એસટી બસની કેબિનમાં યુવતીને બેસાડનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો

- મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો- ગંભીર બેદરકારી બદલ ડ્રાઈવર વિરૂદ્ધ ખાતાકીય અને કાયદાકીય પગલાં ભરાયાનડિયાદ : નડિયાદથી અમદાવાદ જતી એક એસટી બસમાં ડ્રાઇવરે પોતાની કેબિનમાં એક યુવતીને બેસાડી વાતચીતનો વિડીયો વાયરલ થયો હતો. જેના પગલે આ ડ્રાઈવર વિરૂધ્ધ ગંભીર બેદરકારી બદલ ખાતાકીય અને કાયદાકીય પગલા ભરાયા છે. એસટી ડ્રાઈવર વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસમાં ગુનો નોંધાયો છે. તો ડ્રાઈવરને બેદરકારી બદલ સસ્પેન્ડ પણ કરાયો છે.નડિયાદથી અમદાવાદ સવારે ઉપડેલી એસટી બસમાં ડ્રાઇવરે તેની કેબિનમાં જ ચહેરા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીને બેસાડી હતી. એટલું જ નહીં તેણીની સાથે વાતો કરતો કરતો આ ડ્રાઈવર બસ હંકારતો હતો. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ આ વાર્તાલાપનો વિડીયો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. ડ્રાઇવરની આ બેદરકારીને ધ્યાનમાં લઇ ડ્રાઇવર સામે કડક પગલાં ભરવા ગતરોજ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે મહેમદાવાદ પોલીસ મથકે બેદરકારી આચરનાર ડ્રાઈવર એ.આર.ડાભી વિરૂધ્ધ આ મામલે પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી છે. બીજી તરફ નડિયાદ ડેપો મેનેજર કે.કે.પરમાર દ્વારા આ ડ્રાઈવર એ.આર.ડાભીને તુરંત ફરજ પરથી બરતરફ કર્યો છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ અન્ય કોઈ ડ્રાઈવર કે કંડક્ટર ન કરે તે હેતુથી આ પ્રકરણમાં કડક કાર્યવાહી એસટી અને પોલીસ દ્વારા કરાઈ છે.

એસટી બસની કેબિનમાં યુવતીને બેસાડનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો

- ગંભીર બેદરકારી બદલ ડ્રાઈવર વિરૂદ્ધ ખાતાકીય અને કાયદાકીય પગલાં ભરાયા

નડિયાદ : નડિયાદથી અમદાવાદ જતી એક એસટી બસમાં ડ્રાઇવરે પોતાની કેબિનમાં એક યુવતીને બેસાડી વાતચીતનો વિડીયો વાયરલ થયો હતો. જેના પગલે આ ડ્રાઈવર વિરૂધ્ધ ગંભીર બેદરકારી બદલ ખાતાકીય અને કાયદાકીય પગલા ભરાયા છે. એસટી ડ્રાઈવર વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસમાં ગુનો નોંધાયો છે. તો ડ્રાઈવરને બેદરકારી બદલ સસ્પેન્ડ પણ કરાયો છે.

નડિયાદથી અમદાવાદ સવારે ઉપડેલી એસટી બસમાં ડ્રાઇવરે તેની કેબિનમાં જ ચહેરા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીને બેસાડી હતી. એટલું જ નહીં તેણીની સાથે વાતો કરતો કરતો આ ડ્રાઈવર બસ હંકારતો હતો. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ આ વાર્તાલાપનો વિડીયો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. ડ્રાઇવરની આ બેદરકારીને ધ્યાનમાં લઇ ડ્રાઇવર સામે કડક પગલાં ભરવા ગતરોજ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે મહેમદાવાદ પોલીસ મથકે બેદરકારી આચરનાર ડ્રાઈવર એ.આર.ડાભી વિરૂધ્ધ આ મામલે પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી છે. બીજી તરફ નડિયાદ ડેપો મેનેજર કે.કે.પરમાર દ્વારા આ ડ્રાઈવર એ.આર.ડાભીને તુરંત ફરજ પરથી બરતરફ કર્યો છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ અન્ય કોઈ ડ્રાઈવર કે કંડક્ટર ન કરે તે હેતુથી આ પ્રકરણમાં કડક કાર્યવાહી એસટી અને પોલીસ દ્વારા કરાઈ છે.