રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ કરશે અખંડ નવચંડી યજ્ઞ

ગાંધીનગરમાં રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ અખંડ નવચંડી યજ્ઞની જાહેરાત કરી સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો: ગીતાબા પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જેમાં હવે ગાંધીનગરમાં ક્ષત્રાણીઓ અખંડ નવચંડી યજ્ઞ કરશે. તેમાં ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જાહેરાત કરી છે. તેમાં ગીતાબાએ જણાવ્યું છે કે રૂપાલાના સમર્થનમાં આવતા અનેક આગેવાનને જય માતાજી. સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો: ગીતાબા ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જણાવ્યું છે કે સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો. વિવાદીત નિવેદન બોલી ક્ષત્રિયનું અપમાન કર્યું છે. ક્ષત્રિય સમાજ માંગને લઈ મક્કમ છે. તેમજ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે. અગાઉ ક્ષત્રિય સમાજની બેઠક અંગે ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારે કહ્યું હતું કે, આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળેલી હતી. અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતા અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કહી અંદર જવા દેવામાં આવ્યા નહોતા. આ કોઈ સમાધાન નથી, જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવું છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજ ભરી વાતો કરશે તો તેમની પાછળથી પણ સિંહ અમે હટાવી દઈશું. ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યા હતા. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ કરશે અખંડ નવચંડી યજ્ઞ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
  • ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ અખંડ નવચંડી યજ્ઞની જાહેરાત કરી
  • સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો: ગીતાબા

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જેમાં હવે ગાંધીનગરમાં ક્ષત્રાણીઓ અખંડ નવચંડી યજ્ઞ કરશે. તેમાં ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જાહેરાત કરી છે. તેમાં ગીતાબાએ જણાવ્યું છે કે રૂપાલાના સમર્થનમાં આવતા અનેક આગેવાનને જય માતાજી.

સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો: ગીતાબા

ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જણાવ્યું છે કે સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં વિવાદીત નિવેદન સામે ફોર્મ પરત લો. વિવાદીત નિવેદન બોલી ક્ષત્રિયનું અપમાન કર્યું છે. ક્ષત્રિય સમાજ માંગને લઈ મક્કમ છે. તેમજ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે. અગાઉ ક્ષત્રિય સમાજની બેઠક અંગે ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારે કહ્યું હતું કે, આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળેલી હતી. અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતા અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કહી અંદર જવા દેવામાં આવ્યા નહોતા. આ કોઈ સમાધાન નથી, જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવું છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજ ભરી વાતો કરશે તો તેમની પાછળથી પણ સિંહ અમે હટાવી દઈશું.

ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત

કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યા હતા. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.