Morbi News : ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે

ડેમના પાંચ દરવાજા બદલવાના હોવાથી ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હાલ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને નદીમાં 1400 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ માંથી ત્રણ દિવસમાં કુલ 726 MCFT પાણી નદીમાં છોડાશે આજે સવારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 1400 કયુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અગાઉ મોરબી મચ્છુ નદીના પટમાં રહેલા ઝુંપડા સલામતી માટે ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અને આજે સવારે ડેમ ખાલી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે હાલ ડેમમાં 988 MCFT જેટલું પાણી છે પ્રથમ તો મચ્છુ 3 ડેમ ભરાઈ જવાનો છે તો બીજું વધારાનું પાણી મોરબીથી માળીયા સુધી પહોચાવાનું છે. પાંચ દરવાજાનુ કરાશે સમારકામ મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મચ્છુ 2 ડેમ મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડવાનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે સૌથી મોટો સવાલ હતો કે શહેરના નાગરીકોને પીવાનું પાણી કેવી રીતે આપવામાં આવશે તો ડેમ ખાલી કરતા પહેલા એ બાબતે પણ આયોજન કરવામાં આવ્યું છે ડેમમાંથી 726 MCFT પાણી ખાલી કર્યા બાદ પણ શહેરની પાણીની જરૂરિયાતનો 10 દિવસનો જથ્થો ડેમમાં રહેશે,આ ઉપરાંત નર્મદા કેનાલ માંથી દરરોજ શહેરની જરૂરિયાત જેટલો 100 MLD જેટલો જથ્થો દરરોજ ડેમમાં આવશે અને ત્યાંથી નગરપાલિકા દ્વારા પાણી શહેરમાં વિતરણ કરવામાં આવશે,આમ ચોમાસા પહેલા મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા નવા નાખાવનું કામ કરવા માટે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પટ વિસ્તાર ખાલી કરાયો આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો છે અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહનચાલકોએ ત્રણ દિવસ આવન-જાવન માટે મયુરપુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. કલેકટરે જાહેરનામું પાડયુ બહાર મોરબીના મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવાના હોવાથી મોરબીના બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. ૧૨ થી ૧૫ સુધી બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી નટરાજ ફાટક/કેસર બાગથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

Morbi News : ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડેમના પાંચ દરવાજા બદલવાના હોવાથી ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું
  • હાલ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલીને નદીમાં 1400 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
  • ડેમ માંથી ત્રણ દિવસમાં કુલ 726 MCFT પાણી નદીમાં છોડાશે

આજે સવારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 1400 કયુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અગાઉ મોરબી મચ્છુ નદીના પટમાં રહેલા ઝુંપડા સલામતી માટે ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અને આજે સવારે ડેમ ખાલી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે હાલ ડેમમાં 988 MCFT જેટલું પાણી છે પ્રથમ તો મચ્છુ 3 ડેમ ભરાઈ જવાનો છે તો બીજું વધારાનું પાણી મોરબીથી માળીયા સુધી પહોચાવાનું છે.

પાંચ દરવાજાનુ કરાશે સમારકામ

મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા બદલવાના હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મચ્છુ 2 ડેમ મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડવાનો મુખ્ય સ્ત્રોત છે ત્યારે સૌથી મોટો સવાલ હતો કે શહેરના નાગરીકોને પીવાનું પાણી કેવી રીતે આપવામાં આવશે તો ડેમ ખાલી કરતા પહેલા એ બાબતે પણ આયોજન કરવામાં આવ્યું છે ડેમમાંથી 726 MCFT પાણી ખાલી કર્યા બાદ પણ શહેરની પાણીની જરૂરિયાતનો 10 દિવસનો જથ્થો ડેમમાં રહેશે,આ ઉપરાંત નર્મદા કેનાલ માંથી દરરોજ શહેરની જરૂરિયાત જેટલો 100 MLD જેટલો જથ્થો દરરોજ ડેમમાં આવશે અને ત્યાંથી નગરપાલિકા દ્વારા પાણી શહેરમાં વિતરણ કરવામાં આવશે,આમ ચોમાસા પહેલા મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા નવા નાખાવનું કામ કરવા માટે આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


પટ વિસ્તાર ખાલી કરાયો

આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો છે અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહનચાલકોએ ત્રણ દિવસ આવન-જાવન માટે મયુરપુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે.


કલેકટરે જાહેરનામું પાડયુ બહાર

મોરબીના મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવાના હોવાથી મોરબીના બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. ૧૨ થી ૧૫ સુધી બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી નટરાજ ફાટક/કેસર બાગથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.