મહેમદાવાદના મહીજ ગામે હા.સોસાયટીમાં 19 પ્લોટ ગેરકાયદે હોદ્દેદાર બની વેચી માર્યા

- સોસાયટીના મંત્રીએ 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી- ખેડા ટાઉન મથકે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને સરકારી રેકર્ડ સાથે ચેડા હેઠળ ગુનોનડિયાદ : મહેમદાવાદ તાલુકાના મહીજ ગામમાં વર્ષો પહેલા ૧૬૫ સભાસદો દ્વારા જમીન ખરીદી અને પ્લોટો પાડી અને વહેંચણી કરી દેવાઈ હતી. શ્રી રામનગર કો.ઓ.હા.સો. રજીસ્ટર કરાઈ હતી. તાજેતરમાં વર્ષ ૨૦૨૨ પહેલા આ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે હોદ્દા ધારણ કરી અને બે ઈસમો દ્વારા અન્ય લોકોને ૧૯ પ્લોટ ફટકારી દઈ અને નાણાં ઉપજાવી લેવામાં આવ્યા છે. જે મામલે ખેડા ટાઉન મથકે ચાર સામે ગુનાહીત કાવતરૂ અને સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.મહેમદાવાદ તાલુકાના મહીજ ગામ ખાતે વર્ષ ૧૯૭૮માં શ્રી રામનગર કા. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લી. દ્વારા ૭૦ હજાર વાર જમીન ખરીદવામાં આવી હતી. જેમાં ૧૨૨ પ્લોટ પાડવામાં આવ્યા હતા. આ સમયે સોસાયટીમાં ૧૬૫ જેટલા સભાષદો હતા અને સોસાયટીના દરેક સભાસદના ભાગે ૩૭૫ વાર જેટલી જમીન આવી હતી. સમયાંતરે અમુક સભ્યોએ પોતાની જમીન વેચી દીધી હતી અને હાલ સોસાયટીમાં ૫૬ જેટલા સભ્યો છે. સોસાયટીના મુખ્ય પ્રયોજક અમદાવાદના કાંતિભાઈ જોઈતારામ પ્રજાપતિ હતા. તેઓનું વર્ષ ૨૦૧૩માં અવસાન થયું હતુ. ત્યારપછી ખોટા દસ્તાવેજોના આધારે વર્ષ ૨૦૧૪માં સોસાયટીના પ્રયોજક તરીકે અમદાવાદના શારદા જીવરામ પ્રજાપતિ અને પ્રમુખ તરીકે વડોદરાના રમેશ પ્રહલાદ પટેલની નોંધણી થઈ હતી. આ સમયે બંનેએ રેવન્યુ રેકર્ડમાં પોતાના નામ ઉમેરવા સારૂ સોસાયટીના ખોટા શેર સર્ટી અને બનાવટી ઠરાવો સાથે સહીઓવાળા દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજો સાચા હોવાનું જણાવી સરકારી કચેરીમાં રજૂ કરી અને સોસાયટીના હોદ્દેદાર બન્યા હતા. આ બાદ સોસાયટીની જમીનો પૈકી ખાતા ન.૧૧૬૫ના ક્ષેત્રફળ ૧-૪૬-૩૯, પ્લોટ-૧૯માં ફેરફાર નં.૫૨૩૯ તા. ૧૩/૦૧/૨૦૧૪ તથા ફેરફાર ન.૫૩૬૬ તા.૨૦/૦૫/૨૦૧૪થી વારસાઇ નોંધ કરાવી ઉપરોકત ખાતા ન.૧૧૫૬, ક્ષેત્રફળ ૦-૯૮-૭૦, પ્લોટ-૧૯નો વેચાણ દસ્તાવેજ નં. ૬૮૩/૨૦૨૨ તા.૦૧/૦૪/૨૦૨૨થી રણછોડ મુમા ભરવાડ અને પ્રકાશ ચુની ગેહલોત તેમજ સોઢા શેખા ભરવાડને વેચી દઇ ખેડા મામલતદાર કચેરીમાં ખોટી રીતે બની બેઠેલ સોસાયટીના પ્રમુખે આ ત્રણેયના નામે સોસાયટીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ અંગે સોસાયટીના મંત્રી પ્રેમનારાયણ જગદીશપ્રસાદ અગ્રવાલને જાણ થતા તેમણે તપાસ હાથ ધરી હતી. બાદ સોસાયટીના મંત્રીએ આ અંગે ખેડા શહેર પોલીસ મથકે અરજી આપી હતી અને તપાસ દરમિયાન ખેડા પોલીસે આ અંગે સોસાયટીના મંત્રી પ્રેમનારાયણ અગ્રવાલની ફરિયાદના આધારે શારદાબેન પ્રજાપતિ, રમેશભાઈ પટેલ, પ્રકાશ ચુની ગેહલોત, સોઢાભાઈ ભરવાડ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.

મહેમદાવાદના મહીજ ગામે હા.સોસાયટીમાં 19 પ્લોટ ગેરકાયદે હોદ્દેદાર બની વેચી માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સોસાયટીના મંત્રીએ 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી

- ખેડા ટાઉન મથકે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને સરકારી રેકર્ડ સાથે ચેડા હેઠળ ગુનો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના મહીજ ગામમાં વર્ષો પહેલા ૧૬૫ સભાસદો દ્વારા જમીન ખરીદી અને પ્લોટો પાડી અને વહેંચણી કરી દેવાઈ હતી. શ્રી રામનગર કો.ઓ.હા.સો. રજીસ્ટર કરાઈ હતી. તાજેતરમાં વર્ષ ૨૦૨૨ પહેલા આ હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે હોદ્દા ધારણ કરી અને બે ઈસમો દ્વારા અન્ય લોકોને ૧૯ પ્લોટ ફટકારી દઈ અને નાણાં ઉપજાવી લેવામાં આવ્યા છે. જે મામલે ખેડા ટાઉન મથકે ચાર સામે ગુનાહીત કાવતરૂ અને સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મહેમદાવાદ તાલુકાના મહીજ ગામ ખાતે વર્ષ ૧૯૭૮માં શ્રી રામનગર કા. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લી. દ્વારા ૭૦ હજાર વાર જમીન ખરીદવામાં આવી હતી. જેમાં ૧૨૨ પ્લોટ પાડવામાં આવ્યા હતા. આ સમયે સોસાયટીમાં ૧૬૫ જેટલા સભાષદો હતા અને સોસાયટીના દરેક સભાસદના ભાગે ૩૭૫ વાર જેટલી જમીન આવી હતી. સમયાંતરે અમુક સભ્યોએ પોતાની જમીન વેચી દીધી હતી અને હાલ સોસાયટીમાં ૫૬ જેટલા સભ્યો છે. 

સોસાયટીના મુખ્ય પ્રયોજક અમદાવાદના કાંતિભાઈ જોઈતારામ પ્રજાપતિ હતા. તેઓનું વર્ષ ૨૦૧૩માં અવસાન થયું હતુ. ત્યારપછી ખોટા દસ્તાવેજોના આધારે વર્ષ ૨૦૧૪માં સોસાયટીના પ્રયોજક તરીકે અમદાવાદના શારદા જીવરામ પ્રજાપતિ અને પ્રમુખ તરીકે વડોદરાના રમેશ પ્રહલાદ પટેલની નોંધણી થઈ હતી. આ સમયે બંનેએ રેવન્યુ રેકર્ડમાં પોતાના નામ ઉમેરવા સારૂ સોસાયટીના ખોટા શેર સર્ટી અને બનાવટી ઠરાવો સાથે સહીઓવાળા દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજો સાચા હોવાનું જણાવી સરકારી કચેરીમાં રજૂ કરી અને સોસાયટીના હોદ્દેદાર બન્યા હતા. 

આ બાદ સોસાયટીની જમીનો પૈકી ખાતા ન.૧૧૬૫ના ક્ષેત્રફળ ૧-૪૬-૩૯, પ્લોટ-૧૯માં ફેરફાર નં.૫૨૩૯ તા. ૧૩/૦૧/૨૦૧૪ તથા ફેરફાર ન.૫૩૬૬ તા.૨૦/૦૫/૨૦૧૪થી વારસાઇ નોંધ કરાવી ઉપરોકત ખાતા ન.૧૧૫૬, ક્ષેત્રફળ ૦-૯૮-૭૦, પ્લોટ-૧૯નો વેચાણ દસ્તાવેજ નં. ૬૮૩/૨૦૨૨ તા.૦૧/૦૪/૨૦૨૨થી રણછોડ મુમા ભરવાડ અને પ્રકાશ ચુની ગેહલોત તેમજ સોઢા શેખા ભરવાડને વેચી દઇ ખેડા મામલતદાર કચેરીમાં ખોટી રીતે બની બેઠેલ સોસાયટીના પ્રમુખે આ ત્રણેયના નામે સોસાયટીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.

 આ અંગે સોસાયટીના મંત્રી પ્રેમનારાયણ જગદીશપ્રસાદ અગ્રવાલને જાણ થતા તેમણે તપાસ હાથ ધરી હતી. બાદ સોસાયટીના મંત્રીએ આ અંગે ખેડા શહેર પોલીસ મથકે અરજી આપી હતી અને તપાસ દરમિયાન ખેડા પોલીસે આ અંગે સોસાયટીના મંત્રી પ્રેમનારાયણ અગ્રવાલની ફરિયાદના આધારે શારદાબેન પ્રજાપતિ, રમેશભાઈ પટેલ, પ્રકાશ ચુની ગેહલોત, સોઢાભાઈ ભરવાડ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.