Chhota Udaipur: લો બોલો, કલેક્ટરની કારને ટ્રેક્ટરથી ખેંચી ટેકરો ચઢાવાયો

છોટા ઉદેપુરના ગામમાં પાણી પુરવઠા યોજનાની મુલાકાતે કલેક્ટર ગયા કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર નસવાડી તાલુકાના કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે ગયા હતા. કુપ્પા ગામે પહોંચવા માટે કાચા અને ડુંગરાળ રસ્તેથી પસાર થઈને જવું પડે છે. ત્યારે ખેંદા ગામના ટેકરાવાળા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કલેક્ટર ગાડી ટેકરા ચઢવામાં અસમર્થ રહી હતી. ૉ કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી જેમાં ત્યાં પહોંચવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ હતી અને કલેક્ટરની કારને ટોઈંગ કરીને ટ્રેક્ટર વડે ખેંચી ટેકરો ચઢાવવામાં આવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના નસવાડી પંથકમાં આવેલા કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે જતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા ખેંદા ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે કાચા અને ડુંગરાળ રસ્તેથી પસાર થતી વખતે ટેકરા ચઢવા માટે તેમની ગાડી નિષ્ફળ રહી હતી. પથરાળ અને ટેકરાવાળો રસ્તો હોવાના કારણે ગાડીના ટાયરો સ્લીપ ખાઈ રહ્યાં હતાં અને ગાડી ચઢી શકી ન હતી. બાદમાં કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા હતા. ત્યારબાદ કલેક્ટર કુપ્પા ગામે પહોંચ્યા અને પાણી પુરવઠા જૂથ યોજનાની મુલાકાત લીધી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે આ ગામમાં કલેક્ટરની કાર ન ચઢી શકી પણ કુપ્પા જૂથ પાણી પુરવઠામાં પમ્પિંગ વડે નર્મદા નદીમાંથી પાણી ચઢી ગયું છે. જે બાદ અહીંથી આજુબાજુના ગામડાઓમાં અહીંથી પાણી છોડવામાં આવશે અને લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.

Chhota Udaipur: લો બોલો, કલેક્ટરની કારને ટ્રેક્ટરથી ખેંચી ટેકરો ચઢાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટા ઉદેપુરના ગામમાં પાણી પુરવઠા યોજનાની મુલાકાતે કલેક્ટર ગયા
  • કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી
  • કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા

છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર નસવાડી તાલુકાના કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે ગયા હતા. કુપ્પા ગામે પહોંચવા માટે કાચા અને ડુંગરાળ રસ્તેથી પસાર થઈને જવું પડે છે. ત્યારે ખેંદા ગામના ટેકરાવાળા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કલેક્ટર ગાડી ટેકરા ચઢવામાં અસમર્થ રહી હતી. ૉ

કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી

જેમાં ત્યાં પહોંચવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ હતી અને કલેક્ટરની કારને ટોઈંગ કરીને ટ્રેક્ટર વડે ખેંચી ટેકરો ચઢાવવામાં આવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના નસવાડી પંથકમાં આવેલા કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત માટે જતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા ખેંદા ગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે કાચા અને ડુંગરાળ રસ્તેથી પસાર થતી વખતે ટેકરા ચઢવા માટે તેમની ગાડી નિષ્ફળ રહી હતી. પથરાળ અને ટેકરાવાળો રસ્તો હોવાના કારણે ગાડીના ટાયરો સ્લીપ ખાઈ રહ્યાં હતાં અને ગાડી ચઢી શકી ન હતી. બાદમાં કલેક્ટરની ગાડીના ડ્રાઈવરે સ્થાનિક લોકોનો સંપર્ક કરી અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી.

કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા

કલેક્ટરની કારને ટોઈંગ કરી અને ખેંદા ગામના ડુંગર અને ટેકરા ચઢાવ્યા હતા. ત્યારબાદ કલેક્ટર કુપ્પા ગામે પહોંચ્યા અને પાણી પુરવઠા જૂથ યોજનાની મુલાકાત લીધી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે આ ગામમાં કલેક્ટરની કાર ન ચઢી શકી પણ કુપ્પા જૂથ પાણી પુરવઠામાં પમ્પિંગ વડે નર્મદા નદીમાંથી પાણી ચઢી ગયું છે. જે બાદ અહીંથી આજુબાજુના ગામડાઓમાં અહીંથી પાણી છોડવામાં આવશે અને લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.