અકોટા પોલીસ લાઇન પાસે વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો

વડોદરા, તા.5 અકોટા પોલીસ લાઇન પાસે વિદેશી દારૃ વેચતા આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે પાણીગેટ  હરણખાના  રોડ પર મહિલાના ઘરેથી પોલીસે દારૃ કબજે કર્યો છે.અકોટા પોલીસ લાઇન પાસે નવી  પતરાની ચાલમાં રહેતો રાકેશ  ભીખાજી ઝાંજે  હાલમાં વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે. રાકેશ દારૃનું વેચાણ કરતો હોવાની પણ માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. આરોપીએ ઘરના ઓટલા પર આડસ મૂકી દારૃ સંતાડી  રાખ્યો હતો. તેમજ ઘર પાસે પાર્ક કરેલા મોપેડમાં પણ દારૃ છૂપાવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની૧૪૭ બોટલ, મોપેડ, મોબાઇલ અને રોકડા મળી કુલ  રૃપિયા ૭૧,૬૯૦ નો મુદ્દામાલ કબજે કરી રાકેશ ઝાંજેને ઝડપી  પાડયો હતો. જ્યારે રિયાઝ શેખને વોન્ટેડ  જાહેર કર્યો છે. આરોપી વિરૃદ્ધ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૪ ગુનાઓ નોંધાયા છે.જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસે હરણખાના રોડ ડબી ફળિયાના નાકે રહેતા અને વિદેશી દારૃ વેચતા લક્ષ્મીબેન ગોવિંદભાઇ કહારના ઘરે રેડ કરીને વિદેશી દારૃની ૫૬ બોટલ કિંમત રૃપિયા ૧૦,૪૦૦ ની કબજે કરી છે.

અકોટા પોલીસ લાઇન પાસે વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.5 અકોટા પોલીસ લાઇન પાસે વિદેશી દારૃ વેચતા આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે પાણીગેટ  હરણખાના  રોડ પર મહિલાના ઘરેથી પોલીસે દારૃ કબજે કર્યો છે.

અકોટા પોલીસ લાઇન પાસે નવી  પતરાની ચાલમાં રહેતો રાકેશ  ભીખાજી ઝાંજે  હાલમાં વિદેશી દારૃનો જથ્થો લાવ્યો છે. રાકેશ દારૃનું વેચાણ કરતો હોવાની પણ માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. આરોપીએ ઘરના ઓટલા પર આડસ મૂકી દારૃ સંતાડી  રાખ્યો હતો. તેમજ ઘર પાસે પાર્ક કરેલા મોપેડમાં પણ દારૃ છૂપાવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની૧૪૭ બોટલ, મોપેડ, મોબાઇલ અને રોકડા મળી કુલ  રૃપિયા ૭૧,૬૯૦ નો મુદ્દામાલ કબજે કરી રાકેશ ઝાંજેને ઝડપી  પાડયો હતો. જ્યારે રિયાઝ શેખને વોન્ટેડ  જાહેર કર્યો છે. આરોપી વિરૃદ્ધ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૪ ગુનાઓ નોંધાયા છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસે હરણખાના રોડ ડબી ફળિયાના નાકે રહેતા અને વિદેશી દારૃ વેચતા લક્ષ્મીબેન ગોવિંદભાઇ કહારના ઘરે રેડ કરીને વિદેશી દારૃની ૫૬ બોટલ કિંમત રૃપિયા ૧૦,૪૦૦ ની કબજે કરી છે.