Ahmedabad-Mumbai રૂટ પર બુલેટ ટ્રેન પકડશે રફ્તાર..! 394 મીટર લાંબી ટનલ તૈયાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયમાં થશે પૂર્ણનવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું નિર્માણ પૂર્ણ 394 મીટર લાંબી ટનલ માત્ર 6 મહિનામાં બનાવવામાં આવી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને માહિતી આપી છે કે નવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. ઘણસોલી ખાતે વધારાની સંચાલિત મધ્યવર્તી ટનલનું કામ ચાલી રહ્યું છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું કામ પણ ઝડપી કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ હેઠળ ખોદકામનું કામ ગયા વર્ષે 6 ડિસેમ્બરે શરૂ થયું હતું.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટૂંક સમયમાં થશે પૂર્ણબુલેટ ટ્રેનની 394 મીટર લાંબી ટનલ માત્ર 6 મહિનામાં બનાવવામાં આવી છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કંટ્રોલ સાથે 214 વખત વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ADIT ના ખોદકામમાં સલામતીના ધોરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડનો ઉપયોગ કરીને 3.3 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ ADIT 26 મીટર ઊંચુ છે. દરેક બાજુએ 1.6 મીટર ટનલિંગનું કામ કરવાનું છે.મશીન વડે 16 કિલોમીટરની ટનલ ખોદવામાં આવશે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવનાર છે. જેમાં બોરિંગ મશીન વડે 16 કિલોમીટરનું ખોદકામ કરવામાં આવશે. 5 કિલોમીટરની ટનલ NATM (નવી ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવનાર છે. ADIT બાંધકામ અને કામગીરી બાદ મુખ્ય ટનલ સુધી વાહનોની સીધી એન્ટ્રી થશે. બાંધકામ દરમિયાન પણ આનું ધ્યાન રાખવામાં આવશે જેથી ઈમરજન્સીના કિસ્સામાં ઝડપથી સ્થળાંતર થઈ શકે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ માહિતી આપી છે કે BKC થી શિલફાટા ખાતે મુંબઈ સ્ટેશનને જોડતી ટનલ ઝડપથી બનાવવામાં આવી રહી છે. આ ટનલ લગભગ 21 કિલોમીટર લાંબી બનવાની છે. આ ટનલનો લગભગ 7 કિલોમીટર થાણે ક્રીકમાં સમુદ્રની નીચેથી પસાર થશે.

Ahmedabad-Mumbai રૂટ પર બુલેટ ટ્રેન પકડશે રફ્તાર..! 394 મીટર લાંબી ટનલ તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયમાં થશે પૂર્ણ
  • નવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું નિર્માણ પૂર્ણ 
  • 394 મીટર લાંબી ટનલ માત્ર 6 મહિનામાં બનાવવામાં આવી 

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને માહિતી આપી છે કે નવી મુંબઈમાં 394 મીટર લાંબી ટનલનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. ઘણસોલી ખાતે વધારાની સંચાલિત મધ્યવર્તી ટનલનું કામ ચાલી રહ્યું છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું કામ પણ ઝડપી કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ હેઠળ ખોદકામનું કામ ગયા વર્ષે 6 ડિસેમ્બરે શરૂ થયું હતું.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ટૂંક સમયમાં થશે પૂર્ણ

બુલેટ ટ્રેનની 394 મીટર લાંબી ટનલ માત્ર 6 મહિનામાં બનાવવામાં આવી છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કંટ્રોલ સાથે 214 વખત વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ADIT ના ખોદકામમાં સલામતીના ધોરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડનો ઉપયોગ કરીને 3.3 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. આ ADIT 26 મીટર ઊંચુ છે. દરેક બાજુએ 1.6 મીટર ટનલિંગનું કામ કરવાનું છે.


મશીન વડે 16 કિલોમીટરની ટનલ ખોદવામાં આવશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવનાર છે. જેમાં બોરિંગ મશીન વડે 16 કિલોમીટરનું ખોદકામ કરવામાં આવશે. 5 કિલોમીટરની ટનલ NATM (નવી ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવનાર છે. ADIT બાંધકામ અને કામગીરી બાદ મુખ્ય ટનલ સુધી વાહનોની સીધી એન્ટ્રી થશે. બાંધકામ દરમિયાન પણ આનું ધ્યાન રાખવામાં આવશે જેથી ઈમરજન્સીના કિસ્સામાં ઝડપથી સ્થળાંતર થઈ શકે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ માહિતી આપી છે કે BKC થી શિલફાટા ખાતે મુંબઈ સ્ટેશનને જોડતી ટનલ ઝડપથી બનાવવામાં આવી રહી છે. આ ટનલ લગભગ 21 કિલોમીટર લાંબી બનવાની છે. આ ટનલનો લગભગ 7 કિલોમીટર થાણે ક્રીકમાં સમુદ્રની નીચેથી પસાર થશે.