Suratમાં 1300થી વધુ શાળામાં ફાયર સેફટી મુદ્દે ફાયર વિભાગે હાથધરી તપાસ

આજે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવશે રજાના દિવસે પણ સ્ટાફ કામે લાગ્યો હતો મકાનની ફાયર NOC,સેલ્ફ ડીક્લેરેશન,ફાયર સાધનોની તપાસ કરવામાં આવી રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત નહી પરંતુ ગુજરાતનું ફાયર વિભાગ જાગી ગયું છે,સુરતના ફાયર વિભાગ દ્રારા અલગ-અલગ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ હાથધરી હતી.1300થી વધુ શાળાઓમાં ફાયર વિભાગે તપાસ હાથધરી હતી.જે શાળાઓમાં ફાયરના સાધનો ના હોય તેવી શાળાઓને નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી. શિક્ષણ અધિકારીની ટીમ પણ કરશે તપાસ રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે. બાંહેધરીપત્રક લઈ સ્કૂલના સિલ ખોલ્યા રાજકોટની ઘટના બાદ પાલિકા દ્વારા સિલ કરાયેલી ૨૮૨ સ્કૂલોમાંથી ૨૫૮ સ્કુલોના સંચાલકો પાસે બાંહેધરી પત્રક લઇને સ્કૂલોના સિલ તો ખોલી આપ્યા, પરંતુ ડીઇઓની તપાસમાં ફાયર અને બીયુસી નહીં હોઇ એવી અત્યાર સુધીમાં ૧૫૦ સ્કુલો જણાઇ છે. પહેલા ૧૦૦ બાદ આજે વધુ ૫૦ સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે નવા શૈક્ષણિક વર્ષની ગુરૃવારથી શરૂઆત થઇ હોવાથી વિદ્યાર્થીઓના ભણતર નહીં બગડે તે માટે જે જે સ્કૂલો સિલ મરાઇ હતી. તે સ્કૂલોના સંચાલકો પાસેથી બાંહેધરીપત્રક લઇને સ્કૂલોના સિલ ખોલી નાંખતા ૨૫૮ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઇ ગયુ છે.પરંતુ ડીઇઓ દ્વારા થયેલી તપાસમાં પણ એક પછી એક સ્કૂલોની લાલીયાવાડી બહાર આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૧૦૦ સ્કૂલોને નોટીસ આપ્યા બાદ આજે બીજી ૫૦ સ્કૂલોને નોટીસ આપવામાં આવી છે. આમ ૧૫૦ સ્કુલોને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટીસ ફટકારાઇ હતી. શાળામાં મોક ડ્રીલ યોજાશે શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે. 

Suratમાં 1300થી વધુ શાળામાં ફાયર સેફટી મુદ્દે ફાયર વિભાગે હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવશે
  • રજાના દિવસે પણ સ્ટાફ કામે લાગ્યો હતો
  • મકાનની ફાયર NOC,સેલ્ફ ડીક્લેરેશન,ફાયર સાધનોની તપાસ કરવામાં આવી

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત નહી પરંતુ ગુજરાતનું ફાયર વિભાગ જાગી ગયું છે,સુરતના ફાયર વિભાગ દ્રારા અલગ-અલગ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ હાથધરી હતી.1300થી વધુ શાળાઓમાં ફાયર વિભાગે તપાસ હાથધરી હતી.જે શાળાઓમાં ફાયરના સાધનો ના હોય તેવી શાળાઓને નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી.

શિક્ષણ અધિકારીની ટીમ પણ કરશે તપાસ

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે.

બાંહેધરીપત્રક લઈ સ્કૂલના સિલ ખોલ્યા

રાજકોટની ઘટના બાદ પાલિકા દ્વારા સિલ કરાયેલી ૨૮૨ સ્કૂલોમાંથી ૨૫૮ સ્કુલોના સંચાલકો પાસે બાંહેધરી પત્રક લઇને સ્કૂલોના સિલ તો ખોલી આપ્યા, પરંતુ ડીઇઓની તપાસમાં ફાયર અને બીયુસી નહીં હોઇ એવી અત્યાર સુધીમાં ૧૫૦ સ્કુલો જણાઇ છે. પહેલા ૧૦૦ બાદ આજે વધુ ૫૦ સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી છે.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે

નવા શૈક્ષણિક વર્ષની ગુરૃવારથી શરૂઆત થઇ હોવાથી વિદ્યાર્થીઓના ભણતર નહીં બગડે તે માટે જે જે સ્કૂલો સિલ મરાઇ હતી. તે સ્કૂલોના સંચાલકો પાસેથી બાંહેધરીપત્રક લઇને સ્કૂલોના સિલ ખોલી નાંખતા ૨૫૮ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઇ ગયુ છે.પરંતુ ડીઇઓ દ્વારા થયેલી તપાસમાં પણ એક પછી એક સ્કૂલોની લાલીયાવાડી બહાર આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૧૦૦ સ્કૂલોને નોટીસ આપ્યા બાદ આજે બીજી ૫૦ સ્કૂલોને નોટીસ આપવામાં આવી છે. આમ ૧૫૦ સ્કુલોને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટીસ ફટકારાઇ હતી.

શાળામાં મોક ડ્રીલ યોજાશે

શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે.