Narmada Rains: નર્મદા, કરજણ, ડાંગ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નર્મદા, કરજણ,શિનોર, ડાંગ, ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યોદક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નર્મદા, કરજણ, ડાંગ, ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડાના સરીબાર, કોકમ, મોહબીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદહવામાનની આગાહીને પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા અંતરિયાળ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.  ડેડિયાપાડાના સરીબાર, કોકમ, મોહબીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતા. નર્મદાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ ભરૂચ અને નર્મદાના ઓસારા પંથકમાં પણ વરસ્યો કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા છે. જેની સાથે જ સમી સાંજે વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કરજણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદવડોદરાના કરજણ તાલુકા સહિતના પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કરજણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. નારેશ્વર પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. વરસદાના કારણે અનેક ગ્રામ વિસ્તારમાં ગામ બહાર પાણી ફરી વળ્યા હતા.ડાંગ જિલ્લામાં સાપુતારાડાંગ જિલ્લામાં સાપુતારામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદના બફારા બાદ સાપુતારાના આસપાસના તળેટી વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ઉનાળાની આ ગરમીમાં ફરવા આવેલ પ્રવાસીઓ વાતાવરણમાં થયેલી ઠંડકને કારણે આનંદમાં આવી ગયા હતા.હવામાન વિભાગે શું કરી આગાહી? અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છેછેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છેકમોસમી વરસાદનું કારણ શું ?અરબી સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસર બતાવી રહ્યું હોવાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અપર એરસર્ક્યુલેશનમાં ફેરફાર થતાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ વધી ગઇ છે.

Narmada Rains: નર્મદા, કરજણ, ડાંગ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ
  • નર્મદા, કરજણ,શિનોર, ડાંગ, ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • ડેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નર્મદા, કરજણ, ડાંગ, ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડાના સરીબાર, કોકમ, મોહબીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ

હવામાનની આગાહીને પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા અંતરિયાળ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.  ડેડિયાપાડાના સરીબાર, કોકમ, મોહબીમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતા. 

નર્મદાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ ભરૂચ અને નર્મદાના ઓસારા પંથકમાં પણ વરસ્યો કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા છે. જેની સાથે જ સમી સાંજે વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કરજણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરાના કરજણ તાલુકા સહિતના પંથકોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કરજણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. નારેશ્વર પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. વરસદાના કારણે અનેક ગ્રામ વિસ્તારમાં ગામ બહાર પાણી ફરી વળ્યા હતા.

ડાંગ જિલ્લામાં સાપુતારા

ડાંગ જિલ્લામાં સાપુતારામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદના બફારા બાદ સાપુતારાના આસપાસના તળેટી વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ઉનાળાની આ ગરમીમાં ફરવા આવેલ પ્રવાસીઓ વાતાવરણમાં થયેલી ઠંડકને કારણે આનંદમાં આવી ગયા હતા.

હવામાન વિભાગે શું કરી આગાહી?

અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે.

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે

છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે

કમોસમી વરસાદનું કારણ શું ?

અરબી સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસર બતાવી રહ્યું હોવાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અપર એરસર્ક્યુલેશનમાં ફેરફાર થતાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ વધી ગઇ છે.