Sabarmati Riverfront: AMC માટે કમાઉ દીકરો સાબિત થયો સાબરમતી રિવરફ્રન્ટ

રિવરફ્રન્ટના અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક બન્યા આકર્ષણનું કેન્દ્રઓગસ્ટ-2022થી અત્યારસુધી AMCને થઈ 15 કરોડથી વધુની કમાણી એપ્રિલ-23થી માર્ચ-24 સુધી 26 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ને ખાસ વિઝીટર જગ્યા બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ શહેરનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક આવી રહ્યા છે. બ્રિજ નિર્માણ થયો ત્યારથી એટલે કે ઓગસ્ટ 2022 થી અત્યાર સુધી 55 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત કરતા કોર્પોરેશનને 15 કરોડ કરતાં વધુની આવક થઈ છે. આમ મહાનગરપાલિકા માટે અટલ બ્રિજ કમાઉ દીકરો સાબિત થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હાલ રીવરફ્રન્ટ છે તેમાં પણ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાતે અનેક લોકો આવી રહયા છે. વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ બંને જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સારી એવી આવક અત્યારે ઊભી થઈ રહી છે. મુલાકાતીઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21,62,262 લોકોએ મુલાકાત લીધી છે..જ્યારે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26, 89,727 લોકોએ મુલાકાત લેતા અત્યાર સુધી કુલ 50,36,913 લોકોએ મુલાકાત લીધી છે. અને તેના કારણે 15,27,40760 ની આવક પ્રાપ્ત થઈ છે.

Sabarmati Riverfront: AMC માટે કમાઉ દીકરો સાબિત થયો સાબરમતી રિવરફ્રન્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રિવરફ્રન્ટના અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક બન્યા આકર્ષણનું કેન્દ્ર
  • ઓગસ્ટ-2022થી અત્યારસુધી AMCને થઈ 15 કરોડથી વધુની કમાણી
  • એપ્રિલ-23થી માર્ચ-24 સુધી 26 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ને ખાસ વિઝીટર જગ્યા બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ શહેરનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક આવી રહ્યા છે. બ્રિજ નિર્માણ થયો ત્યારથી એટલે કે ઓગસ્ટ 2022 થી અત્યાર સુધી 55 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત કરતા કોર્પોરેશનને 15 કરોડ કરતાં વધુની આવક થઈ છે. આમ મહાનગરપાલિકા માટે અટલ બ્રિજ કમાઉ દીકરો સાબિત થઈ રહ્યો છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હાલ રીવરફ્રન્ટ છે તેમાં પણ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાતે અનેક લોકો આવી રહયા છે. વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ બંને જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સારી એવી આવક અત્યારે ઊભી થઈ રહી છે.

મુલાકાતીઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21,62,262 લોકોએ મુલાકાત લીધી છે..જ્યારે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26, 89,727 લોકોએ મુલાકાત લેતા અત્યાર સુધી કુલ 50,36,913 લોકોએ મુલાકાત લીધી છે. અને તેના કારણે 15,27,40760 ની આવક પ્રાપ્ત થઈ છે.