ચાણોદમાં પવનની તેજ રફ્તારથી વીજ કર્મીઓની દોડધામ વધી ગઇ

વિવિધ ઠેકાણે વીજ ફોલ્ટ સર્જાવાની ફરિયાદો ઉઠીમેન્ટેનન્સ માટે ચાણોદમાં શનિવારે સવારે 7થી 1 વીજ પુરવઠો બંધ રહ્યો પવનો ફૂંકાતા પંથકમાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરાઇ હતી.ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદ વિભાગમાં સમાવિષ્ટ ગામોમાં ઉનાળાના આકરા તાપથી લોકો ત્રસ્ત થઇ ઉઠયા હતા. બહાર નકળતા અંગ દઝાડતી ગરમીમાં બહાર નકળાનું ટાળતા લોકો ઉકળાટ અને ગરમીથી તોબા થઇ ઉઠયા હતા. વધતી જતી ગરમીથી વીજ માગમાં વધારો, પંખા, એસી, કુલર, ફ્રીઝ સતત ચાલતા કેર વીજ લોડ વધ્યો. બીજી બાજુ ઉનાળાની સીઝન પુરી જવા ચોમાસાની શરૂઆત અગાઉ ખેડૂતો ખેતરમાં આગોતરા પાકના વાવેતર કરતા કુવાઓ પણ ખેતરમાં પાણી છોડી પાકની ઉછેરણી શરૂ થતા વીજ લોડ વચ્ચે ઉનાળાની ગરમીમાં વીજ ફોલ્ટના બનાવો વધ્યા. છેલ્લા થોડા દિવસથી પવન શરૂ થતાં રાહત મળી પણ વિજ કર્મચારીની દોડધામ વધી. લીલા ઝાડ વીજ લાઇનને અડતા ફોલ્ટ વીજરેષા પવનના સુસવાટામાં લાઇનોમાં ફોલ્ટ સર્જાતા વિજ કર્મચારીઓની દોડધામ વધી ગઇ હતી. ખેતરોમાં લાઇનો ટ્રીપ થવાના બનાવો જોવા મળ્યા. વિજ કર્મચારીઓ શટડાઉન આપી ચોમાસા અગાઉ મેનટેન્નસની કામગીરી આરંભી. આજે ચાંણોદમાં સવારે 7 કલાકથી બપોરે 1 કલાક સુધી મેન્ટેનન્સ માટે વીજ સપ્લાય બંધ પાડી કામગીરી આરંભી હતી. કેટલીક જગ્યાએ ટીસી ફોલ્ટના બનાવો પણ જોવા મળ્યા હતા.

ચાણોદમાં પવનની તેજ રફ્તારથી વીજ કર્મીઓની દોડધામ વધી ગઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવિધ ઠેકાણે વીજ ફોલ્ટ સર્જાવાની ફરિયાદો ઉઠી
  • મેન્ટેનન્સ માટે ચાણોદમાં શનિવારે સવારે 7થી 1 વીજ પુરવઠો બંધ રહ્યો
  • પવનો ફૂંકાતા પંથકમાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરાઇ હતી.

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદ વિભાગમાં સમાવિષ્ટ ગામોમાં ઉનાળાના આકરા તાપથી લોકો ત્રસ્ત થઇ ઉઠયા હતા. બહાર નકળતા અંગ દઝાડતી ગરમીમાં બહાર નકળાનું ટાળતા લોકો ઉકળાટ અને ગરમીથી તોબા થઇ ઉઠયા હતા. વધતી જતી ગરમીથી વીજ માગમાં વધારો, પંખા, એસી, કુલર, ફ્રીઝ સતત ચાલતા કેર વીજ લોડ વધ્યો. બીજી બાજુ ઉનાળાની સીઝન પુરી જવા ચોમાસાની શરૂઆત અગાઉ ખેડૂતો ખેતરમાં આગોતરા પાકના વાવેતર કરતા કુવાઓ પણ ખેતરમાં પાણી છોડી પાકની ઉછેરણી શરૂ થતા વીજ લોડ વચ્ચે ઉનાળાની ગરમીમાં વીજ ફોલ્ટના બનાવો વધ્યા. છેલ્લા થોડા દિવસથી પવન શરૂ થતાં રાહત મળી પણ વિજ કર્મચારીની દોડધામ વધી. લીલા ઝાડ વીજ લાઇનને અડતા ફોલ્ટ વીજરેષા પવનના સુસવાટામાં લાઇનોમાં ફોલ્ટ સર્જાતા વિજ કર્મચારીઓની દોડધામ વધી ગઇ હતી. ખેતરોમાં લાઇનો ટ્રીપ થવાના બનાવો જોવા મળ્યા. વિજ કર્મચારીઓ શટડાઉન આપી ચોમાસા અગાઉ મેનટેન્નસની કામગીરી આરંભી. આજે ચાંણોદમાં સવારે 7 કલાકથી બપોરે 1 કલાક સુધી મેન્ટેનન્સ માટે વીજ સપ્લાય બંધ પાડી કામગીરી આરંભી હતી. કેટલીક જગ્યાએ ટીસી ફોલ્ટના બનાવો પણ જોવા મળ્યા હતા.