Rajkotના સોની બજારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ,વેપારીની સતર્કતા લાગી કામ જુઓ Video

રાજકોટના સોની બજારમાં આવેલ મોનિશ જવેલર્સમાં લૂંટનો પ્રયાસ ગ્રાહક બનીને આવેલા શખ્સે લૂંટનો કર્યો પ્રયાસ જવેલર્સના માલિક પર સ્પ્રે છાંટીને લૂંટનો કર્યો પ્રયાસ રાજકોટના સોની બજારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ બન્યો છે.જેમાં મોનિશ જવેલર્સમાં બપોરના સમયે ગ્રાહક બનીને આવેલા વ્યકિતએ વેપારીની આંખમાં સ્પ્રે નાખીને સોનાના ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો,તો બીજી તરફ વેપારીની સતર્કતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી. એક અઠવાડીયા પહેલા રાજકોટમાં બની લૂંટની ઘટના રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જેમાં માલવિયા નગર પોલીસે શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર જવેલર્સની દુકાનમાં ઘુસી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ગીરસોમનાથ જિલ્લાના બે લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક હોન્ડા બે મોબાઈલ મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 મે ના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ આનંદી જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી બે લૂંટારુઓએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. 21 મે 2024ના રોજ બનાસકાંઠાના ડીસામાં લૂંટ ડીસાના ઝેરડા પાસે જવેલર્સ પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઇ રૂ. 23.94 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યોં હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ડીસા તરફ આવતાં જવેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઈજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જૅ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસ ને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા. 31 મે 2024ના રોજ ઉપલેટામાં લૂંટ ઉપલેટાના કોલકી રોડ પર બપોરના સમયે દલાલીનું કામ કરતા અને કોલકી ગામે પેઢી ધરાવતા વ્યક્તિ પર હુમલો કરી દિન દહાડે રૂપિયા 12 લાખની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઉપલેટાના કોલકી ગામ પાસે બનેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લૂંટની ઘટના બાદ લૂંટારાઓને પકડવાને તેમની શોધખોળ શરૂ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Rajkotના સોની બજારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ,વેપારીની સતર્કતા લાગી કામ જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના સોની બજારમાં આવેલ મોનિશ જવેલર્સમાં લૂંટનો પ્રયાસ
  • ગ્રાહક બનીને આવેલા શખ્સે લૂંટનો કર્યો પ્રયાસ
  • જવેલર્સના માલિક પર સ્પ્રે છાંટીને લૂંટનો કર્યો પ્રયાસ

રાજકોટના સોની બજારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ બન્યો છે.જેમાં મોનિશ જવેલર્સમાં બપોરના સમયે ગ્રાહક બનીને આવેલા વ્યકિતએ વેપારીની આંખમાં સ્પ્રે નાખીને સોનાના ઘરેણા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો,તો બીજી તરફ વેપારીની સતર્કતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી.

એક અઠવાડીયા પહેલા રાજકોટમાં બની લૂંટની ઘટના

રાજકોટમાં એક સપ્તાહ પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે જેમાં માલવિયા નગર પોલીસે શહેરના લક્ષ્મીનગર મેઈન રોડ પર જવેલર્સની દુકાનમાં ઘુસી સોની વેપારીને માર મારી લૂંટ ચલાવનાર ગીરસોમનાથ જિલ્લાના બે લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક હોન્ડા બે મોબાઈલ મળી કુલ રૂ.90,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 મે ના રોજ બપોરના સમયે લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલ આનંદી જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી બે લૂંટારુઓએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.


21 મે 2024ના રોજ બનાસકાંઠાના ડીસામાં લૂંટ

ડીસાના ઝેરડા પાસે જવેલર્સ પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઇ રૂ. 23.94 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યોં હતો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ડીસા તરફ આવતાં જવેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઈજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જૅ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસ ને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા.

31 મે 2024ના રોજ ઉપલેટામાં લૂંટ

ઉપલેટાના કોલકી રોડ પર બપોરના સમયે દલાલીનું કામ કરતા અને કોલકી ગામે પેઢી ધરાવતા વ્યક્તિ પર હુમલો કરી દિન દહાડે રૂપિયા 12 લાખની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઉપલેટાના કોલકી ગામ પાસે બનેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લૂંટની ઘટના બાદ લૂંટારાઓને પકડવાને તેમની શોધખોળ શરૂ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.