દ્વારકા નજીક બરડીયા ગામે દરિયાકાંઠે ચરસનાં વધુ 40 પેકેટ મળી આવ્યાં

સાગરકિનારો નશીલા પદાર્થોનું લેન્ડિંગ મથક બની રહ્યો છે : ગત શુક્રવારે રૂ 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલાં પેકેટ બાદ 4 દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો "અંદાજિત રૂ  20 કરોડનો મુદ્દામાલ કબજે  : પોલીસ તંત્ર દ્વારા તપાસ જારી દ્વારકા, : છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સઘન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું  છે. આ વચ્ચે જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક બરડીયા ગામ પાસે ચંદ્રભાગા મંદિર પાસે દરિયાકાઠે આશાપુરા માતાજી મંદિર પાછળ આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને સાંપડયો છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડયો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડ ઉપર અંદાજવામાં આવી રહી છે. આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપડેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસ તંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચામાંથી જવા પામી છે. જે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ - તજવીજ હાથ ધરાઈ છે.

દ્વારકા નજીક બરડીયા ગામે દરિયાકાંઠે ચરસનાં વધુ 40 પેકેટ મળી આવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સાગરકિનારો નશીલા પદાર્થોનું લેન્ડિંગ મથક બની રહ્યો છે : ગત શુક્રવારે રૂ 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલાં પેકેટ બાદ 4 દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો "અંદાજિત રૂ  20 કરોડનો મુદ્દામાલ કબજે  : પોલીસ તંત્ર દ્વારા તપાસ જારી 

દ્વારકા, : છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સઘન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું  છે. આ વચ્ચે જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક બરડીયા ગામ પાસે ચંદ્રભાગા મંદિર પાસે દરિયાકાઠે આશાપુરા માતાજી મંદિર પાછળ આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને સાંપડયો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડયો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડ ઉપર અંદાજવામાં આવી રહી છે. આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપડેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસ તંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચામાંથી જવા પામી છે. જે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ - તજવીજ હાથ ધરાઈ છે.