સાંસદ દેવુસિંહ ચૌહાણે ભાડાપટ્ટે લીધેલી 200 ચો.મી જગ્યાનું સરકારને ભાડુ ચૂકવ્યું નથી !

- ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા રજૂઆત- 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્ર ચાલુ કર્યુ, છતાં જરૂરી વેરા પણ ભર્યા ન હોવાથી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈનડિયાદ : ખેડા જિલ્લા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સામે એક ધારાશાસ્ત્રીએ કાયદાનો દંડો ઉગામ્યો છે. દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવતા વખતે કરેલી એફીડેવીટમાં ચેડા કર્યા હોવાનું જણાવી અને ધારાશાસ્ત્રીએ ચૂંટણી અધિકારીને લેખિત ફરીયાદ આપી અને ઉમેદવારી ફોર્મ રદ્દ કરવા માગ કરી છે.૧૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ખેડા લોકસભા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ દાવેદારી કરતા સમયે દેવુસિંહ ચૌહાણે એફીડેવીટ રજૂ કરી હતી. આ એફીડેવીટમાં દેવુસિંહ ચૌહાણ દ્વારા આયોજન ભવન ખાતે માર્ગ-મકાન વિભાગ અંતર્ગત આવતી એક કચેરીમાં સ્થળાંતર કરી સાંસદ સુવિધા કેન્દ્ર શરૂ કરાયું હતું. આ સાંસદ સુવિધા કેન્દ્રના વીજ બિલ, વેરા કે ભાડા ભર્યા અંગેનો કોઈ પુરાવો કે ઉલ્લેખ ચૂંટણીની એફેડેવીટમાં ઉલ્લેખ કર્યો નથી. જેની સામે વાંધો લેતા નડિયાદના ધારાશાી જયેશભાઈ તલાટી દ્વારા શનિવારે ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ફોર્મની આ ક્ષતિઓ લેખિતમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાઈ હતી. અને દેવુસિંહે આ વિગતો છુપાવી અને ખોટી દર્શાવી હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ માટેના જરૂરી પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જયેશભાઈ તલાટી દ્વારા તંત્ર દ્વારા જ આર.ટી.આઈ. હેઠળ આપવામાં આવેલા જવાબને આગળ ધર્યો છે, જેમાં સક્ષમ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, કોઈ પણ જનપ્રતિનિધિ હોય, તેમાં સાંસદ, ધારાસભ્ય અને પાલિકા સભ્યથી માંડી પંચાયત સભ્યને સરકારી જગ્યા ઉપયોગ કરવા આપી શકાય નહીં. ત્યારે આયોજન ભવન ખાતેની ૨૦૦ ચોરસ મીટર નળીયાવાળો ભાગ શરતોને આધીન સંભાળી લેવા આપ્યો હતો. આ શરતોનો ભંગ કર્યો હોવાનું પુરાવા સહિત રજૂ કરી ધારાશાીએ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવા માંગણી કરી છે.

સાંસદ દેવુસિંહ ચૌહાણે ભાડાપટ્ટે લીધેલી 200 ચો.મી જગ્યાનું સરકારને ભાડુ ચૂકવ્યું નથી !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ભાજપ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા રજૂઆત

- 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્ર ચાલુ કર્યુ, છતાં જરૂરી વેરા પણ ભર્યા ન હોવાથી ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ

નડિયાદ : ખેડા જિલ્લા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સામે એક ધારાશાસ્ત્રીએ કાયદાનો દંડો ઉગામ્યો છે. દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવતા વખતે કરેલી એફીડેવીટમાં ચેડા કર્યા હોવાનું જણાવી અને ધારાશાસ્ત્રીએ ચૂંટણી અધિકારીને લેખિત ફરીયાદ આપી અને ઉમેદવારી ફોર્મ રદ્દ કરવા માગ કરી છે.

૧૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ખેડા લોકસભા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ દાવેદારી કરતા સમયે દેવુસિંહ ચૌહાણે એફીડેવીટ રજૂ કરી હતી. આ એફીડેવીટમાં દેવુસિંહ ચૌહાણ દ્વારા આયોજન ભવન ખાતે માર્ગ-મકાન વિભાગ અંતર્ગત આવતી એક કચેરીમાં સ્થળાંતર કરી સાંસદ સુવિધા કેન્દ્ર શરૂ કરાયું હતું.

 આ સાંસદ સુવિધા કેન્દ્રના વીજ બિલ, વેરા કે ભાડા ભર્યા અંગેનો કોઈ પુરાવો કે ઉલ્લેખ ચૂંટણીની એફેડેવીટમાં ઉલ્લેખ કર્યો નથી. જેની સામે વાંધો લેતા નડિયાદના ધારાશાી જયેશભાઈ તલાટી દ્વારા શનિવારે ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ફોર્મની આ ક્ષતિઓ લેખિતમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાઈ હતી. અને દેવુસિંહે આ વિગતો છુપાવી અને ખોટી દર્શાવી હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

 આ માટેના જરૂરી પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જયેશભાઈ તલાટી દ્વારા તંત્ર દ્વારા જ આર.ટી.આઈ. હેઠળ આપવામાં આવેલા જવાબને આગળ ધર્યો છે, જેમાં સક્ષમ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, કોઈ પણ જનપ્રતિનિધિ હોય, તેમાં સાંસદ, ધારાસભ્ય અને પાલિકા સભ્યથી માંડી પંચાયત સભ્યને સરકારી જગ્યા ઉપયોગ કરવા આપી શકાય નહીં. ત્યારે આયોજન ભવન ખાતેની ૨૦૦ ચોરસ મીટર નળીયાવાળો ભાગ શરતોને આધીન સંભાળી લેવા આપ્યો હતો. આ શરતોનો ભંગ કર્યો હોવાનું પુરાવા સહિત રજૂ કરી ધારાશાીએ ઉમેદવારી ફોર્મ રદ્દ કરવા માંગણી કરી છે.