Rajkot Heat Wave: ટ્રાફિક પોલીસ કર્મીઓની ફરજનો સમય બદલાયો

ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 સુધી કરશે ડ્યુટીટ્રાફિક પોલીસ સાંજે 5 થી રાતે 12 સુધી કરશે ડ્યુટી બપોરે 1.30 થી 4.30 સુધી પોઈન્ટ પર નહી રહે હાજર રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો હીટવેવને લઈને નગરજનોને સાવચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે. ત્યારે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં વધતી ગરમીના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓના ફરજમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો બે પાર્ટમાં ફરજ બજાવશે. ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાતે 12 સુધી ડયુટી કરશે. તો, બપોરના 1.30 થી 4.30 સુધી ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર હાજર નહિ રહે. રાજકોટ પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેર સહિત જિલ્લાના મહત્વના અને અગત્યના ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ જીપ દ્વારા પેટ્રોલિંગ કરવાનું ચાલુ રાખશે. તો, ગરમીને ધ્યાનમાં રાખીને ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ ગોગ્લસ અને કેપ પણ પહેરી શકશે.

Rajkot Heat Wave: ટ્રાફિક પોલીસ કર્મીઓની ફરજનો સમય બદલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 સુધી કરશે ડ્યુટી
  • ટ્રાફિક પોલીસ સાંજે 5 થી રાતે 12 સુધી કરશે ડ્યુટી
  • બપોરે 1.30 થી 4.30 સુધી પોઈન્ટ પર નહી રહે હાજર

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો હીટવેવને લઈને નગરજનોને સાવચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે. ત્યારે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારીઓના ફરજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજકોટમાં વધતી ગરમીના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મીઓના ફરજમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ હવે થોડા દિવસ માટે ટ્રાફિક પોલીસના જવાનો બે પાર્ટમાં ફરજ બજાવશે. ટ્રાફિક પોલીસ સવારે 7 થી બપોરે 1 દરમિયાન અને સાંજે 5 થી રાતે 12 સુધી ડયુટી કરશે. તો, બપોરના 1.30 થી 4.30 સુધી ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર હાજર નહિ રહે.

રાજકોટ પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેર સહિત જિલ્લાના મહત્વના અને અગત્યના ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ જીપ દ્વારા પેટ્રોલિંગ કરવાનું ચાલુ રાખશે. તો, ગરમીને ધ્યાનમાં રાખીને ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ ગોગ્લસ અને કેપ પણ પહેરી શકશે.