેરાવળ,ઉના,દીવ,ભાવનગર,જામનગર રૂટ પર વધુ બસો દોડાવવામાં આવશે.

કયા રૂટ પર એડવાન્સ બુકિંગ માટે ધસારો

અમદાવાદ,સુરત,સ્ટેચ્યુ ઓફ યુનિટી,નાથદ્વારા,ઉદયપુર,શિરડી,નાસિક,અંબાજી,દિવ,દમણ,જૂનાગઢ રૂટ પર એડવાન્સ બુકિંગ માટે ધસારો જોવા મળ્યો છે.

રાજયના નાગરિકો લઈ શકશે લાભ

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.