Ahmedabad :50,000 કરોડનું ફોરેન રેમિટન્સ EDની તપાસ હેઠળ

દિલ્હીની કંપનીએ ક્રિપ્ટોકરન્સીનું ગેરકાયદે વેચાણ કરી નાણાં હોંગકોંગ, કેનેડા મોકલ્યાબેંકના અધિકારીઓ પણ ગેરરીતિમાં સામેલ હોવાની શંકાએ તપાસના રડારમાં દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફોરેન એક્સચેન્જના રૂ.50,000 કરોડના મૂલ્યના ગેરકાયદેસર રેમિટન્સિસની તપાસ હાથ ધરી છે. સેવાઓની આયાત, બોગસ રેલવે બિલ્સ, સોફ્ટવેરની બોગસ આયાત, સેઝ યુનિટ્સમાં બોગસ આયાતો, બોગસ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બોગસ જીપીયુ સર્વર સ્પેશ સહિતના બહાના હેઠળ સંદિગ્ધ કંપનીઓ ગેરકાયદેસર રેમિટન્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાઈ હતી. ફિનટેક કંપનીઓ દ્વારા આચરાતી ઠગાઈ સામે ઈડીએ ફરી એક વખત કરેલી લાલ આંખના પગલે તપાસનો આ ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને વિદેશમાં રેમિટન્સિસની ગેરરીતિમાં બેંકોના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકાએ ઈડીએ આવા અધિકારીઓને પણ સ્કેન કરવા તેમની ફરતે તપાસનો ગાળિયો કસ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ગત સપ્તાહે ક્રિપ્ટોકરન્સી અને ફોરેન રિમેટન્સિસના ગેરકાયદેસર વેચાણમાં સામેલ આંતરરાષ્ટ્રીય હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટ દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.3,000 કરોડના મૂલ્યનું રેમિટન્સ કેનેડા અને હોંગકોંગ મોકલવામાં આવ્યું હતું. બાતમીના આધારે તપાસ એજન્સી ઈડીએ દિલ્હી સ્થિત બિરફા આઈટી સર્વિસિસ દ્વારા કરવામાં આવેલા રૂ.1,850 કરોડના સંદિગ્ધ ક્રિપ્ટો વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. ઈડી દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી અને શોધી કાઢવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા રૂ.1,850 કરોડના મૂલ્યના ક્રિપ્ટો એસેટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા આટલી રકમનો જ પોતાના ખાતામાં લાભ મેળવવામાં આવ્યો હતો. EDની વોચ  એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા ક્રિપ્ટોકરન્સી અને ફોરેન રેમિટન્સિસના ગેરકાયદેસર વેચાણમાં સામેલ આંતરરાષ્ટ્રીય હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો  દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું  ઈડી દ્વારા ફેમા હેઠળ તપાસ કરાઈ હતી અને શોધી કાઢવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા રૂ.1,850 કરોડના મૂલ્યના ક્રિપ્ટો એસેટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને આટલી રકમનો જ પોતાના ખાતામાં લાભ મેળવવામાં આવ્યો હતો  ઈડીએ આ અંગે દિલ્હી પોલીસ સમક્ષ એફઆઈઆર નોંધાવી હતી અને કંપનીના ડિરેકટર અને તેમના સાથીઓની ધરપકડ કરી હતી  ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરશે

Ahmedabad :50,000 કરોડનું ફોરેન રેમિટન્સ EDની તપાસ હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીની કંપનીએ ક્રિપ્ટોકરન્સીનું ગેરકાયદે વેચાણ કરી નાણાં હોંગકોંગ, કેનેડા મોકલ્યા
  • બેંકના અધિકારીઓ પણ ગેરરીતિમાં સામેલ હોવાની શંકાએ તપાસના રડારમાં
  • દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફોરેન એક્સચેન્જના રૂ.50,000 કરોડના મૂલ્યના ગેરકાયદેસર રેમિટન્સિસની તપાસ હાથ ધરી છે. સેવાઓની આયાત, બોગસ રેલવે બિલ્સ, સોફ્ટવેરની બોગસ આયાત, સેઝ યુનિટ્સમાં બોગસ આયાતો, બોગસ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બોગસ જીપીયુ સર્વર સ્પેશ સહિતના બહાના હેઠળ સંદિગ્ધ કંપનીઓ ગેરકાયદેસર રેમિટન્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાઈ હતી. ફિનટેક કંપનીઓ દ્વારા આચરાતી ઠગાઈ સામે ઈડીએ ફરી એક વખત કરેલી લાલ આંખના પગલે તપાસનો આ ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને વિદેશમાં રેમિટન્સિસની ગેરરીતિમાં બેંકોના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાની શંકાએ ઈડીએ આવા અધિકારીઓને પણ સ્કેન કરવા તેમની ફરતે તપાસનો ગાળિયો કસ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ગત સપ્તાહે ક્રિપ્ટોકરન્સી અને ફોરેન રિમેટન્સિસના ગેરકાયદેસર વેચાણમાં સામેલ આંતરરાષ્ટ્રીય હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટ દ્વારા ગેરકાયદેસર રીતે રૂ.3,000 કરોડના મૂલ્યનું રેમિટન્સ કેનેડા અને હોંગકોંગ મોકલવામાં આવ્યું હતું. બાતમીના આધારે તપાસ એજન્સી ઈડીએ દિલ્હી સ્થિત બિરફા આઈટી સર્વિસિસ દ્વારા કરવામાં આવેલા રૂ.1,850 કરોડના સંદિગ્ધ ક્રિપ્ટો વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. ઈડી દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી અને શોધી કાઢવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા રૂ.1,850 કરોડના મૂલ્યના ક્રિપ્ટો એસેટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા આટલી રકમનો જ પોતાના ખાતામાં લાભ મેળવવામાં આવ્યો હતો.

EDની વોચ

 એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા ક્રિપ્ટોકરન્સી અને ફોરેન રેમિટન્સિસના ગેરકાયદેસર વેચાણમાં સામેલ આંતરરાષ્ટ્રીય હવાલા સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો

 દિલ્હી સ્થિત કંપની અને તેના ડિરેકટરોએ રૂ.3,000 કરોડનું ફોરેન રેમિટન્સિસ કર્યું

 ઈડી દ્વારા ફેમા હેઠળ તપાસ કરાઈ હતી અને શોધી કાઢવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા રૂ.1,850 કરોડના મૂલ્યના ક્રિપ્ટો એસેટનું વેચાણ કરવામાં આવ્યું હતું અને આટલી રકમનો જ પોતાના ખાતામાં લાભ મેળવવામાં આવ્યો હતો

 ઈડીએ આ અંગે દિલ્હી પોલીસ સમક્ષ એફઆઈઆર નોંધાવી હતી અને કંપનીના ડિરેકટર અને તેમના સાથીઓની ધરપકડ કરી હતી

 ઈડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરશે