Valsadના ઉમરગામ સ્ટેશન પર વાહનચાલકો લપસ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો વલસાડના ઉમરગામ સ્ટેશન પર વાહનચાલકો લપસ્યા છે. જેમાં સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણીમાં વાહનચાલકો પડ્યા છે. રસ્તા પર પડેલી માટી વરસાદમાં ભીની થતાં વાહનો સ્લીપ થયા છે. વાહનો પડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. વલસાડ જિલ્લાના ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં પહેલા વરસાદમાં રસ્તા પર અને આજુબાજુની માટી પર વરસાદ પડતા રસ્તાઓ ચીકણા થયા હતા. તેથી વાહન ચાલકો ચીકણા રસ્તા પર વરસાદમાં પડ્યા છે. એક નહિ બેન નહિ પણ ઘણા વાહન ચાલકો રસ્તા પર પટકાયા હતા. જેમાં સીસીટીવી તેમજ લોકોના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ થયા છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. જો કે બીજી તરફ વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Valsadના ઉમરગામ સ્ટેશન પર વાહનચાલકો લપસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ જિલ્લાના ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની
  • સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
  • વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો

વલસાડના ઉમરગામ સ્ટેશન પર વાહનચાલકો લપસ્યા છે. જેમાં સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણીમાં વાહનચાલકો પડ્યા છે. રસ્તા પર પડેલી માટી વરસાદમાં ભીની થતાં વાહનો સ્લીપ થયા છે. વાહનો પડવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. વલસાડ જિલ્લાના ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે.

સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

સ્ટેશન વિસ્તારમાં વરસાદ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં પહેલા વરસાદમાં રસ્તા પર અને આજુબાજુની માટી પર વરસાદ પડતા રસ્તાઓ ચીકણા થયા હતા. તેથી વાહન ચાલકો ચીકણા રસ્તા પર વરસાદમાં પડ્યા છે. એક નહિ બેન નહિ પણ ઘણા વાહન ચાલકો રસ્તા પર પટકાયા હતા. જેમાં સીસીટીવી તેમજ લોકોના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ થયા છે.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. જો કે બીજી તરફ વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.