Surat News: કુરિયર કંપનીની ઓફિસમાં લાગેલ આગ મામલે મોટો ઘટસ્ફોટ

ઉધના વિસ્તારમાં એક કુરિયર કંપનીની ઓફિસમાં લાગી હતી આગઆ ઘટનામાં ઉધના પોલીસે કર્યો લાખોની ચોરીનો મોટો ખુલાસો સિક્યુરિટીવ કંપનીના સુપરવાઇઝર સહિત કુલ 3 લોકોની ધરપકડ સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુરિયર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગની ઘટના મામલે ઉધના પોલીસ કુરિયર ઓફિસ પર તપાસ કરવા પહોંચી હતી. પોલીસને કેટલીક વસ્તુઓ પર શંકા જણાઈ હતી અને ત્યારબાદ કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જની કડક પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. કંપનીમાં કામ કરતાં ત્રણ શખ્સોએ જ કંપનીમાંથી લાખો રૂપિયાના મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરીને ઓફિસમાં આગ લગાડી દીધી હોવાનો હોવાનો ખુલાસો થયો હતો. અંતે પોલીસે કંપનીમાં જ કામ કરતા સિક્યુરિટીવ કંપનીના સુપરવાઇઝર તેમજ અન્ય એકની ધરપકડ કરી. ઉપરાંત આ ત્રણેય પાસેથી 35,51,920નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંડેસરાના દક્ષેશ્વર મંદિર નજીક આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નંબર 16માં બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામની કંપનીમાં 3 જૂન 2024ના રોજ આગની ઘટના બની હતી. આ ઘટનાને લઈને ઉધના પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ કુરિયરની ઓફિસ પર તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે પોલીસને કેટલીક બાબતો પર શંકા ગઈ હતી. કારણ કે ઓફિસમાં રહેલા ડ્રોઅરના ખાનાના લોક તૂટેલા જણાયા હતા. ત્યારબાદ, પોલીસે આ સમગ્ર મામલે કંપનીમાં સિક્યોરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બની સિટીની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ગોપાલે પોલીસને ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને ગોપાલ પર શંકા જતા પોલીસ દ્વારા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને તેને કંપનીના સુપરવાઇઝર જાવેદ અલીના કહેવાથી બદરૂ આહિર અને જાવેદ અલી સાથે મળીને કંપનીમાં ચોરી કર્યા બાદ કંપનીમાં આગ લગાડી હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા કંપનીમાં સિક્યુરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બનીસીટીએ કંપનીમાં બે દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગેલા બદરૂ આહિર તેમજ કંપનીના સુપરવાઇઝર જાવેદઅલી સૈયદની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી પાસેથી 35,51,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 35 લાખના મુદ્દામાલમાં 8,25,920 રૂપિયાની રોકડ રકમ અલગ અલગ કંપનીના 26,96,000 રૂપિયાના 40 મોબાઇલ એક ડીવીઆર તેમજ એક લેપટોપનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે, કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા જાવેદઅલી દ્વારા ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને ચોરી બાદ આગ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર ઘટના આગની કહી શકાય. ગોપાલે એવું પણ જણાવ્યું હતું કે, તેને ડ્રાઇવર તરીકે કામ કરતા બદરૂ આહીરને તેના ખોટા ડોક્યુમેન્ટો બનાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી અપાવી હતી અને ત્યારબાદ આ ત્રણેય સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

Surat News: કુરિયર કંપનીની ઓફિસમાં લાગેલ આગ મામલે મોટો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉધના વિસ્તારમાં એક કુરિયર કંપનીની ઓફિસમાં લાગી હતી આગ
  • આ ઘટનામાં ઉધના પોલીસે કર્યો લાખોની ચોરીનો મોટો ખુલાસો
  • સિક્યુરિટીવ કંપનીના સુપરવાઇઝર સહિત કુલ 3 લોકોની ધરપકડ

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુરિયર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગની ઘટના મામલે ઉધના પોલીસ કુરિયર ઓફિસ પર તપાસ કરવા પહોંચી હતી. પોલીસને કેટલીક વસ્તુઓ પર શંકા જણાઈ હતી અને ત્યારબાદ કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જની કડક પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. કંપનીમાં કામ કરતાં ત્રણ શખ્સોએ જ કંપનીમાંથી લાખો રૂપિયાના મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરીને ઓફિસમાં આગ લગાડી દીધી હોવાનો હોવાનો ખુલાસો થયો હતો. અંતે પોલીસે કંપનીમાં જ કામ કરતા સિક્યુરિટીવ કંપનીના સુપરવાઇઝર તેમજ અન્ય એકની ધરપકડ કરી. ઉપરાંત આ ત્રણેય પાસેથી 35,51,920નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાંડેસરાના દક્ષેશ્વર મંદિર નજીક આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નંબર 16માં બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામની કંપનીમાં 3 જૂન 2024ના રોજ આગની ઘટના બની હતી. આ ઘટનાને લઈને ઉધના પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ કુરિયરની ઓફિસ પર તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે પોલીસને કેટલીક બાબતો પર શંકા ગઈ હતી. કારણ કે ઓફિસમાં રહેલા ડ્રોઅરના ખાનાના લોક તૂટેલા જણાયા હતા.

ત્યારબાદ, પોલીસે આ સમગ્ર મામલે કંપનીમાં સિક્યોરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બની સિટીની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ગોપાલે પોલીસને ભરમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને ગોપાલ પર શંકા જતા પોલીસ દ્વારા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને તેને કંપનીના સુપરવાઇઝર જાવેદ અલીના કહેવાથી બદરૂ આહિર અને જાવેદ અલી સાથે મળીને કંપનીમાં ચોરી કર્યા બાદ કંપનીમાં આગ લગાડી હોવાની કબુલાત કરી હતી.

આ સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા કંપનીમાં સિક્યુરિટીવ તરીકે કામ કરતા ગોપાલરાવ બનીસીટીએ કંપનીમાં બે દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગેલા બદરૂ આહિર તેમજ કંપનીના સુપરવાઇઝર જાવેદઅલી સૈયદની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી પાસેથી 35,51,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 35 લાખના મુદ્દામાલમાં 8,25,920 રૂપિયાની રોકડ રકમ અલગ અલગ કંપનીના 26,96,000 રૂપિયાના 40 મોબાઇલ એક ડીવીઆર તેમજ એક લેપટોપનો સમાવેશ થાય છે.

આ સમગ્ર મામલે ગોપાલે પોલીસને જણાવ્યું હતું કે, કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા જાવેદઅલી દ્વારા ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને ચોરી બાદ આગ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર ઘટના આગની કહી શકાય. ગોપાલે એવું પણ જણાવ્યું હતું કે, તેને ડ્રાઇવર તરીકે કામ કરતા બદરૂ આહીરને તેના ખોટા ડોક્યુમેન્ટો બનાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી અપાવી હતી અને ત્યારબાદ આ ત્રણેય સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.